Rashmika Vijay Sangeet Photos : વિજય અને રશ્મિકાની સંગીત નાઈટની રોમેન્ટિક ક્ષણો જોઈ ફેન્સ ઘેલા થયા
- રશ્મિકા-વિજયની સંગીત નાઈટની તસવીરોએ ઈન્ટરનેટ હલાવ્યું!
- વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના સંગીતની તસવીરો થઈ વાયરલ
- બંને કલાકારો વચ્ચે જોવા મળી અદભૂત અને રોમેન્ટિક કેમેસ્ટ્રી
- સાસુની વાત સાંભળીને સ્ટેજ પર જ રશ્મિકા મંદાના થઈ ગઈ ભાવુક
- શેર કર્યાના માત્ર 1 કલાકમાં જ તસવીરો પર મળ્યા 2 મિલિયન લાઈક્સ
Rashmika Vijay Sangeet Photos : સાઉથ સિનેમા (South Cinema) થી લઈને બોલિવૂડ (Bollywood) સુધી પોતાની એક્ટિંગનો ડંકો વગાડનાર પાવર કપલ વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આ જોડીના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી લીધા હતા, પરંતુ હવે તેમના સંગીત સેરેમનીની તસવીરોએ ઇન્ટરનેટ પર તોફાન લાવી દીધું છે.
Rashmika Vijay Sangeet Photos : સંગીત નાઈટની રોમેન્ટિક કેમેસ્ટ્રી
તાજેતરમાં જ વિજય દેવરકોંડાએ પોતાની સંગીત નાઈટ (Sangeet Night) ની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં વિજય અને રશ્મિકા એટલે કે ViRosh એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. કેટલીક તસવીરોમાં બંને રોમેન્ટિક ડાન્સ (Romantic Dance) કરી રહ્યા છે, તો કેટલીક તસવીરોમાં તેમની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ તેમની પરફોર્મન્સના વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં રશ્મિકાની સુંદરતા અને વિજયનો અંદાજ અનોખો દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
Rashmika Vijay Sangeet Photos : ભાવુક ક્ષણો અને સાસુનો પ્રેમ
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં એક ક્ષણ એવી પણ છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ફોટામાં જોઈ શકાય છે કે રશ્મિકાની સાસુ તેના માટે કંઈક કહી રહ્યા છે, અને તે સાંભળીને રશ્મિકા મંદાના સ્ટેજ પર જ ભાવુક (Emotional) થઈ જાય છે. સાસુ અને વહુ વચ્ચેનો આ પ્રેમ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઈમોશનલ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર લાઈક્સનો રેકોર્ડ
આ તસવીરો કેટલી લોકપ્રિય છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે શેર કર્યાના માત્ર ૧ જ કલાકમાં ૨ મિલિયન (2 Million Likes) થી વધુ લોકોએ તેને લાઈક કરી છે. આ જોડીના લગ્ન અને સંગીતની તસવીરો અત્યાર સુધીની સૌથી વધુ લાઈક કરવામાં આવેલી સેલિબ્રિટી તસવીરો બની ગઈ છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં "નજર ના લાગે" અને "એકબીજા માટે બનેલી જોડી" કહીને આશીર્વાદ આપી રહ્યા છે.
ટ્રેડિશનલ લુક અને જ્વેલરી
લગ્ન અને સંગીતના ફંક્શનમાં બંનેએ જૂના અંદાજને ફરીથી ટ્રેન્ડમાં લાવી દીધો છે. ગોલ્ડ જ્વેલરી (Gold Jewelry) અને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં રશ્મિકાએ એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. રેડ આઉટફિટમાં રશ્મિકા ખૂબ જ સુંદર દેખાતી હતી, જેની પ્રશંસા બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ખામેનીના નિધન પર ફરહાના ભટ્ટ ભાવુક થતા હિના ખાનના પતિ રોકી જયસ્વાલ ભડક્યા, જાણો શું કહ્યું....


