રામ ગોપાલે લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેનો તફાવત જણાવ્યો
- તાજેતરમાં Ram Gopal Varma એ એક પોસ્ટ શેર કરી છે
- Lawrence Bishnoi ને રણબીર કપૂર કરતા વધુ હિંસક
- સલમાન ખાન અને Lawrence Bishnoi વચ્ચેની દુશ્મની
Ram Gopal Varma notes Lawrence Bishnoi : Bollywood નો દરેક અભિનેતા અને અભિનેત્રી જે સલમાન ખાન સાથે સંબંધ ધરાવે છે, તે ભયથી ઘરેમાં બંધ થયેલા છે. તેનું મુખ્ય કારણ છે Lawrence Bishnoi છે. કારણ કે... Lawrence Bishnoi એક પછી એક સલમાન ખાનના નજીક રહેલા વ્યક્તિઓ ઉપર વાર કરી રહ્યો છે. ત્યારે તાજેતરમાં Lawrence Bishnoi એ પૂર્વ મંત્રી અને નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાવી નાખી છે. જોકે છેલ્લા ઘણો વર્ષો Lawrence Bishnoi જેલમાં બેઠો-બેઠો તેની યાદીમાં સામેલ લોકોને મારી રહ્યો છે.
તાજેતરમાં Ram Gopal Varmaએ એક પોસ્ટ શેર કરી છે
બાબા સિદ્દીકીની હત્યા પછી ફેમસ ડાયરેક્ટર Ram Gopal Varma એક પછી એક વિવાદીત બયાન આપી રહ્યા છે. તે ઉપરાંત Ram Gopal Varma આ ઘટનાને લઈ અલગ-અલગ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં Ram Gopal Varma એ એક પોસ્ટ શેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, Lawrence Bishnoi એ દિગ્દર્શક સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મ એનિમલમાં દર્શાવવામાં આવેલા પાત્ર એનિમલનું અસલ સ્વરૂપ છે.
LAWRENCE BISHNOI seems to be more of an ANIMAL than @imvangasandeep ‘s #RanbirKapoor 😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2024
આ પણ વાંચો: Entertainment: રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મના મેકર્સે માંગવી પડી માફી? જાણો કારણ
Lawrence Bishnoi ને રણબીર કપૂર કરતા વધુ હિંસક
Ram Gopal Varma એ સતત Lawrence Bishnoi ગેંગ સાથે સંબંધિત નિવેદનો જાહેર કરી બોલીવૂડ ઉપર કટાક્ષ કરી રહ્યા છે. Ram Gopal Varma એ Lawrence Bishnoi ની સીધી સરખામણી એનિમલ સાથે કરી છે. Ram Gopal Varma એ સોશિયલ મીડિયા પર શું લખ્યું છે કે, લૉરેન્સ બિશ્નોઈ સંદીપ રેડ્ડી વાંગાના રણબીર કપૂર કરતાં વધુ એનિમલ લાગે છે. Ram Gopal Varma એ Lawrence Bishnoi ને રણબીર કપૂર કરતા વધુ હિંસક ગણાવ્યો છે.
REEL: HERO wants to kill GANG
REAL : GANG wants to kill HERO
— Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2024
સલમાન ખાન અને Lawrence Bishnoi વચ્ચેની દુશ્મની
આ સિવાય Ram Gopal Varma એ બીજી એક ટ્વિટ કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ટ્વીટમાં તેમણે સ્ક્રીન અને રિયલ લાઈફ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. અહીં તેમણે સલમાન ખાન અને Lawrence Bishnoi વચ્ચેની દુશ્મનીનો ઉલ્લેખ કર્યો છે. ડિરેક્ટરે લખ્યું છે કે, રીલમાં હીરો ગેંગને મારવા માંગે છે. વાસ્તવિકતામાં ગેંગ હીરોને મારવા માંગે છે. હવે તે અહીં શું વાત કરી રહ્યો છે તે સમજાવવાની જરૂર નથી.
આ પણ વાંચો: Gangubai Kathiawadi-તરત વાગે નહીં એવી લપડાક