'તમે સાડીમાં સારા લાગો છો' કહેવુ એક્ટરને પડ્યુ ભારે, મહિલાએ સ્ક્રિનશોર્ટ્સ વાયરલ કરીને લગાવ્યા ગંભીર આરોપ
- રીજુ બિસ્વાસ વિવાદ: 'સાડી' મેસેજથી મહિલાઓને હેરાનગતિ? (Riju Biswas Allegations)
- રીજુ બિસ્વાસ પર મહિલાઓને અનવોન્ટેડ 'સાડી' મેસેજ મોકલવાનો આરોપ
- મહિલાઓએ મેસેજના સ્ક્રીનશોટ વાયરલ કર્યા
- બિસ્વાસે મેસેજ સ્વીકારી, "પ્રશંસામાં શું ખોટું?" કહ્યું
- એક મોડેલે નોકરીના નામે છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો
- વિવાદ વધતા રીજુ બિસ્વાસે પોલીસમાં ફરિયાદ નોંધાવી
Riju Biswas Allegations : બંગાળી ટેલિવિઝન જગતના જાણીતા અભિનેતા રીજુ બિસ્વાસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અનેક મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. આ મહિલાઓનું કહેવું છે કે અભિનેતાએ તેમને વારંવાર અનિચ્છનીય સંદેશાઓ મોકલ્યા હતા, જેમાં મુખ્યત્વે એવું કમેન્ટ કરતા હતા કે તેઓ સાડીમાં ખૂબ સુંદર લાગે છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલાએ રીજુ બિસ્વાસ તરફથી મળેલા મેસેજના સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર સીધા શેર કર્યા. આ પોસ્ટ બાદ અન્ય ઘણી મહિલાઓએ પણ પોતાના સમાન અનુભવો ઓનલાઈન મૂકવાનું શરૂ કર્યું હતું.
એક્ટરે મેસેજ મોકલવાની વાત સ્વીકારી– Actor Riju Biswas Saree Comment
37 વર્ષીય અભિનેતાએ પોતે આ સંદેશાઓ મોકલ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો નથી. તેમણે એક વીડિયો જાહેર કરીને નિવેદનમાં સ્વીકાર્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે આ મેસેજ મોકલ્યા હતા, પરંતુ તેમનો ઇરાદો ક્યારેય ખોટો નહોતો. રીજુ બિસ્વાસે દલીલ કરી હતી કે, 'મને જૂઠું બોલવું પસંદ નથી. મેં તે સંદેશાઓ મોકલ્યા હતા. પરંતુ કોઈની પ્રશંસા કરવામાં શું વાંધો છે? કોઈ સાડીમાં સારું લાગે છે એવું કહેવું એક સામાન્ય પ્રશંસા છે. હું આ વાત મારી માતાને પણ કહું છું.'
પ્રોફેશનલ ઓફરના નામે હદ વટાવવાનો આક્ષેપ – Alokananda Guha Allegation
એક્ટર-મોડલ આલોકાનંદા ગુહાએ પણ બિસ્વાસ પર આરોપ લગાવ્યો છે કે તેણે વ્યાવસાયિક સંદેશાઓની આડમાં હદ વટાવી હતી. ગુહાએ જણાવ્યું કે બિસ્વાસે પહેલા ફેસબુક પર નોકરીના પ્રસ્તાવ સાથે તેમનો સંપર્ક કર્યો અને એક સરનામું પણ આપ્યું. જ્યારે ગુહા તેમની માતા અને બહેન સાથે તે જગ્યાએ પહોંચ્યા, ત્યારે બિસ્વાસ પોતે અસ્વસ્થ લાગ્યા અને પછીથી તેમને મેસેજ કરીને કહ્યું કે તેમણે તેમનો મૂડ બગાડી દીધો. આલોકાનંદા ગુહાએ વધુમાં આરોપ લગાવ્યો કે 2017માં જ્યારે તેમની કારકિર્દી આગળ વધી, ત્યારે બિસ્વાસે ફરી એકવાર તેમને 'તમે સાડીમાં સારી લાગો છો' એવી ટિપ્પણી સાથે મેસેજ મોકલ્યો હતો.
એક કન્ટેન્ટ ક્રિએટરે એક્ટરનો બચાવ કર્યો – Defending Actor Statement
આ વિવાદની વચ્ચે, કન્ટેન્ટ ક્રિએટર ઝરણા ભોવાલે જાહેરમાં અભિનેતા રીજુ બિસ્વાસનો બચાવ કર્યો છે. તેમની સાથેનો એક ફોટો શેર કરીને ઝરણાએ કહ્યું કે શાંતિનિકેતનમાં શૂટિંગ દરમિયાન તેમને અભિનેતાનું વર્તન બિલકુલ અનુચિત નહોતું લાગ્યું. તેમણે કહ્યું, 'વ્યક્તિગત રીતે મને રીજુ દાદા ખરાબ વ્યક્તિ નથી લાગ્યા. સાડી પહેરવાની અપીલ તો શૂટિંગની પરંપરાગત વિભાવનાનો એક ભાગ હતી.'
View this post on Instagram
સોશિયલ મીડિયા પર મીમ્સની રેલમછેલ-Social Media Memes
જાહેર આલોચના અને પોસ્ટની વણઝાર બાદ અભિનેતા રીજુ બિસ્વાસે પણ પોતાની વિરુદ્ધના આક્ષેપો બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે 'માનસિક સતામણી' અને ખાનગીપણાના ભંગ'નો આરોપ મૂક્યો છે. મેસેજના સ્ક્રીનશોટ શેર કરનારી મહિલાઓમાં મોડેલ્સ, બ્લોગર્સ, સોશિયલ મીડિયા પ્રભાવકો અને વિવિધ ક્ષેત્રની વ્યવસાયી મહિલાઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, એક પોષણશાસ્ત્રી (Nutrionist) એ 2019નો એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે, જેમાં બિસ્વાસનો સમાન સંદેશ વહેલી સવારે 4:09 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. આ જ રીતે, અન્ય એક મહિલાએ 2017નો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ વિવાદને પગલે સોશિયલ મીડિયા પર મીમ્સની ભરમાર આવી છે, જેમાં યુઝર્સ 'તેઓ કોપી-પેસ્ટ મિશન પર હતા' જેવી રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. જોકે, અમુક ચાહકો રીજુ બિસ્વાસના સમર્થનમાં પણ આવ્યા છે, જ્યારે અન્ય લોકો તેમની આકરી ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચો : મલાઈકા અરોરાની નવી લવ સ્ટોરી: ગુજરાતી હીરાના વેપારીને કરે છે ડેટ?


