Anurag Basu : રણબીર કપૂરે 'રામાયણ' માટે આ દિગ્ગજ ગાયક કલાકારની બાયોપિક ફિલ્મ છોડી,અનુરાગ બાસુએ કર્યો ખુલાસો
- રણવીર કપૂરે રામાયણ ફિલ્મના લીધે કિશોર કુમારની બાયોપિક ફિલ્મ છોડી
- નિર્માતા અનુરાગ બાસુએ આ વાતનો કર્યો ખુલાસો
- રણબીર કપૂર અને અનુરાગ બાસુએ અનેક ફિલ્મો સાથે કરી છે
Anurag Basu : બોલીવુડ અભિનેતા રણવીર કપૂર (ranbir kapoor) હાલ 'રામાયણ' (ramayana) ફિલ્મની શુંટિંગમાં ખુબ વ્યસ્ત છે. જ્યારે રણવીર કપૂરને કિશોર કુમારની બોયોપિક (Kishore Kumar biopic)અને રામાયણ ફિલ્મ એક સાથે ઓફર થઇ હતી ત્યારે બે ફિલ્મોમાંથી કોઇ એક ફિલ્મ પસંદ કરવાની હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી , જોકે, રણબીરે કિશોર કુમારની બાયોપિક છોડી દીધી અને 'રામાયણ' સાઇન કરી. આ વાતનો ખુલાસો તાજેતરમાં અનુરાગ બાસુ(Anurag Basu) એ કર્યો હતો.
રણબીર માટે આ નિર્ણય મુશ્કેલ હતો
દિગ્દર્શક અનુરાગ બાસુએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે રણબીર કપૂરે((ranbir kapoor) કિશોર કુમારની બાયોપિકને બદલે 'રામાયણ'(ramayana) પસંદ કરી હતી. જોકે, તેમના માટે આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હતો. પરંતુ, તેમણે સાચો નિર્ણય લીધો. અનુરાગ બાસુએ એક ખાનગી ન્યૂઝને જણાવતા કહ્યું હતું કે વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે રણબીરને બે પ્રોજેક્ટ્સ એટલે કે 'રામાયણ' અને કિશોર કુમારની બાયોપિક વચ્ચે પસંદગી કરવાની હતી. આખરે તેણે 'રામાયણ' પસંદ કરી અને મને લાગે છે કે તે સાચો નિર્ણય હતો'
આ પણ વાંચો -71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર,જુઓ લિસ્ટ
રણબીરે અનુરાગ બાસુની આ ફિલ્મોમાં કામ કર્યું છે
રણબીર કપૂર અને અનુરાગ બાસુ પહેલા પણ ઘણી વખત સાથે કામ કરી ચૂક્યા છે. આમાં 'બરફી' (2012) અને 'જગ્ગા જાસૂસ' (2017) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે, બંનેએ ફરીથી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આ વખતે રણબીર કપૂરના વ્યસ્ત શેડ્યૂલને કારણે તે થઈ શક્યું નહીં. અનુરાગ બાસુએ આગળ કહ્યું, 'અમે સાથે કામ કરવાનો પ્રયાસ કરતા રહીએ છીએ, પરંતુ તે હાલ થઈ રહ્યું નથી.
આ પણ વાંચો -કચરામાંથી કંચન : માઈકલ જેક્સનના ફેંકી દેવાયેલા 28 વર્ષ જૂના મોજા હરાજીમાં 7 લાખ રૂપિયામાં વેચાયા
'રામાયણ' ક્યારે રિલીઝ થશે?
જ્યારે રણબીર કપૂરે કિશોર કુમારની બાયોપિક ફિલ્મ ઠુકરાવી દીધી, ત્યારે ઇન્ડસ્ટ્રીમાં એવી અફવાઓ પણ ફેલાઈ હતી કે આમિર ખાન કિશોર કુમારની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ અનુરાગ બાસુએ આ વાતની પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે અનુરાગ બાસુ છેલ્લા દસ વર્ષથી કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યા છે. 'રામાયણ' વિશે વાત કરીએ તો, સાઈ પલ્લવી આ ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ 2026માં દિવાળી પર રિલીઝ થશે. બીજો ભાગ 2027માં દિવાળી પર રિલીઝ થશે.