Ramayana Movie Review: ₹4,000 કરોડની 'રામાયણ' રિલીઝ, યશે મારી બાજી! રણબીર કપૂરના અભિનય અંગે ઉઠ્યા સવાલ
Ramayana Movie Review: બોલિવૂડની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ' (Ramayana Movie Review) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળે છે. આશરે ₹4,000 કરોડના સંયુક્ત બજેટવાળી બે ભાગની આ ફિલ્મના પહેલા ભાગને NDTVના સમીક્ષકે 5માંથી 2.5 સ્ટાર આપ્યા છે.
Advertisement
Ramayana Movie Review: ફિલ્મની શરૂઆત દેવો અને અસુરો વચ્ચેના યુદ્ધથી થાય છે. ત્યારબાદ રાવણને મળેલા વરદાન, ભગવાન રામનો જન્મ, અયોધ્યાની ઘટનાઓ અને વનવાસની કહાની રજૂ કરવામાં આવી છે. ફિલ્મનો પહેલો ભાગ સીતાહરણ અને જટાયુવધ સુધીની ઘટનાઓ આવરી લે છે. જોકે, સમીક્ષકના મતે ફિલ્મની વાર્તા કેટલીક જગ્યાએ ધીમી પડે છે અને દૃશ્યો જરૂર કરતાં લાંબા લાગે છે.

