Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ranveer Allahbadia:YouTube પરથી વિવાદિત video હટાવાયો,એક્શનમાં સંસદીય સમિતિ!

રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં અલ્હાબાદિયાએ નિવેદન આપ્યા બાદ હોબાળો મચ્યો વિવાદાસ્પદ એપિસોડ હવે યુટ્યુબ પરથી હટાવી દેવાયો   Ranveer Allahbadia:સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' (india got latent)પર યુ ટ્યુબર (YouTube)રણવીર અલ્હાબાદિયાએ નિવેદન આપ્યા બાદ...
ranveer allahbadia youtube પરથી વિવાદિત video હટાવાયો એક્શનમાં સંસદીય સમિતિ
Advertisement
  • રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં
  • અલ્હાબાદિયાએ નિવેદન આપ્યા બાદ હોબાળો મચ્યો
  • વિવાદાસ્પદ એપિસોડ હવે યુટ્યુબ પરથી હટાવી દેવાયો

Advertisement

Ranveer Allahbadia:સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' (india got latent)પર યુ ટ્યુબર (YouTube)રણવીર અલ્હાબાદિયાએ નિવેદન આપ્યા બાદ હોબાળો મચ્યો છે. તેના નિવેદનને લોકો વખોડી રહ્યા છે. ફેન્સ પણ તેના આવા નિવેદનથી નારાજ છે. સ્ટેન્ડ અપ કોમેડી શૉમાં રણવીરનું આ પ્રકારનું નિવેદન તેના માટે મુશ્કેલરૂપ બન્યુ છે. દિલ્હી અને મુંબઈમાં રણવીર અને શોની આખી ટીમ વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ કહ્યું કે આસામમાં પણ ટીમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વિવાદ વધતો જોઈને હવે વિવાદાસ્પદ એપિસોડ હવે યુટ્યુબ પરથી હટાવી દેવાયો છે.

Advertisement

Advertisement

મુંબઇ પોલીસે કર્યો સંપર્ક

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શૉમાં આ વિવાદિત નિવેદન વાળો એપિસોડ યુ ટ્યૂબ પરથી દૂર કરાયો છે. NHRCએ YouTube ને વિડીયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ 3 દિવસની અંદર જવાબ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. મુંબઇ પોલીસે ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો કેસમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો છે. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા, સહકાર આપવા અને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો : Ranveer Allahbadia વિવાદ પર Dhruv Rathee ની આકરી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

રણવીરે માગી છે માફી

મહત્વનું છે વિવાદ વધતા રણવીરે એક વીડિયો શેર કરીને માફી માગી હતી. તેણે કહ્યું કે મારી ટિપ્પણી માત્ર અયોગ્ય જ નહીં પણ રમુજી પણ નહોતી. કોમેડી મારી ખાસિયત નથી. હું અહીં ફક્ત માફી માંગવા આવ્યો છું. હું આનું કોઈ કારણ નહીં આપું, હું ફક્ત માફી માંગુ છું.

આ પણ વાંચો : Ranveer Allahbadia, સમય રૈના અને અન્ય 5 લોકો સામે આસામમાં કેસ દાખલ

લોકોએ શો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

ઉલ્લેખનીય છે કે આ એપિસોડ આવતાની સાથે જ લોકો તેના અકાઉન્ટ પર રણવીર અલ્હાબાદિયા અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. રણવીરને લોકોએ અનસબ્સ્ક્રાઇબ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. નેટીઝન્સ કહે છે કે અલ્હાબાદિયા જે લોકપ્રિયતા મેળવી રહ્યા છે તેના લાયક નથી. જોકે, સમય રૈના કે રણવીરે આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે માફી પણ માંગી નથી.

Tags :
Advertisement

.

×