Ranya Rao Case : સોનાની દાણચોરી મામલે અભિનેત્રીને મળ્યા જામીન
- સોનાની દાણચોરીના કેસમાં રાણ્યા રાવને જામીન મળ્યા
- કોફેપોસા કેસને કારણે રાવને મુક્ત કરવામાં આવશે નહીં
- રાવ પર ૧૪.૨ કિલો સોનાની દાણચોરીનો આરોપ છે
Ranya Rao Case: સોનાની દાણચોરી કેસમાં (Gold Smuggling Case)મુખ્ય આરોપી રાન્યા રાવ (Ranya Rao)અને સહ-આરોપી તરુણ કોંડારુ રાજુને સ્પેશિયલ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જસ્ટિસ વિશ્વનાથ સી. ગૌડરે બંનેને જામીન આપતા પોતાના આદેશમાં બે શરતો પણ મુકી છે. આ મુજબ, બંને દેશ છોડી શકતા નથી અને ફરીથી આવો ગુનો કરી શકતા નથી. આ શરતોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં જામીન રદ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. જોકે, જામીન મળ્યા પછી પણ રાન્યા રાવને હજુ સુધી મુક્ત કરવામાં આવી નથી.
જામીન અને 2 લાખ રૂપિયાના બોન્ડ
ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ રાન્યા રાવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જ્યાં સુધી તેને આ કેસમાં જામીન નહીં મળે ત્યાં સુધી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં. ડીઆરઆઈ અધિકારીઓએ હજુ સુધી તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નથી. જે તેમના જામીનનું કારણ છે. કોર્ટમાં રાન્યા રાવ વતી એડવોકેટ બીએસ ગિરીશે દલીલ કરી હતી. ન્યાયાધીશે તેમના આદેશમાં કહ્યું છે કે બંનેએ બે જામીન અને 2 લાખ રૂપિયાના બોન્ડ રજૂ કરવા પડશે. રાન્યા રાવ એપ્રિલમાં જામીન માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તે પહેલાં એક પછી એક ત્રણ નીચલી અદાલતો દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. તેમના વકીલે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો -Rukhsar Rehman :17 વર્ષની ઉંમરે ઋષિ કપૂર સાથે ડેબ્યૂ કર્યું ,જીવ બચાવવા નવજાત પૂત્રીને લઈ ભાગવું પડ્યું
અગાઉ ફગાવાઇ હતી જામીન અરજી
27 માર્ચે બેંગલુરુની 64મી CCH સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પહેલા 14 માર્ચે આર્થિક ગુના માટેની વિશેષ અદાલતે પણ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે પણ તેમની સામે ગંભીર આરોપોનો ઉલ્લેખ કરીને તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. ડીઆરઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે રાન્યા રાવે ગેરકાયદેસર સોનું ખરીદવાની કબૂલાત કરી છે. કન્નડ અભિનેત્રીની 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.8 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે મોટી કાર્યવાહી કરી હતી. તેની સાથે બેંગલુરુના સોનાના વેપારી સાહિલ જૈન અને તરુણ રાજુની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -Covid 19: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, પોસ્ટ કરીને આપી જાણકારી
કર્ણાટકના બલ્લારીનો રહેવાસી
સાહિલે દાણચોરી કરેલા પૈસાનો નિકાલ કરવામાં મદદ કરી હતી. તે કર્ણાટકના બલ્લારીનો રહેવાસી છે. રાન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારી કે રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. પૂછપરછ બાદ, તેમના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કેસમાં, હોટેલ માલિક તરુણ રાજુ પર સોનાની દાણચોરીમાં રાન્યા રાવને મદદ કરવાનો આરોપ છે. ડીઆરઆઈને શંકા છે કે આ સોનાની દાણચોરીની સંગઠિત ગેંગ હોઈ શકે છે.