Rashmika Mandanna એ તેનાથી 16 વર્ષ નાની બહેનના જન્મદિવસને બનાવ્યો યાદગાર...
- પોતાનાથી 16 વર્ષ નાની બહેન શિમનના જન્મદિવસને Rashmika Mandanna એ યાદગાર બનાવી દીધો
- બહુ સોબર લૂકમાં રશ્મિકાએ પોતાની લાડકી બહેન સાથેની ઈમેજિસ શેર કરી
- Rashmika Mandanna એ પોસ્ટમાં લખેલ કેપ્શન પણ બહુ ઈમોશનલ છે
Rashmika Mandanna : પોતાનાથી 16 વર્ષ નાની બહેન શિમન (Shimon Mandanna) ના જન્મદિવસને રશ્મિકા મંદાનાએ યાદગાર બનાવી દીધો છે. રશ્મિકાએ બહુ સાદાઈ પૂર્વક ઉજવેલો આ જન્મદિવસ પણ વાયરલ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે તેને પોતાની નાની બહેન પર વરસાવેલ વ્હાલ અને પોતે ધારણ કરેલ સાદો અને સોબર લુક. Rashmika એ તેની નાની બહેન શિમનના જન્મદિવસ પર Instagram પર એક સુંદર પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી છે. Rashmika એ કેપ્શનમાં લખ્યું છે કે, તેની બહેનની યોગ્ય ઉંમર થતી રહેશે તેમ તેણી નાની બહેનને બધુ જ આપશે.
પેન ઈન્ડિયા સ્ટાર
છેલ્લા કેટલાક વર્ષોમાં Rashmika Mandanna માત્ર સાઉથ ઈન્ડિયા જ નહિ પરંતુ પેન ઈન્ડિયા સ્ટાર બની ગઈ છે. પુષ્પા પછી એનિમલ, છાવા, સિકંદર સુધીની રશ્મિકાની સફર બહુ સફળ નીવડી છે. આ સફળ અભિનેત્રી Social Media પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હવે રશ્મિકાએ Instagram પર તેની નાની બહેન શિમન (Shimon Mandanna) માટે એક સુંદર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટની ઈમેજિસ અને કેપ્શન બંને સુંદર છે. ફેન્સે ઈમેજિસ અને કેપ્શન બંને પસંદ કર્યા છે.
આ પણ વાંચોઃ Satyajit Ray : ભારતના એકમાત્ર ઓસ્કર વિનર ફિલ્મ ડાયરેક્ટર સત્યજીત રેની આજે જન્મજયંતિ
ક્યુટ ઈમેજિસ
Rashmika Mandanna એ પોતાનાથી 16 વર્ષ નાની બહેન શિમનના જન્મદિવસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં રશ્મિકાએ બહુ ક્યુટ ઈમેજિસનો ઉપયોગ કર્યો છે. જેમાં રશ્મિકાની નાની બહેન તેના પાલતુ ડોગી સાથે સુઈ ગઈ છે. આ ઈમેજમાં રશ્મિકાની બહેન બહુ માસૂમ દેખાઈ રહી છે. અન્ય એક ઈમેજમાં રશ્મિકાએ પોતાની બહેન સાથેની ઈમેજનો ઉપયોગ કર્યો છે. જેમાં Rashmika Mandanna નો બહુ સોબર લૂક છે તેટલું જ નહિ પરંતુ રશ્મિકા અને તેની બહેનની આ ઈમેજ બે બહેનોની ઈમેજ કરતા માતા અને દીકરી સાથે હોય તેવી વધુ લાગી રહી છે. આ ઈમેજમાં રશ્મિકાએ વિધાઉટ મેકઅપ અને સીમ્પલ વ્હાઈટ ડ્રેસમાં પોતાનો સોબર લૂક રજૂ કર્યો છે. રશ્મિકાનો આ લૂક ફેન્સનું દિલ જીતી રહ્યો છે.
View this post on Instagram
ઈમોશનલ કેપ્શન
માત્ર સાઉથ ઈન્ડિયા જ નહિ પરંતુ પેન ઈન્ડિયા સ્ટાર બનેલ Rashmika Mandanna એ પોતાની નાની બહેનના બર્થ ડે પર ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે. જેની ઈમેજિસ ઉપરાંત કેપ્શનને પણ બહુ પસંદ કરવામાં આવી રહ્યું છે. Rashmika એ કેપ્શનમાં લખ્યું છે કે, આજે મારી નાની બહેનનો જન્મદિવસ છે અને તે ઝડપથી મોટી થઈ રહી છે. મારી પ્રિય દીકરી, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! હું તને ખૂબ પ્રેમ કરું છું મારી લાડકી ! રશ્મિકાને પોતાની નાની લાડકી બહેનને બધુ આપવું છે પરંતુ તેની યોગ્ય ઉંમરે.
આ પણ વાંચોઃ SRK in MCU : શું શાહરુખ MCU ફિલ્મમાં દેખાશે ? વાંચો વિવિધ ફેન્સ થીયરીઝ...