ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાખી સાવંતનું નવું નાટક શરૂ, ભારત આવતા જ કહ્યું હું રાખી નહીં ફાતિમા છું

રાખી સાવંતના નવું નાટક એકવાર ફરી શરૂ થઇ ગયું છે. તમે વિચારતા હશો કે કેમ નાટક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, તો અમે તમને જણાવી દઇએ કે આ અમે નહીં પણ સોશિયલ મીડિયા પર લોકો રાખી વિશે કહી રહ્યા છે. તાજેતરમાં...
01:13 PM Sep 01, 2023 IST | Hardik Shah
રાખી સાવંતના નવું નાટક એકવાર ફરી શરૂ થઇ ગયું છે. તમે વિચારતા હશો કે કેમ નાટક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, તો અમે તમને જણાવી દઇએ કે આ અમે નહીં પણ સોશિયલ મીડિયા પર લોકો રાખી વિશે કહી રહ્યા છે. તાજેતરમાં...

રાખી સાવંતના નવું નાટક એકવાર ફરી શરૂ થઇ ગયું છે. તમે વિચારતા હશો કે કેમ નાટક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, તો અમે તમને જણાવી દઇએ કે આ અમે નહીં પણ સોશિયલ મીડિયા પર લોકો રાખી વિશે કહી રહ્યા છે. તાજેતરમાં તેણે કર્યું જ કઇંક એવુ છે કે તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. જાણો એવું રાખી સાવંતે શું કર્યું કે તે એકવાર ફરી તે ટ્રોલ થઇ રહી છે...

હાલમાં જ રાખી તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથેની લડાઈને લઈને નિશાના પર આવી છે. તેના એક પછી એક નિવેદન દરરોજ વાયરલ થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં બધાએ રાખીને બદલાતી જોઈ છે કારણ કે આ દિવસોમાં તે અલ્લાહની ઈબાદતમાં મગ્ન થઈને ઉમરાહ માટે મક્કા અને મદીના ગઈ હતી. ગઈકાલે રાત્રે રાખી તેના પ્રથમ ઉમરાહથી પરત ફરી હતી. તેના પરત ફર્યા બાદ લોકો તેનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા અને તેને ફૂલોના હાર પણ પહેરાવ્યા હતા. રાખીનો આ વીડિયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કારણ કે લોકો તેને ફાતિમાના નામથી બોલાવી રહ્યા છે. આ અંગે તે પોતે લોકોને કહેતી જોવા મળી રહી છે કે રાખી નહીં ફાતિમા કહો.

રાખી સાવંતના પતિ આદિલ ખાને જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ અભિનેત્રી પર ઘણા આરોપો લગાવ્યા હતા. આદિલના કહેવા પ્રમાણે, તેની પત્ની રાખી સાવંત જૂઠી છે અને તેણે આદિલને ખોટા આરોપોમાં ફસાવ્યા હતા. આદિલના આ આરોપોનો જવાબ આપતાં રાખી સાવંતે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાની સામે પતિ વિરુદ્ધ ઘણી બધી વાતો કહી. આ પછી અચાનક રાખી સાવંત ઉમરાહ માટે રવાના થઈ ગઈ. હવે તે મુંબઈ પાછી ફરી છે.

અભિનેત્રી રાખી સાવંત ઉમરાહ બાદ મક્કાથી પરત ફરી છે. પૂર્વ બિગ બોસ સ્પર્ધક કેટલાક મિત્રો સાથે હજયાત્રા માટે સાઉદી અરેબિયા ગઇ હતી. તે ગુરુવારે સવારે પરત ફરી અને એરપોર્ટ પર કેટલાક ચાહકો દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમ જેમ રાખી સાવંત ગેટની બહાર આવી, તેણે તેની આસપાસ એકઠા થયેલા પાપારાઝીઓને કહ્યું, "રાખી નહીં, ફાતિમા બોલો." પાપારાઝી તેને ફાતિમા કહેવા લાગ્યા. એક વ્યક્તિએ તેના ગળામાં માળા નાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણી તેનાથી દૂર થઇ ગઈ અને તેના હાથમાંથી માળા લઈ લીધી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BollywoodFatimaRakhi Sawant
Next Article