ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ramayan ની તસ્વીરો Viral, રણબીર કપુર રામ અને સાંઇ પલ્લવી સીતાજીના રોલમાં દેખાયા

Nitesh Tiwari દ્વારા નિર્મિત અને રામાયણ આધારિત ફિલ્મમાં Ranbir Kapoor અને Sai Pallavi ભગવાન રામ અને માતા સીતાના રોલમાં જોવા મળશે. જો કે શુટિંગની કેટલીક તસ્વીરો લીક થઇ ગઇ હતી. જેમાં રણવીર કપુર રામના ગેટઅપમાં જોઇ શકાય છે. જ્યારેતેની બાજુમાં...
03:30 PM Apr 27, 2024 IST | KRUTARTH JOSHI
Nitesh Tiwari દ્વારા નિર્મિત અને રામાયણ આધારિત ફિલ્મમાં Ranbir Kapoor અને Sai Pallavi ભગવાન રામ અને માતા સીતાના રોલમાં જોવા મળશે. જો કે શુટિંગની કેટલીક તસ્વીરો લીક થઇ ગઇ હતી. જેમાં રણવીર કપુર રામના ગેટઅપમાં જોઇ શકાય છે. જ્યારેતેની બાજુમાં...
Nitish Tiwari's Post

Nitesh Tiwari દ્વારા નિર્મિત અને રામાયણ આધારિત ફિલ્મમાં Ranbir Kapoor અને Sai Pallavi ભગવાન રામ અને માતા સીતાના રોલમાં જોવા મળશે. જો કે શુટિંગની કેટલીક તસ્વીરો લીક થઇ ગઇ હતી. જેમાં રણવીર કપુર રામના ગેટઅપમાં જોઇ શકાય છે. જ્યારેતેની બાજુમાં સાંઇ પલ્લવી પણ માતા સીતાના રોલમાં જોઇ શકાય છે. હાલ તો ફિલ્મ સેટ પરથી વાયરલ થઇ રહેલી તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

રામાયણ ફિલ્મની લાંબા સમયથી જોવાઇ રહી છે રાહ

નિતેશ તિવારી નિર્મિત રામાયણની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. જો કે આ એવોર્ડવિજેતા ડિરેક્ટર આ ફિલ્મ અંગે કાંઇ પણ બહાર આવેતેવું ઇચ્છતા નથી. જેના કારણે આ ફિલ્મને ખુબ જ ગુપ્ત રીતે શુટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે આજે જ રણબીર અને સાંઇ પલ્લવીને એક તસ્વીર લીક થઇ હતી. જે ઝુમ ટીવી દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી.

બંન્ને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા

લીક થયેલી તસ્વીરમાં જોઇ શકાય છે કે, રણબીર કપુર અને સાંઇ પલ્લવી બંન્ને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે. જેમાં સાંઇ પલ્લવી રાજકુમારીના પહેરવેશમાં જ્યારે ભગવાન રામ પણ એક વલ્કલધારી રામના સ્વરૂપમાં જોઇ શકાય છે. હાલ તો આ તસ્વીરો લીક થતા આ હિસ્ટોરીકલ એપિક પ્રત્યે લોકોને વધારે કુતુહલ પેદા થયું છે. બીજી તરફ સાંઇ પલ્લવી અને રણબીર એક સાથે પહેલીવાર જોવા મળશે. વિવિધ માધ્યમોમાં દાવો કરવામાં આવ્યો છે કે, રામના પાત્રમાં ઢળવા માટે રણબીર કપુર વેજિટેરિયન ભોજન જ લઇ રહ્યો છે. આ ઉપરાંત ખુબ જ કડક કસરત પણ કરી રહ્યો છે. રણબીર કપુર છેલ્લે સંદિપ વાંગાની એનિમલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જેમાં તે રશ્મિકા મંદાન, અનિલ કપુર અને બોબી દેઓલ જેવા અનેક સ્ટાર સાથે જોવા મળ્યો હતો.

અરૂણ ગોવિલ રાજા દશરથના રોલમાં

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ વાયરલ થયેલી એક અન્ય તસ્વીરમાં અરૂણ ગોવિલ રાજા દશરથના રોલમાં જ્યારે લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત બોબી દેઓલ, વિજય સેતુપતિ અને સનિ દેઓલ કુંભકરણ, વિભષણ અને હનુમાનજીના રોલમાં જોવા મળશે. જો કે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી.

Tags :
Arun Govil was seen dressed as King DashrathBOBBY DEOLfirst look from Ramayana leakedKumbhkaranLara Dutta Kaikeyinew pics from Ramayan setnitesh tiwari ramayanaRamayanaramayana leaked picsRanbir KapoorSAI PALLAVISunny DeolVibhishana and Lord HanumanVijay Sethupathi
Next Article