Rajpal Yadav Cheque Bounce Case: બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી, નવો ચેક બાઉન્સ કેસ દાખલ
હિન્દી સિનેમાના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટી મેનેજર પ્રકાશ જાજુએ અભિનેતા સામે નાણાકીય છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ વિવાદ લોનની રકમ પરત ન કરવાના કારણે શરૂ થયો છે. પ્રકાશ જાજુએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવીને અભિનેતા સામે ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો છે, જેના કારણે બોલિવૂડ ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
Advertisement
Rajpal Yadav Cheque Bounce Case: બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવની કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તેમની સામે ચેક બાઉન્સનો વધુ એક નવો ગુનો નોંધાયો છે. પ્રિયંકા ચોપરાના ભૂતપૂર્વ મેનેજર અને પ્રોડ્યુસર પ્રકાશ જાજુએ અભિનેતા સામે આ ગંભીર કાનૂની કાર્યવાહી કરી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આ ગુનો નોંધીને કોર્ટે સમન પણ જાહેર કરી દીધું છે.

