ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Richa Chadha Baby Girl :મિર્ઝાપુર'ના 'ગુડ્ડુ-ભૈયા' બન્યા પિતા, અભિનેત્રીએ બાળકીને જન્મ આપ્યો

Richa Chadha Baby Girl : રિચા ચઢ્ઢા (RICHA CHADHA)અને અલી ફઝલ(ALI FAZAL)ના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. બોલિવુડ (BOLLYWOOD) ના આ કપલને એક પુત્રીનો જન્મ થયો છે. એક્ટર અલી ફઝલ અને તેની પત્ની રિચા ચઢ્ઢાએ તેમના ફેન્સ સાથે આ...
04:54 PM Jul 18, 2024 IST | Hiren Dave
Richa Chadha Baby Girl : રિચા ચઢ્ઢા (RICHA CHADHA)અને અલી ફઝલ(ALI FAZAL)ના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. બોલિવુડ (BOLLYWOOD) ના આ કપલને એક પુત્રીનો જન્મ થયો છે. એક્ટર અલી ફઝલ અને તેની પત્ની રિચા ચઢ્ઢાએ તેમના ફેન્સ સાથે આ...
Richa Chadha Baby Girl

Richa Chadha Baby Girl : રિચા ચઢ્ઢા (RICHA CHADHA)અને અલી ફઝલ(ALI FAZAL)ના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. બોલિવુડ (BOLLYWOOD) ના આ કપલને એક પુત્રીનો જન્મ થયો છે. એક્ટર અલી ફઝલ અને તેની પત્ની રિચા ચઢ્ઢાએ તેમના ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા છે. આ સમાચાર સાંભળીને તેના ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રિચા ચઢ્ઢાએ મંગળવારે પુત્રીને (Richa Chadha Baby Girl)જન્મ આપ્યો હતો. હાલમાં જ રિચા ચઢ્ઢાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના મેટરનિટી શૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રિચાનો પતિ અલી ફઝલ પણ તેની સાથે જોવા મળ્યો હતો.

 

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ શેર કરી માહિતી

તેમની ખુશી વ્યક્ત કરતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારા ઘરે 16મી જુલાઈ 2024ના રોજ એક બાળકીનો જન્મ થયો છે. તેમને કહ્યું કે અમારો પરિવાર તેના આગમનથી ઘણો ખુશ છે. રિચા અને અલીએ તેમના પ્રેમ અને પ્રાર્થના માટે તેમના શુભેચ્છકોનો પણ આભાર માન્યો છે.

પોસ્ટ પર કોમેન્ટ સેક્શન કર્યું બંધ

તમને જણાવી દઈએ કે, રિચા ચઢ્ઢાએ તેના મેટરનિટી શૂટની ચાર તસવીરો પોસ્ટ કરી હતી. પહેલી તસવીરમાં રિચાનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો. તે બેબી બમ્પ પર રિચા અને અલીનો હાથ હતો. જ્યારે બીજી તસવીરમાં બેબી બમ્પ સાથે રિચા ચઢ્ઢાનો ચહેરો પણ જોવા મળી રહ્યો હતો. ત્રીજી તસવીરમાં અલી ફઝલ અને રિચા બંને જોવા મળ્યા હતા. જ્યારે ચોથી અને છેલ્લી તસવીરમાં રિચા એકલી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. રિચા ચઢ્ઢાએ આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતું. તેને કહ્યું કે કોમન્ટ બંધ છે કારણ કે આ તેને પોસ્ટ કરેલી સૌથી પ્રાઈવેટ વસ્તુ છે. અલી ફઝલના કામની વાત કરીએ તો તાજેતરમાં અલી ફઝલની વેબ સિરીઝ મિર્ઝાપુરની સિઝન 3 રિલીઝ થઈ છે. આ સિઝનમાં ગુડ્ડુ ભૈયાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. મિર્ઝાપુરને પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો  -Urvashi Rautela ના 25 સેકન્ડના વીડિયોએ મચાવી ધૂમ, જુઓ viral video

આ પણ  વાંચો  -Malaika Arora-લગ્ને લગ્ને કુંવારી

આ પણ  વાંચો  -REEL ની ઘેલછાએ INSTAGRAM ની આ TRAVEL VLOGGER નો લીધો જીવ

Tags :
Ali Fazalali fazal and richa chadhaBollywoodentertainmentEntertainment NewsfukreyRICHA CHADHAricha chadha ali fazalricha chadha babyRicha Chadha Baby Girlricha chadha heeramandivarun sharma
Next Article