ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rashmika Mandanna : Pan India Star

લાગલગાટ ત્રણ ફિલ્મમાં 500 કરોડથી વધુ કલેક્શન મેળવનારી
12:34 PM Mar 27, 2025 IST | Kanu Jani
લાગલગાટ ત્રણ ફિલ્મમાં 500 કરોડથી વધુ કલેક્શન મેળવનારી

Rashmika Mandanna: પેન ઈન્ડિયા સ્ટાર... ચાર વર્ષ પહેલાં ભોજિયો ભાઈ પણ નહોતો ઓળખતો, પણ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભલભલા ભોજરાજા એની સાથે કામ કરવા ઉત્સુક છે.

રશ્મિકા મંદાના… પાંચ વર્ષ પહેલાં ઉત્તર કે દક્ષિણમાં ભાગ્યે જ કોઈ જાણતું-ઓળખતું નહોતું. આ અભિનેત્રીને. 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પા’: ધ રાઈઝ’ના શ્રીવલ્લીના પાત્રથી અને ફિલ્મના અફાટ લોકપ્રિયતાને વરેલા ગીતની ‘તેરી ઝલક અશરફી’ જેવી પંક્તિથી 29 વર્ષની રશ્મિકા મંદાના 2025 સુધીમાં તો ‘પેન ઈન્ડિયા સ્ટાર’ (ભારતભરમાં ડંકા વાગવા) બની ગઈ છે.

બૉક્સ ઑફિસ કલેક્શનનો આંકડો કલાકારની સફળતાનો મહત્ત્વનો માપદંડ

Rashmika Mandanna ની ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શનનો આંકડો કલાકારની સફળતાનો મહત્ત્વનો માપદંડ ગણાય છે એવા માહોલમાં રશ્મિકાની છેલ્લી ત્રણ ફિલ્મ અસાધારણ આર્થિક સફળતાને વરી છે. રણબીર કપૂર સાથેની ‘એનિમલ’, અલ્લુ અર્જુન સાથેની ‘પુષ્પા-2: ધ રૂલ’ અને વિકી કૌશલ સાથેની ‘છાવા’ 500 કરોડના કલેક્શનને વટાવી ગઈ છે. લાગલગાટ ત્રણ ફિલ્મમાં 500 કરોડથી વધુ કલેક્શન મેળવનારી રશ્મિકા મંદાના પ્રથમ અભિનેત્રી સાબિત થઈ છે. સફળતાની આ હેટ ટ્રિક સાથે રશ્મિકાએ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ સાથે પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

રશ્મિકાનું પાત્ર સરખામણીમાં નાનું પણ દમદાર 

ફૂટડી-નજાકતભરી દક્ષિણની આ સ્વપ્નસુંદરી Rashmika Mandanna અભિનયમાં પણ એટલી પારંગત છે કે સાઉથ ઉપરાંત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અવ્વલ નંબરના ફિલ્મ મેકર્સ સુદ્ધાં આ શ્રીવલ્લી સાથે કામ કરવા ઉત્સુકતા દેખાડી રહ્યા છે. જબરદસ્ત સફળતાને વરેલી રશ્મિકાની ત્રણ ફિલ્મ વિશે એવી દલીલ કરવામાં આવી છે કે આ ત્રણેય ફિલ્મમાં એનું પાત્ર હીરોની સરખામણીએ ઓછું દમદાર હતું. ‘એનિમલ’માં રણબીર કપૂર, ‘પુષ્પા-2: ધ રૂલ’માં અલ્લુ અર્જુન અને ‘છાવા’માં વિકી કૌશલની સ્ટાર વેલ્યુ અને એમનાં પાત્ર વધુ વજનદાર હતાં. દલીલમાં વજૂદ છે, પણ એવું તો દીપિકાની ‘પઠાન’ અને ‘જવાન’ વિશે પણ કહી શકાય.

500 કરોડની ત્રણેય ફિલ્મમાં રશ્મિકા-Rashmika Mandanna નું પાત્ર સરખામણીમાં નાનું હોવા છતાં શોભાના ગાંઠિયા જેવું નથી. ‘એનિમલ’માં રણબીર સાથે એક સિક્વન્સમાં, ‘પુષ્પા-2: ધ રૂલ’માં અલ્લુ અર્જુન સાથે નાનકડા રોલમાંય એ પોતાનો આગવો ઠસો ઊમટાવી શકી છે. જોકે, વિકી કૌશલ સાથેની ‘છાવા’માં મહારાણી યેશુબાઈની ભૂમિકામાં નવવારી સાડીમાં રશ્મિકાના એક્ટિંગ અને એક્સપ્રેશન્સની વાહ વાહ થઈ છે, પણ ડાયલોગ ડિલિવરીમાં સાઉથની છાંટ ધરાવતાં એનાં હિન્દી ઉચ્ચારણ વિશે મોં મચકોડવામાં આવ્યું છે.

નાનો પણ રાઈનો દાણો

આ દોષની અભિનેત્રી Rashmika Mandanna એ જરૂર નોંધ લીધી હશે અને દિલીપ કુમારે ઉર્દૂ ઉચ્ચારણની ટીકા કર્યા બાદ લતાજીએ ઉર્દૂ શીખવા કેવી કમર કસી હતી એ પ્રકારની કોશિશ રશ્મિકાએ શરૂ કરી દીધી હશે એ સંભાવના અસ્થાને નથી.અત્યારે ટોપ ગિયરમાં આવી ગયેલી કારકિર્દીની ગતિ રશ્મિકા કેવી રીતે સંભાળે છે એ જાણવું રસપ્રદ રહેશે. નજીકના ભવિષ્યમાં એ. આર. મુરુગાદોસની હિન્દી ફિલ્મ ‘સિકંદર’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સલમાનનો ડબલ રોલ છે એટલે રશ્મિકાના હિસ્સામાં શું અને કેટલું આવશે એની અટકળ કરવી અઘરી નથી. આમ છતાં, ‘નાનો પણ રાઈનો દાણો’ સાબિત થવાની ક્ષમતા રશ્મિકા પાસે છે

આ પણ વાંચો : Yogi Adityanathની બાયોપિક 'અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

Tags :
rashmika mandanna
Next Article