Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાશિદ ખાને ખોલ્યો 'મિસ્ટ્રી ગર્લ'નો રાજ: તે કોઈ નહીં, મારી બીજી બેગમ છે

અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની એક મહિલા સાથેની વાયરલ તસવીરે તેમની બીજી પત્ની વિશે અફવાઓ ફેલાવી હતી. રાશિદ ખાને સ્પષ્ટતા કરી કે તે મહિલા ખરેખર તેમની બીજી પત્ની છે, જેની સાથે તેમણે 2 ઓગસ્ટ, 2025ના રોજ નિકાહ કર્યા છે. જોકે, તેમણે કહ્યું કે વાયરલ તસવીર લગ્નની નહીં, પણ રાશિદ ખાન ચેરિટી ફાઉન્ડેશનના લોન્ચ ઇવેન્ટની છે. તેમણે ચાહકોને અટકળો ન લગાવવા વિનંતી કરી.
રાશિદ ખાને ખોલ્યો  મિસ્ટ્રી ગર્લ નો રાજ  તે કોઈ નહીં  મારી બીજી બેગમ છે
Advertisement
  • રાશિદ ખાને બીજી પત્ની વિશે અફવાઓનો અંત આણ્યો (Rashid Khan mystery Girl)
  • ક્રિકેટર રાશિદ ખાનની 'મિસ્ટ્રી ગર્લ' સાથેની તસવીર વાયરલ થઈ હતી
  • "અમારી પાસે છુપાવવા જેવું કંઈ નથી, તે મારી પત્ની છે."
  • વાયરલ તસવીર લગ્નની નહીં, પણ ચેરિટી ફાઉન્ડેશનના લોન્ચની છે

Rashid Khan mystery Girl : અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાનની એક મહિલા સાથેની તસવીરને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. તસવીરમાં દેખાતી મહિલાને લઈને એવી વાતો વહેતી થઈ હતી કે, રાશિદ ખાને ગુપ્ત રીતે બીજી લગ્ન કરી લીધા છે. કેટલાક દાવા એવા પણ હતા કે તસવીરમાં દેખાતી 'મિસ્ટ્રી ગર્લ' જ તેમની બીજી પત્ની છે અને આ તસવીર બંનેના નિકાહ (Nikah) સમયની છે. હવે ખુદ રાશિદ ખાને આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે.

સત્ય એ છે કે તસવીરમાં દેખાતી મહિલા ખરેખર તેમની પત્ની છે અને આ તેમના બીજા લગ્ન છે. જોકે, વાયરલ થયેલી તસવીર તેમના નિકાહ સમારોહની નથી, પરંતુ રાશિદ ખાન ચેરિટી ફાઉન્ડેશનના લોન્ચિંગ સમયની છે. રાશિદ ખાને થોડા મહિના પહેલા જ બીજા લગ્ન કર્યા છે.

Advertisement

આ તસવીર ક્યારની છે? – Rashid Khan Marriage Photo

જે તસવીરના આધારે 'મિસ્ટ્રી ગર્લ' અને રાશિદ ખાનના બીજા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું હતું, તે તસવીર થોડા અઠવાડિયા પહેલા નેધરલેન્ડ્સમાં રાશિદ ખાન ચેરિટી ફાઉન્ડેશન (Rashid Khan Charity Foundation)ના લોન્ચિંગ સમયે લેવામાં આવી હતી. આ કાર્યક્રમ ક્રિકેટર દ્વારા અફઘાન સમુદાય માટે શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સ્વચ્છ પાણી માટે કરવામાં આવી રહેલા કાર્યોના પ્રચાર માટે યોજવામાં આવ્યો હતો, ન કે કોઈ નિકાહ સમારોહ માટે. કાર્યક્રમમાં રાશિદ ખાન તેમની બીજી પત્ની સાથે સામેલ થયા હતા અને બંનેની તસવીરને લઈને સોશિયલ મીડિયા પર લગ્નની અફવાઓ ફેલાઈ ગઈ હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Rashid Khan (@rashid.khan19)

રાશિદ ખાને શું કહ્યું? – Rashid Khan Second Wife

સોશિયલ મીડિયા પર તે તસવીરને લઈને થઈ રહેલા વિવિધ દાવાઓ વચ્ચે રાશિદ ખાને ઇન્સ્ટાગ્રામ પર આખું સત્ય જણાવ્યું છે.

ખાન લખ્યું, "2 ઓગસ્ટ, 2025ના રોજ મેં મારા જીવનના એક નવા અને સાર્થક અધ્યાયની શરૂઆત કરી. મેં નિકાહ કર્યા અને એક એવી મહિલા સાથે લગ્ન કર્યા જે પ્રેમ, શાંતિ અને ભાગીદારીનું મૂર્ત સ્વરૂપ છે, જેની મને હંમેશાથી ઇચ્છા હતી."

રાશિદ ખાને આગળ લખ્યું, "તાજેતરમાં જ હું મારી પત્નીને એક ચેરિટી ઇવેન્ટમાં લઈ ગયો હતો અને આટલી સીધી વાત પર અટકળો લગાવવામાં આવી તે જોઈને ખૂબ દુઃખ થયું. સત્ય ખૂબ જ સરળ છે, તે મારી પત્ની છે અને અમે સાથે છીએ, અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી."

ગયા વર્ષે પિતરાઈ બહેન સાથે કર્યા હતા પ્રથમ લગ્ન – Rashid Khan First Wife

આ પહેલા, ઓક્ટોબર 2024માં રાશિદ ખાને પોતાના પિતરાઈ બહેન (કઝિન) સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. તે જ દિવસે તેમના અન્ય ત્રણ ભાઈઓ આમીર ખલીલ, ઝકીઉલ્લાહ અને રઝા ખાને પણ લગ્ન કર્યા હતા. આ સમારોહ કાબુલની ઇમ્પિરિયલ કોન્ટિનેન્ટલ હોટલમાં યોજાયો હતો.

આ પણ વાંચો : અક્ષર પટેલનો સણસણતો સવાલ: "અંગ્રેજી નથી બોલતા, એટલે શું કપ્તાની ન કરી શકીએ?"

Tags :
Advertisement

.

×