Rashmika Vijay Jewellery Cost: લગ્નની તસવીરો જોઈ ઇન્ટરનેટ હચમચ્યું, જાણો આ 'રોયલ' જ્વેલરી બનાવતા કેટલો સમય લાગ્યો
- Rashmika Vijay Jewellery Cost : 7 કરોડનું સોનું, શાહી ઠાઠ જોઈ ઇન્ટરનેટ હચમચ્યું!
- તેલુગુ પરંપરા મુજબ સાદગી અને આધ્યાત્મિક રીતે કપલે કર્યા લગ્ન
- રશ્મિકાએ પહેરી 5 કરોડની કિંમતી 11 પીસની સ્પેશિયલ ટેમ્પલ જ્વેલરી
- બંનેના શણગારમાં કુલ 3 કિલો સોનાનો ઉપયોગ, 10 મહિનામાં થયા તૈયાર
- હૈદરાબાદના શ્રી જ્વેલર્સ દ્વારા ખાસ નકશી કામથી બન્યા કિંમતી દાગીના
Rashmika Vijay Jewellery Cost : ભારતીય સિનેમાનું સૌથી લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વડાપ્રધાનથી લઈને બોલિવૂડના દિગ્ગજ સિતારાઓએ આ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી છે. રશ્મિકા અને વિજયે કોઈ પણ પશ્ચિમી દેખાદેખી કે મોર્ડન રીત-રિવાજોને બદલે શુદ્ધ દક્ષિણ ભારતીય તેલુગુ પરંપરા (Telugu Tradition) મુજબ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો આ આધ્યાત્મિક અને સંસ્કૃતિ સાથે જોડાયેલો લુક જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
View this post on Instagram
7 કરોડની ગોલ્ડ જ્વેલરી
આ લગ્નમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બંનેએ ધારણ કરેલા સોનાના દાગીના રહ્યા હતા. રશ્મિકાએ દુલ્હન બનીને 11 પીસની ભવ્ય 'ટેમ્પલ જ્વેલરી' (Temple Jewellery) પહેરી હતી. જેમાં ચોકર, લાંબો હારમ, ઝુમકા, જડા બિલ્લા, માથાપટ્ટી, નથણી, હાથફૂલ, બાજુબંધ, કમરપટ્ટો અને પાયલ સામેલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાની જ્વેલરીની કિંમત ૫ કરોડ રૂપિયાથી વધુ છે. બીજી તરફ, વિજયે પણ શાહી અંદાજમાં સોનાના સ્ટડ્સ, કાંડાના કફ અને સોનાના હાર પહેર્યા હતા, જેની કિંમત આશરે 2 થી 3 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. બંનેના શણગારમાં કુલ ૩ કિલો સોનાનો ઉપયોગ થયો છે.
10 મહિનાની કારીગરી
આ કિંમતી ઘરેણાં હૈદરાબાદના વિખ્યાત 'શ્રી જ્વેલર્સ' (SHREE Jewellers) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ દાગીના કોઈ મશીનથી નહીં પરંતુ કુશળ કારીગરો દ્વારા હાથેથી બનાવવામાં આવ્યા છે, જેને તૈયાર કરવામાં ૧૦ મહિનાનો લાંબો સમય લાગ્યો હતો. દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં હીરા કરતાં સોનાને વધુ પવિત્ર માનવામાં આવે છે, તેથી જ આ કપલે માત્ર સોનાની પસંદગી કરી હતી. ઇન્ટરનેટ પર આ જોડીને 'ગોલ્ડ કપલ' તરીકે ઓળખવામાં આવી રહી છે. રશ્મિકા અને વિજયે સાબિત કર્યું છે કે ભારતીય પરંપરાઓ કેટલી ભવ્ય અને રોયલ હોઈ શકે છે.
આ પણ વાંચો : Thalapathy Vijay ના સંસારમાં ભૂકંપ! પત્ની સંગીતાએ ફેમિલી કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી, જાણો શું છે ગંભીર આરોપો?


