Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

રકુલ પ્રીત સિંહના ભાઈની મુશ્કેલી વધી, જાણો કેમ હૈદરાબાદ પોલીસે ધરપકડ વોરંટ કર્યું ઈશ્યુ?

હૈદરાબાદમાં ડ્રગ્સ રેકેટ વિરુદ્ધ પોલીસની કાર્યવાહીમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહનું નામ સામે આવતા ચકચાર મચી છે. તપાસ દરમિયાન 43 ગ્રામ કોકેઈન અને MDMA જપ્ત કરવામાં આવ્યું છે. પકડાયેલા નાઇજિરિયન ડીલરોએ ખુલાસો કર્યો કે અમન તેમની પાસેથી નશીલા પદાર્થો મેળવતો હતો. હાલમાં અમન પોલીસ પકડથી દૂર હોવાથી તેની સામે ધરપકડ વોરંટ જારી કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રકુલ પ્રીત સિંહના ભાઈની મુશ્કેલી વધી  જાણો કેમ હૈદરાબાદ પોલીસે ધરપકડ વોરંટ કર્યું ઈશ્યુ
Advertisement
  • અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન સામે ધરપકડ વોરંટ (Aman PreetSingh Drug Case)
  • હૈદરાબાદમાં ડ્રગ્સ રેકેટના પર્દાફાશ બાદ પોલીસની મોટી કાર્યવાહી
  • આરોપીઓની પૂછપરછમાં અમન પ્રીત સિંહનું નામ ખુલતા ચકચાર
  • 43 ગ્રામ કોકેઈન અને 11 ગ્રામ MDMA સાથે અન્ય આરોપીઓ ઝડપાયા
  • પોલીસ કાર્યવાહીના ડરથી અમન હાલ ફરાર, શોધખોળ ચાલુ

Aman PreetSingh Drug Case : બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહના પરિવાર પર આફતના વાદળો છવાયા છે. હૈદરાબાદમાં ડ્રગ્સ રેકેટ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી દરમિયાન રકુલના ભાઈ અમન પ્રીત સિંહનું નામ ખુલતા સનસનાટી મચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમન હાલ ફરાર છે અને તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

હૈદરાબાદ પોલીસનું મોટું ઓપરેશન (Aman PreetSingh Drug Case)

આ સમગ્ર મામલાની શરૂઆત 19 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી, જ્યારે મસાબ ટેન્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ ડીલની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે એક પાર્કમાંથી શંકાસ્પદ કાર જપ્ત કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી 43 ગ્રામ કોકેઈન અને 11 ગ્રામથી વધુ MDMA જેવો નશીલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી નીતિન સિંઘાનિયા અને શ્રાણિક સંઘવી નામના બે શખ્સોની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement

અમન પ્રીત સિંહની સંડોવણી અને ફરાર (Aman PreetSingh Drug Case)

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેઓ નાઇજિરિયન ડ્રગ ડીલરો પાસેથી માદક પદાર્થો મંગાવતા હતા. તપાસ આગળ વધતા બે આફ્રિકન નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોની કબૂલાતના આધારે જ રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહનું નામ સામે આવ્યું છે. પોલીસનો દાવો છે કે અમન આ ડીલરો પાસેથી ડ્રગ્સ મેળવતો હતો. ફરિયાદ નોંધાયા બાદથી જ અમન ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જેના કારણે કોર્ટે તેની સામે વોરંટ જારી કર્યું છે.

વર્ષ 2024માં પણ થઈ હતી ધરપકડ

અમને ડ્રગ્સ કેસમાં ફસાયો હોય તેવું આ પહેલીવાર નથી. વર્ષ 2024માં પણ સાયબરાબાદ નાર્કોટિક્સ બ્યુરોએ ડ્રગ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં અમન પ્રીત સિંહ સહિત અનેક લોકોની ધરપકડ થઈ હતી. તે સમયે પણ ડ્રગ્સના સેવન મામલે 13 લોકોની તપાસ થઈ હતી જેમાં અમનનું નામ મુખ્ય હતું.

કોણ છે અમન પ્રીત સિંહ?

1 એપ્રિલ 1993ના રોજ જન્મેલો અમન પ્રીત સિંહ આર્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેના પિતા રાજેન્દ્ર સિંહ નિવૃત્ત કર્નલ છે. અમન પોતે પણ તેલુગુ અને હિન્દી સિનેમામાં અભિનેતા તરીકે કામ કરી ચૂક્યો છે. તેણે 'નિન્નેપેલ્લાદાતા' અને 'રામરાજ્ય' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત, તેણે તેની બહેન રકુલ સાથે મળીને 'સ્ટારિંગ યુ' નામનું ટેલેન્ટ ડિસ્કવરી પ્લેટફોર્મ પણ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : Suniel Shetty Ad Controversy : સુનીલ શેટ્ટીએ ઠુકરાવી 40 કરોડની જાહેરાત, જાણો કારણ

Tags :
Advertisement

.

×