Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajpal Yadav: કોમેડીથી કેદી સુધી, શરણાગતિ પહેલાં રાજપાલ યાદવની પીડા, "મારા અહીં કોઈ મિત્રો નથી"

બોલિવૂડના અભિનેતા રાજપાલ યાદવે તાજેતરમાં ચેક બાઉન્સ કેસના સંદર્ભમાં નવી દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરતા પહેલા તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેણે પોતાની અગ્નિપરીક્ષા શેર કરી.
rajpal yadav  કોમેડીથી કેદી સુધી  શરણાગતિ પહેલાં રાજપાલ યાદવની પીડા   મારા અહીં કોઈ મિત્રો નથી
Advertisement
  • Rajpal Yadav: મારે શું કરવું જોઈએ? મારી પાસે પૈસા નથી
  • શરણાગતિ સ્વીકારતા પહેલા રાજપાલનું ભાવનાત્મક નિવેદન
  • મારા અહીં કોઈ મિત્રો નથીઃ રાજપાલ યાદવ

Rajpal Yadav: બોલિવૂડના હાસ્ય કલાકાર (Comedian) જે પોતાના અભિનયથી દર્શકો (Viewers) ને હસાવતા હોય છે. તે અભિનેતા આજે પોતે લાહીના આંસુ સરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ કોમેડિયન રાજપાલ યાદવની. બોલિવૂડ ફિલ્મોમાં હંમેશા પોતાની કોમેડીથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરનાર રાજપાલ યાદવ હાલમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં ચેક બાઉન્સ કેસમાં રાજપાલે તિહાર જેલ (Tihar Jail) માં આત્મસમર્પણ કર્યું હતું. રાજપાલ યાદવે આત્મસમર્પણ (Surrender) કરતા પહેલા શું કહ્યું? જાણો શા માટે તેઓ આટલા ભાવુક દેખાયો હતો.

Rajpal Yadav 01_GUJARAT_FIRST

Advertisement

Rajpal Yadav: "મારે આ સમસ્યાનો સામનો એકલા જ કરવો પડશે"

રાજપાલ યાદવ આત્મસમર્પણ કરતા પહેલા ખૂબ જ દુઃખી અને ભાવુક હતો. રાજપાલે કહ્યું, "મારે શું કરવું જોઈએ? મારી પાસે પૈસા નથી. મને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. આપણે બધા અહીં એકલા છીએ. મારા કોઈ મિત્રો નથી. મારે આ સમસ્યાનો સામનો એકલા જ કરવો પડશે." આ રીતે રાજપાલ યાદવે મીડિયા સાથે પોતાની મુશ્કેલી વર્ણવી હતી.

Advertisement

આ પણ વાંચો-- Battle of Galwan: સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ સંકટમાં? શું 17 એપ્રિલે થિયેટરો ગુંજશે કે ચાહકોએ જોવી પડશે રાહ!

Rajpal Yadav 02_GUJARAT_FIRST

Rajpal Yadav: રાજપાલ યાદવની શરણાગતિ

2 ફેબ્રુઆરીના રોજ રાજપાલ યાદવને સરેન્ડર કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. અભિનેતાના વકીલે (Lawyer) કોર્ટને જાણ કરી કે તેમણે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી છે અને ચુકવણી કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જોકે, ન્યાયાધીશ (Judge) સ્વરણ કાંતા શર્માએ રાજપાલ યાદવની મુદત વધારવાની વિનંતી (Request) ને ફગાવી દીધી હતી. ત્યારબાદ અભિનેતાએ ગયા ગુરુવારે તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી હતી.

આ પણ વાંચો-- Sudha Chandran: અભિનેત્રીને ક્યારેક માતા આવે છે, તો ક્યારેક ‘ભૂત-પ્રેત’નો થાય છે અનુભવ, સુધાએ કર્યો ખુલાસો!

Tags :
Advertisement

.

×