Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બોલિવૂડ એક્ટ્રેસ Rhea Chakraborty નો મોટો નિર્ણય! Social Medi પર ઈમોશનલ પોસ્ટ શેર કરીને લીધો Break

ગ્લેમર વર્લ્ડની ચકચકાટ વચ્ચે અવારનવાર સેલેબ્સ સોશિયલ મીડિયાથી દૂરી બનાવતા જોવા મળે છે. બોલિવૂડની એક ફેમસ એક્ટ્રેસે પણ અચાનક ઇન્ટરનેટની દુનિયાને અલવિદા કહીને સૌને ચોંકાવી દીધા છે. પોતાની અંગત જિંદગીના સૌથી મુશ્કેલી ભર્યા તબક્કામાંથી બહાર આવ્યા બાદ, આ સુંદરીએ લીધેલા આકરા પગલાંથી મનોરંજન જગતમાં ભારે ચર્ચા જાગી છે.
બોલિવૂડ એક્ટ્રેસ rhea chakraborty નો મોટો નિર્ણય  social medi પર ઈમોશનલ પોસ્ટ શેર કરીને લીધો break
Advertisement
  • Rhea Chakraborty એ લીધો Social Media માંથી Break
  • રિયાએ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી અચાનક મોટો બ્રેક લેવાની જાહેરાત કરી
  • ઇન્સ્ટાગ્રામ પર લાંબી ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાના મનની સ્થિતિ વ્યક્ત કરી

Rhea Chakraborty Social Media Break: અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ (Emotional Note) શેર કરીને થોડા સમય માટે ડિજિટલ દુનિયાથી દૂર જવાની વાત કહી છે. રિયાના મતે ઓનલાઇન સ્પેસમાં સતત ચાલતો ઘોંઘાટ (Constant Noise) અને સ્ક્ર્રોલિંગ હવે અપેક્ષા કરતાં વધુ ભારે લાગી રહ્યું છે. આ સતત બદલાતી ઓનલાઇન લાઈફના કારણે તે પોતાની અસલી ઓળખ ગુમાવી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

Rhea Chakraborty Social Media Break_GUJARAT 01

Advertisement

પોસ્ટમાં છલકાયું દર્દ (Actress Shares Heartfelt Note)

રિયાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, તે કેમેરામાં પળોને કેદ કરવાને બદલે વાસ્તવિક જિંદગી (Real Life) જીવવા માગે છે. તે શાંતિ અનુભવવા અને પોતાની જાત સાથે ફરીથી કનેક્ટ (Reconnect) થવા માટે ઉત્સુક છે. સોશિયલ મીડિયા પર માત્ર ફોટો કે વીડિયો પોસ્ટ કરવા કરતાં તે વાસ્તવિક પળોને માણવાનું પસંદ કરશે. આ કારણોસર તે થોડા સમય માટે સોશિયલ મીડિયાથી એક ડગલું પાછળ (Step Back) જઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો---- Punjabi Singer ઇન્દર કૌરની હત્યા, નહેરમાંથી મૃતદેહ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી

ભૂતકાળના વિવાદો (Past Controversies and Mental Stress)

વર્ષ 2020 માં દિવંગત એક્ટર્સ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના અવસાન બાદ રિયા ચક્રવર્તી ભારે કાયદાકીય મુશ્કેલીઓ અને મીડિયા સ્ક્રુટિની (Media Scrutiny) નો ભોગ બની હતી. આ કેસના કારણે તેને 28 દિવસ જેલમાં પણ વિતાવવા પડ્યા હતા. વર્ષ 2025 માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ (CBI) ના ક્લોઝર રિપોર્ટમાં તેને તમામ આરોપોમાંથી મુક્તિ મળી હતી. આ ગંભીર સમય બાદ તેણે પોતાના પોડકાસ્ટ ચેપ્ટર 2 (Chapter 2) માં પણ આ માનસિક સંઘર્ષ વિશે ખુલીને વાત કરી હતી.

Rhea Chakraborty Social Media Break_GUJARAT 0

એક્ટિંગની દુનિયામાં ધમાકેદાર કમબેક (Grand Acting Comeback with Web Series)

આ લાંબા બ્રેક છતાં રિયા ચક્રવર્તીના પ્રોફેશનલ ફ્રન્ટ (Professional Front) ની વાત કરીએ તો તે ખૂબ જ જલ્દી નેટફ્લિક્સ (Netflix) ની નવી ડ્રામા સીરીઝ ફેમિલી બિઝનેસ (Family Business) માં જોવા મળવાની છે. જાણીતા ડાયરેક્ટર હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલા આ શોમાં અનિલ કપૂર અને વિજય વર્મા જેવા દિગ્ગજ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. રિયા લગભગ 7 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પોતાનું નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો---- Bharti Singh Divorce Rumors : શું ખરેખર અલગ થઈ રહ્યું છે ટીવીનું ફેવરિટ કપલ? જાણો ભારતી-હર્ષના સંબંધોનું અસલી સત્ય

 

Tags :
Advertisement

.

×