Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Darshan Raval : જાણીતા સિંગર દર્શન રાવલનું નવું સોંગ ‘સાથિયા’ રિલીઝ પહેલાં જ હિટ, લાઇવ પરફોર્મન્સે જીત્યાં દિલ!

ઓફિશિયલ રિલીઝ પહેલાં જ જાણીતા સિંગર દર્શન રાવલનું (Darshan Raval) આવનારું ગીત ‘સાથિયા’ ચાહકોના દિલને સ્પર્શી ગયું છે. તાજેતરમાં ગાયક એ આ ગીતને સ્ટેજ પર લાઇવ પરફોર્મ કર્યું, જેથી 25 ફેબ્રુઆરીએ થનારી રિલીઝ પહેલાં જ દર્શકોને તેની ખાસ ઝલક મળી ગઈ. પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં દર્શન રાવલે લખ્યું, “સાથિયા એ ગઈકાલે રાતે સ્ટેજ પર પોતાની સફર શરૂ કરી…અવિસ્મરણીય.
darshan raval   જાણીતા સિંગર દર્શન રાવલનું નવું સોંગ ‘સાથિયા’ રિલીઝ પહેલાં જ હિટ  લાઇવ પરફોર્મન્સે જીત્યાં દિલ
Advertisement
  1. જાણીતા સિંગર દર્શન રાવલનું નવું સોંગ ‘સાથિયા’ હિટ
  2. રિલિઝ પહેલા જ નવું સોંગ ‘સાથિયા’ ચાહકોમાં હોટ ફેવરિટ બન્યું
  3. લાઇવ પરફોર્મન્સમાં દર્શન રાવલે નવું સોંગ ગાતા જ ચાહકોનો મળ્યો સારો પ્રતિસાદ

ઓફિશિયલ રિલીઝ પહેલાં જ જાણીતા સિંગર દર્શન રાવલનું (Darshan Raval) આવનારું ગીત ‘સાથિયા’ ચાહકોના દિલને સ્પર્શી ગયું છે. તાજેતરમાં ગાયક એ આ ગીતને સ્ટેજ પર લાઇવ પરફોર્મ કર્યું, જેથી 25 ફેબ્રુઆરીએ થનારી રિલીઝ પહેલાં જ દર્શકોને તેની ખાસ ઝલક મળી ગઈ. પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં દર્શન રાવલે લખ્યું, “સાથિયા એ ગઈકાલે રાતે સ્ટેજ પર પોતાની સફર શરૂ કરી…અવિસ્મરણીય. હજી પણ એ લાગણીમાંથી બહાર આવી શક્યો નથી... સાથિયા, 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહ્યું છે.”

આ પણ વાંચો - Sidharth Malhotra father death : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને મોટો આઘાત, પિતાનું થયું નિધન!

Advertisement

Advertisement

Darshan Raval ના નવા સોંગને ચાહકોએ બિરદાવ્યું, દિલ ખોલીને પ્રેમ વરસાવ્યો

આ પછી ચાહકોએ કમેન્ટ સેકશનમાં દિલ ખોલીને પ્રેમ વરસાવ્યો. એક યુઝરે લખ્યું, “ગઈકાલે રાત કોઈ સપના કરતાં ઓછી નહોતી,” જ્યારે બીજા એ કે કહ્યું, “આખરે રાહ પૂરી થઈ ગઈ.” અનેક ચાહકોએ તેને “ખૂબ સુંદર ગીત” ગણાવ્યું, જેના પરથી સ્પષ્ટ થાય છે કે રિલીઝને લઈને ઉત્સાહ શિખરે છે. પોતાના ચાર્ટબસ્ટર રોમેન્ટિક ગીતો માટે જાણીતા દર્શન રાવલ દરેક નવા ટ્રેક સાથે ચાહકોના દિલ જીતતા આવ્યા છે, અને ‘સાથિયા’ પણ તેમની લવ બેલેડ્સની યાદીમાં એક યાદગાર ઉમેરો સાબિત થવાનું છે.

આ પણ વાંચો - Pravina Deshpande Passes Away: મરાઠી અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું 60 વર્ષની વયે નિધન

Tags :
Advertisement

.

×