Ramayana Film માં રામજીના પાત્ર માટે રણબીરની પસંદગીની વાહવાહી !
- Ramayana Film અને તેના પાત્રો હાલ ભારે ચર્ચામાં છે
- તાજેતરમાં રામજીનું પાત્ર ભજવતા રણબીરને મોટી સિદ્ધિ મળી
- રણબીરનું નામ ટાઇમ મેગેઝિનની યાદીમાં સામેલ કરાયું
Ramayana Film : રણબીર કપૂરને (Ranbir Kapoor) ટાઇમ મેગેઝિનની 2026 ની "100 સૌથી પ્રભાવશાળી લોકો" ની યાદીમાં (TIME Magazine - 100 Most Influential People 2026) સામેલ કરવામાં આવ્યો છે. આ યાદીમાં તે એકમાત્ર ભારતીય અભિનેતા છે. રણબીર લગભગ ત્રણ વર્ષ પછી તેની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ "રામાયણ" સાથે મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. ફિલ્મના નિર્માતા, નમિત મલ્હોત્રાએ (Film Director - Namit Malhotra) રણબીર કપૂર વિશે એક ખાસ પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે ભગવાન રામજીની ભૂમિકા ભજવવા માટે રણબીર કરતાં શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં.
Ramayana Film, ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણ વ્યક્તિ
નમિત મલ્હોત્રાએ રણબીરને આ સિદ્ધિ પર અભિનંદન આપતી પોસ્ટ શેર કરી છે. નિતેશ તિવારી સાથેનો ફોટો પોસ્ટ કરીને તેણે લખ્યું કે, બાળપણમાં તેના પિતાને સાથે જોવાથી લઈને હવે એક મોટા મહાકાવ્ય પર કામ કરવા સુધીની સફર ખાસ રહી છે. રણબીરની સફરની પ્રશંસા કરતા, નમિતે કહ્યું કે, તેણે તેના ઉતાર-ચઢાવ, સંઘર્ષ અને શાંત સ્વભાવને નજીકથી જોયો છે. તેને ક્યારેય શંકા નહોતી કે રણબીર ભગવાન રામજીની ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણ વ્યક્તિ છે. નમિતે રણબીર કપૂરને તેની પેઢીનો શ્રેષ્ઠ અભિનેતા ગણાવ્યો, અને કહ્યું કે ટાઇમ યાદીમાં તેનો સમાવેશ તેની પોતાની મહેનતનું પરિણામ છે.
From watching our fathers share meals and laughter to now, four decades later, coming together to tell one of the greatest epics of all time… it’s been quite a journey.
I have witnessed your journey closely. The highs, the setbacks, the quiet resilience, and the way you’ve… pic.twitter.com/Rgp1qwhWxE
— Namit Malhotra (@malhotra_namit) April 16, 2026
આ પણ વાંચો ---------- ગુંજી શરણાઈઓ: મખમલી અવાજના જાદુગર Jubin Nautiyal એ કર્યા સિક્રેટ મેરેજ? જાણો કોણ છે તે 'મિસ્ટ્રી ગર્લ'!
Ramayana Film, આવક અને ચર્ચા દ્વારા મપાય
અભિનેતા આયુષ્માન ખુરાનાએ (Bollywood Actor - Ayushman Khurana) ટાઇમ મેગેઝિન માટે રણબીર કપૂરની પ્રોફાઇલ લખી હતી. તેમણે લખ્યું હતું કે, કેટલાક કલાકારો વારસાનો પીછો કરે છે, જ્યારે કેટલાક તેમની કલા દ્વારા વારસો બનાવે છે, અને રણબીર આ પછીની શ્રેણીમાં આવે છે. આયુષ્માનએ એમ પણ કહ્યું હતું કે, રણબીર હવે બોક્સ-ઓફિસના આંકડા સુધી મર્યાદિત નથી. તેમના મતે, જ્યારે ભારતીય સિનેમામાં સફળતા ઘણીવાર આવક અને ચર્ચા દ્વારા માપવામાં આવે છે, ત્યારે રણબીર તેના અભિનય દ્વારા દર્શકોની લાગણીઓ પર ઊંડો પ્રભાવ પાડે છે. તે તેના પાત્રોને એટલી સરળતા અને ઊંડાણથી રજૂ કરે છે કે તેના અભિનયને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવે છે.
ફિલ્મની ટૂંક વિગત
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામજીની ભૂમિકા ભજવી રહ્યા છે. યશ રાવણ, સાઈ પલ્લવી સીતા, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મનું સંગીત હંસ ઝિમર અને એઆર રહેમાન દ્વારા રચિત છે. 'રામાયણ: ભાગ એક' ઓક્ટોબર 2026 માં દિવાળી પહેલા રિલીઝ થશે.
આ પણ વાંચો ---------- Ranveer Singh નો 'ધૂરંધર લૂક' વિદ્યાર્થીના સ્કુલ એસાઇનમેન્ટમાં છલકાયો


