Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rashmika-Vijay wedding: નવા વર્ષમાં ઘરસંસાર માંડશે રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડા , નક્કી થઈ ગઈ લગ્નની તારીખ

લાખો હૃદયમાં રાજ કરતી અભિનેત્રી રશ્મિકા મંદાના લગ્ન કરવા જઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં અભિનેતા વિજય દેવરકોંડા સાથે પ્રભુતામાં પગલા માંડશે. રશ્મિકા અને વિજયના લગ્નની તારીખ અને સ્થળ નક્કી કરી દેવામાં આવ્યા છે. ક્યારે અને ક્યાં છે લગ્ન તે જાણવા માટે વાંચો આર્ટીકલ.
rashmika vijay wedding  નવા વર્ષમાં ઘરસંસાર માંડશે રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા   નક્કી થઈ ગઈ લગ્નની તારીખ
Advertisement
  • Rashmika-Vijay wedding: રશ્મિકા-વિજય કરશે લગ્ન
  • નવા વર્ષના પ્રારંભે લગ્નજીવનની કરશે શરૂઆત
  • લગ્ન તારીખ અને લગ્ન સ્થળ થઈ ગયા નક્કી

Rashmika-Vijay wedding: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહી છે. અહેવાલો અનુસાર, તેમણે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. હવે એવી માહિતી મળી રહી છે કે, આ ક્યૂટ કપલ (Cute couple) નવા વર્ષના પ્રારંભમાં જ લગ્ન કરવા જઈ રહ્યું છે. જેના માટે પરિવારે લગ્નની તારીખ અને સ્થળ નક્કી કરી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ફેબ્રુઆરી (February) માં લગ્ન કરશે. તેમણે ખાસ દિવસ માટે ઉદયપુર (Udaipur) માં એક ઐતિહાસિક સ્થળ પસંદ કર્યું છે.

Rashmika-Vijay wedding 01_GUJARAT_FIRST

Advertisement

દક્ષિણ ફિલ્મ (South film) ના સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. ઓક્ટોબર (October) માં પરિવારની હાજરીમાં ગુપ્ત રીતે સગાઈ કર્યા પછી આ કપલ હવે 2026 માં લગ્ન કરવા જઈ રહ્યું છે. લગ્નની તારીખ અને સ્થળ જાહેર કરી દેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો---Gig workers strike : સ્વિગી-ઝોમેટો ડિલિવરી બોય 31 ડિસેમ્બરે હડતાળ કરશે, સમગ્ર ભારતમાં ઓનલાઈન ઓર્ડર ડિલિવરી કરવામાં નહીં આવે

Rashmika-Vijay wedding: ક્યારે અને ક્યાં છે લગ્ન?

આગામી ફેબ્રુઆરી મહિનાની 26 તારીખે રશ્મિકા અને વિજય લગ્ન કરશે. લગ્ન વિધિ માટે ઉદયપુરના એક ઐતિહાસિક મહેલની પસંદગી કરવામાં આવી છે. સૂત્રોની માહિતી મુજબ, સગાઈની જેમ લગ્ન પણ ખાનગી રાખવાનું આયોજન છે. જેમાં ફક્ત નજીકના મિત્રો અને પરિજનોને જ આમંત્રણ આપવામાં આવશે.

Rashmika-Vijay wedding 02_GUJARAT_FIRST

ઓક્ટોબરમાં થઈ હતી સગાઈ

રશ્મિકા અને વિજયની સગાઈ દશેરાના એક દિવસ પછી એટલે કે, 3 ઓક્ટોબરે થઈ હતી. હૈદરાબાદમાં ગણતરીના લોકોની ઉપસ્થિતિમાં બંનેએ સગાઈ કરી હતી. રશ્મિકા અને વિજયની સગાઈમાં પણ ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. જોકે, વિજયે "ધ ગર્લફ્રેન્ડ" (The Girlfriend) શોમાં જાહેરમાં રશ્મિકાને આલિંગન આપ્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યું હતું.

Rashmika-Vijay wedding 03_GUJARAT_FIRST

બે ફિલ્મોમાં સાથે કામ કર્યું

રશ્મિકા અને વિજયે વર્ષ 2018 માં "ગીથા ગોવિંદમ" (Geetha Govindam) ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો. ત્યારબાદ તેઓ 2019 માં "ડિયર કોમરેડ" (Dear Comrade) માં સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના સંબંધોની અફવાઓ સામે આવવા લાગી.

આ પણ વાંચો--- Bangladesh: બાંગ્લદેશના પૂર્વ વડાપ્રધાનનું અવસાન, 80 વર્ષની ઉંમરે ખાલિદા ઝિયાએ લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો---Banaskantha: પાલનપુરમાં આદિવાસી યાત્રાને પોલીસે અટકાવી! ધારાસભ્ય સહિત 50 લોકોને પોલીસ ઉઠાવી ગઈ, શું છે સમગ્ર મામલો?

Tags :
Advertisement

.

×