Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ranveer singh Don 3 Controversy : FWICE એ રણવીર સિંહને આપી વાતચીતની ઓફર, જાણો અંદરની વાત

રણવીર સિંહ અને 'ડૉન 3' ફિલ્મના વિવાદમાં રણવીર સિંહ વિરુદ્ધનો નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો છે. રણવીર સિંહે કાયદાકીય નોટિસ મોકલીને આ પ્રતિબંધને પડકાર્યો હતો. હવે સંગઠને અભિનેતાને વાટાઘાટો દ્વારા આ મુદ્દો ઉકેલવા આમંત્રણ આપ્યું છે. આ વિવાદ વચ્ચે કંગના રનૌત અને CINTAA ના પદ્મિની કોલ્હાપુરેએ રણવીર સિંહનું સમર્થન કર્યું છે, જેથી આ કેસમાં મોટો વળાંક આવ્યો છે.
ranveer singh don 3  controversy   fwice એ રણવીર સિંહને આપી વાતચીતની ઓફર  જાણો અંદરની વાત
Advertisement

Ranveer singh Don 3 Controversy : બોલિવૂડમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો સૌથી મોટો વિવાદ એટલે સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) અને ફિલ્મ 'ડૉન 3' (Don 3) વચ્ચેની ખેંચતાણ. નિર્માતા ફરહાન અખ્તર (Farhan Akhtar) ની આ ફિલ્મમાંથી અભિનેતાના અચાનક બહાર નીકળી જવાને કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ હતી. આ વિવાદ એટલો ગંભીર બન્યો હતો કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ રણવીર સિંહ વિરુદ્ધ નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ જાહેર કરીને તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, હવે આ મામલે એક મહત્વનો અને રાહતરૂપ વળાંક આવ્યો છે.

વિવાદનું મૂળ: અચાનક પ્રોજેક્ટ છોડવો

રિપોર્ટ્સ મુજબ, 'ડૉન 3' ના શૂટિંગના માત્ર 10 દિવસ પહેલા જ રણવીર સિંહ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયા હતા. ફરહાન અખ્તરના પક્ષનો દાવો છે કે, આ અચાનક લેવાયેલા નિર્ણયથી નિર્માણ સંસ્થાને અંદાજે 40 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે નિર્માતાએ રણવીરને નોટિસ મોકલી હતી, પરંતુ રણવીર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા મામલો FWICE સુધી પહોંચ્યો હતો. પ્રત્યુત્તરમાં, રણવીર સિંહે FWICE ને કાયદાકીય નોટિસ (Legal Notice) મોકલીને આ નિર્ણયને પડકાર્યો હતો.

Advertisement

સંગઠનનો યુ-ટર્ન અને અપીલ

રણવીર સિંહની કાયદાકીય નોટિસ બાદ FWICE એ પોતાનું વલણ નરમ કર્યું છે અને રણવીર વિરુદ્ધનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું છે કે, તેઓ આ કાયદાકીય લડાઈનો સામનો કરવા તૈયાર છે, પરંતુ સાથે જ તેમણે રણવીરને વિનંતી કરી છે કે તેઓ સંસ્થા સાથે બેસીને આ વિવાદનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવે. આ નિર્ણયને રણવીર સિંહ માટે એક મોટી જીત અને રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

Advertisement

ઈન્ડસ્ટ્રીનું વિભાજન

આ વિવાદ વચ્ચે બોલિવૂડના કલાકારો પણ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળ્યા છે. અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) એ રણવીરના સમર્થનમાં નિવેદન આપતા કહ્યું હતું કે, સફળતાના માર્ગમાં આવી મુસીબતો આવવી સામાન્ય છે. તો બીજી તરફ, CINTAA (CINTAA) ના ઉપાધ્યક્ષ પદ્મિની કોલ્હાપુરેએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ રણવીર સિંહના દરેક નિર્ણયમાં તેમની સાથે છે.

વિવાદનો અંત ક્યારે આવશે?

'ડૉન 3' ફિલ્મ પહેલા જ કિયારા અડવાણી અને વિક્રાંત મેસી જેવા કલાકારોના બહાર થવાને કારણે વિવાદમાં રહી હતી. હવે રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચેના આ વિવાદનો શું અંત આવે છે અને 'ડૉન 3'નું ભવિષ્ય શું હશે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : Badshah Controversy : ચંદીગઢમાં સેક્ટર-26 સ્થિત બાદશાહનું ક્લબ ‘SAGO’ થયું સીલ, જાણો શું છે મામલો!

Tags :
Advertisement

.

×