Badshah Controversy : ચંદીગઢમાં સેક્ટર-26 સ્થિત બાદશાહનું ક્લબ ‘SAGO’ થયું સીલ, જાણો શું છે મામલો!
Badshah Sago Club Sealed : પ્રખ્યાત સિંગર અને રેપર બાદશાહ (Badshah) માટે મુશ્કેલીઓનો સમય હોય તેમ લાગી રહ્યું છે. ચંદીગઢ (Chandigarh) પ્રશાસને સેક્ટર-26 ખાતે આવેલા તેમના લોકપ્રિય ક્લબ 'સાગો' (SAGO By Badshah) પર કડક કાર્યવાહી કરતા તેને સીલ કરી દીધું છે. બિલ્ડિંગના નિયમોના ઉલ્લંઘન (Building Violation) અને અન્ય ગંભીર અનિયમિતતાઓને કારણે વહીવટીતંત્ર દ્વારા આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.
વહીવટીતંત્રની કડક કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા મુજબ, ક્લબમાં થયેલા ઉલ્લંઘનોને લઈને પ્રશાસને અગાઉ નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો, પરંતુ યોગ્ય ખુલાસો ન મળતા અંતે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક પ્રશાસનની આ સંયુક્ત કામગીરીમાં ક્લબમાં અનેક પ્રકારની ખામીઓ પકડાઈ હતી. હાલમાં, આ વિસ્તારના અન્ય બે-ત્રણ ડિસ્કોથેકને પણ નોટિસ આપવામાં આવી છે, જે દર્શાવે છે કે તંત્ર હવે નિયમ તોડનારાઓ સામે આક્રમક મૂડમાં છે.
ગીતો અને વિવાદો સાથે જૂનો નાતો
બાદશાહ હંમેશા વિવાદો સાથે ચર્ચામાં રહે છે. અગાઉ તેમના ગીત 'ટટીહરી' (Tatiri) ને લઈને મોટો વિવાદ થયો હતો. આ ગીતના અશ્લીલ ગણાતા શબ્દો અને સીન્સને કારણે હરિયાણા રાજ્ય મહિલા આયોગ (Haryana State Commission for Women) દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને એફઆઈઆર (FIR) પણ નોંધાઈ હતી. તે સમયે વિવાદ વધતા બાદશાહે માફી માંગી હતી અને ગીતનું નવું વર્ઝન બહાર પાડવું પડ્યું હતું.
પર્સનલ લાઈફ પણ ચર્ચામાં
ક્લબ અને ગીતો ઉપરાંત, બાદશાહ પોતાની અંગત જિંદગી (Personal Life) ને લઈને પણ ઘણીવાર હેડલાઈન્સમાં હોય છે. પંજાબી અભિનેત્રી ઈશા રિકી (Isha Rikhi) સાથેના તેમના લગ્નની અફવાઓ જ્યારે વાયરલ થઈ હતી, ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરીને તેને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે મીડિયાને સ્પષ્ટતા આપી હતી કે, "મારી લગ્નની વાતો માત્ર અફવા છે, તમારે વધુ સારા સમાચાર શોધવાની જરૂર છે." આ ઘટના બાદ હવે બાદશાહની ક્લબ સામેની કાર્યવાહી તેમના માટે નવી મુસીબત બની રહી છે. જોવાનું રહેશે કે ક્લબ માલિકો હવે આ સીલિંગને દૂર કરવા માટે આગળ શું કાયદાકીય પગલાં લે છે.
આ પણ વાંચો : Bollywood breakup story : સુષ્મિતા સેન સાથે કેમ થયુ હતુ બ્રેકઅપ? લલિત મોદીએ ભૂતકાળ પરથી ઉઠાવ્યો પડદો


