Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dhurandhar 2 ફિલ્મ રિલીઝ થતા પહેલા વિવાદ, લીગલ નોટિસ મોકલાતા ચકચાર

Dhurandhar 2 ટૂંક સમયમાં થિયેટરમાં રિલીઝ થનાર છે, તાજેતરમાં "ધુરંધર 2" નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું, અને તેને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. વધુમાં, ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે.રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર 2" 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. દરમિયાન, આદિત્ય ધરની ફિલ્મ "ધુરંધર 2" અંગે નોટિસ મોકલવામાં આવી છે. જેને પગલે ખળભળાટ મચ્યો છે.
dhurandhar 2 ફિલ્મ રિલીઝ થતા પહેલા વિવાદ  લીગલ નોટિસ મોકલાતા ચકચાર
Advertisement
  • Dhurandhar 2 ટૂંક સમયમાં થિયેટરમાં રિલીઝ થનાર છે
  • રિલીઝ પહેલા જ ફિલ્મને લઇને નોટિસ પાઠવવવામાં આવી
  • શીખ સમુદાાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાની વાતનો ઉલ્લેખ કરાયો

Dhurandhar 2 : રણવીર સિંહ (Ranveer Singh) અભિનીત ફિલ્મ "ધુરંધર 2" (Dhurandhar 2) ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પહેલાથી જ વિશ્વભરમાં નોંધપાત્ર પ્રશંસા મેળવી ચૂકી છે. ફિલ્મનો પહેલો ભાગ, "ધુરંધર" (Dhurandhar - Part One), 5 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો, અને તેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મે કમાણીની દ્રષ્ટિએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા. "ધુરંધર" એ વિશ્વભરમાં રૂ. 1,300 કરોડથી વધુની કમાણી કરી હતી, જ્યારે ફક્ત ભારતમાં રૂ. 1,000 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મની સફળતા બાદ, આદિત્ય ધર (Film Director - Aditya Dhar) બીજો ભાગ, "ધુરંધર: ધ રીવેન્જ" (Dhurandhar The Revenge) લઈને આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો ---------- Vada Pav Girl Chandrika Dixit ટ્રોલર્સથી ખફા, કહ્યું, 'તમે વ્યુઝ માટે...!'

Advertisement

Dhurandhar 2, 19 માર્ચે ફિલ્મ રિલીઝ થશે

"ધુરંધર 2" નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું, અને તેને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. વધુમાં, ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. રણવીર સિંહની "ધુરંધર 2" રિલીઝ થવાથી માત્ર ચાર દિવસ દૂર છે. રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર 2" 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. દરમિયાન, આદિત્ય ધરની ફિલ્મ "ધુરંધર 2" અંગે નોટિસ મોકલવામાં આવી છે. શીખ સમુદાયે ફિલ્મના કેટલાક દ્રશ્યોનો વિરોધ વ્યક્ત કરીને આ નોટિસ ફટકારી છે.

Dhurandhar 2, છબી ખરાબ કરવાનો આરોપ

વિકી થોમસ સિંહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ "ધુરંધર 2" ના અભિનેતા રણવીર સિંહ અને ફિલ્મના દિગ્દર્શક-નિર્માતા વિરુદ્ધ જારી કરવામાં આવી છે. નોટિસમાં શીખ સમુદાયની છબી ખરાબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

લાગણીઓને ઠેસ પહોંચાડી

વિકી થોમસની (Vicky Thomas) નોટિસ અનુસાર, શીખ સમુદાયમાં તમાકુ અને ધૂમ્રપાન પર સખત પ્રતિબંધ છે. વધુમાં, તે તેમની ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ માનવામાં આવે છે. પરિણામે, "ધુરંધર 2" માં આવા દ્રશ્યો સમગ્ર શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ફરિયાદીએ ફિલ્મમાં શીખ પાત્ર સાથે સંકળાયેલા ધૂમ્રપાન દ્રશ્યને દૂર કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, આ દ્રશ્યને પોસ્ટર અને ટ્રેલરમાંથી દૂર કરવા પણ કહેવામાં આવ્યું છે અને નિર્માતાઓને આ ભૂલ માટે શીખ સમુદાયની માફી માંગવા પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો ---------- Tanya Mittal Controversy : લાગણી દુભાય તેવી સાડી પહેરતા રોષ વ્યાપ્યો !

Tags :
Advertisement

.

×