Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rishi Kapoor's Death Anniversary : ઋષિ કપૂરના જીવનની આ અજાણી બાબતો જાણીને આપ પણ થઈ જશો આશ્ચર્યચકિત...

રાજ કપૂર (Raj Kapoor) ના દીકરા ઋષિ કપૂર (Rishi Kapoor) ની આજે 30મી એપ્રિલે 5મી પૂણ્યતિથિ છે. આજે અમે આપને જણાવીશું Rishi Kapoor ના જીવનની કેટલીક અજાણી વાતો જે આપને આશ્ચર્યચકિત કરી મુકશે. વાંચો વિગતવાર.
rishi kapoor s death anniversary   ઋષિ કપૂરના જીવનની આ અજાણી બાબતો જાણીને આપ પણ થઈ જશો આશ્ચર્યચકિત
Advertisement
  • વર્ષ 2020માં 30મી એપ્રિલે ઋષિ કપૂરનું મુંબઈમાં કેન્સરના લીધે નિધન થયું હતું
  • ઋષિ કપૂરે પોતાની આત્મકથાને નામ આપ્યું હતું 'ખુલ્લમ ખુલ્લા'
  • Rishi Kapoor એ બોબી માટે એવોર્ડ ખરીદ્યો હોવાની જાહેરમાં કબૂલાત કરી હતી

Rishi Kapoor's Death Anniversary : સૌથી વધુ નવી હિરોઈન સાથે કામ કરવાનો રેકોર્ડ ધરાવનાર બોલિવૂડના ફર્સ્ટ ટીનેજર સ્ટાર ઋષિ કપૂર (Rishi Kapoor) ની આજે 5મી પૂણ્યતિથિ છે. વર્ષ 2020માં 30મી એપ્રિલે ઋષિ કપૂરનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. આજે અમે આપને જણાવીશું Rishi Kapoor વિશેની કેટલીક અજાણી બાબતો વિશે. જે વાંચીને આપ પણ થઈ જશો આશ્ચર્યચકિત.

ખુલ્લમ ખુલ્લા પુસ્તકથી મચી ગઈ હતી ચકચાર

Rishi Kapoor એક એવા અભિનેતા હતા જે વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબતોનો સરાજાહેર ઉલ્લેખ કરતા હતા. તેથી જ તેમણે પોતાની આત્મકથાના પુસ્તકને નામ આપ્યું છે-ખુલ્લમ ખુલ્લા (Khullam Khulla). Rishi Kapoor એ એક એવી ચોંકાવનારી કબૂલાત કરી હતી કે જેનાથી ફિલ્મફેરને નીચું જોવાનો વારો આવ્યો હતો. તેમની આ કબૂલાતથી બોલિવૂડનું એવોર્ડ પોલિટિક્સ છતું થઈ ગયું હતું. Rishi Kapoor એ જાહેરમાં કબૂલી લીધું હતું કે, મેં 1973માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ખરીદ્યો હતો. ઋષિ કપૂરે એવોર્ડનું નામ ન લીધું અને ફિલ્મ બોબી વિશે જણાવ્યું. આખી દુનિયા જાણે છે કે બોબી માટે વર્ષ 1973નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આમ તેણે નામ લીધા વિના નિવેદન સમગ્ર વિશ્વને જણાવી દીધું કે, મેં ફિલ્મફેર એવોર્ડ ખરીદ્યો હતો.

Advertisement

Big B સાથે શીત યુદ્ધ

ઋષિ કપૂરે પોતાના પુસ્તકમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના વચ્ચેના શીત યુદ્ધનો ખુલાસો કર્યો છે. ઋષિ કપૂરે કહ્યું કે, જ્યારે પણ તેમણે કે કોઈ અન્ય અભિનેતાએ Amitabh Bachchan સાથે કામ કર્યુ હોય, ત્યારે ફિલ્મની સફળતાનો શ્રેય ફક્ત Amitabh Bachchan ને જ જાય છે. ઋષિ કપૂરે એમ પણ કહ્યું કે બિગ બીની સામે ભલે તે નાનો સ્ટાર હતો, પરંતુ અભિનયની દ્રષ્ટિએ તે કોઈ પણ રીતે ઉતરતો નથી. ઋષિ કપૂરે કહ્યું કે, બિગ બીએ ક્યારેય આ હકીકત સ્વીકારી નહીં અને તેમને હંમેશા આ વાતનો અફસોસ રહેતો. Khullam Khulla પુસ્તકમાં તેમણે લખ્યું કે, મને અમિતાભ બચ્ચન સાથે સમસ્યા છે. તે દિવસોમાં ફિલ્મોમાં કામ કરવાનો સૌથી મોટો ગેરફાયદો એ હતો કે દરેક વ્યક્તિ ફક્ત એક્શન ફિલ્મો બનાવવા માંગતો હતો. જેનો અર્થ એ થયો કે જે સ્ટાર સૌથી વધુ એક્શન કરી શકતો હતો તેને મોટાભાગની મુખ્ય ભૂમિકાઓ મળતી હતી. ઋષિ કપૂરે બિગ બી સાથેની આ સ્થિતિનો શિકાર બન્યાનું જણાવતી વખતે અન્ય કલાકારોના નામ પણ કહી દીધા. જેમાં શશી કપૂર (Shahsi Kapoor), ધર્મેન્દ્ર (Dharmendra), શત્રુઘ્ન સિંહા (Shatrudhan Sinha), વિનોદ ખન્ના (Vinod Khanna) વગેરે જેવા કલાકારોનો સમાવેશ થાય છે. તેથી આ કલાકારોએ શરમાવાનો વારો આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચોઃ   Pahalgam Terror Attack : આમિર ખાનની સિતારે જમીન પરના ટ્રેલર રિલીઝ પર શી થઈ અસર ?

મોહમ્મદ રફી સાથેનો કિસ્સો

વર્ષ 1976માં ઋષિ કપૂરની લૈલા મજનુ (Laila Majanu) રિલીઝ થઈ હતી. આ મૂવિનું સોન્ગ રેકોર્ડિંગ ચાલતું હતું. આ મૂવિના સંગીતકાર મદન-મોહન અને જયદેવ હતા. તેમણે હિરો ઋષિ કપૂર માટે મોહમ્મદ રફી (Mohammed Rafi) પાસે ગીતો ગવડાવવાનું નક્કી કર્યુ. ઋષિ કપૂરની ઉંમર તે વખતે 25 વર્ષની આસપાસ હતી અને Mohammed Rafi ની ઉંમર 50 વર્ષની આસપાસ હતી. ઋષિ કપૂરે આ વાતનો વાંધો ઉઠાવ્યો અને Laila Majanu ના ગીતો કોઈ યુવાન ગાયક પાસે ગવડાવવાનો આગ્રહ રાખ્યો. Madan Mohan એ ઋષિ કપૂરને સમજાવ્યો અને પોતાના પર વિશ્વાસ રાખવા જણાવ્યું. જો કે ઋષિ કપૂરે કમને હા પાડી દીધી. મૂવિ રિલીઝ થયું અને પછી ઈતિહાસ રચાઈ ગયો. લૈલા મજનુના મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલા તેરે દર પર આયા હું..., હોકે માયૂસ તેરે દર સે...., ઈસ રેશમી પાઝેબ કી ઝનકાર...., બર્બાદ-એ-મુહોબ્બત કી દુઆ...વગેરે જેવા ગીતો સુપર ડુપર હિટ થયા. તેની અસર એવી થઈ કે આજીવન ઋષિ કપૂરે મોહમ્મદ રફી જોડે જ ગીત ગવડાવવાનો આગ્રહ રાખ્યો.

અમર અકબર એન્થોનીનો રમૂજી કિસ્સો

બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ અમર અકબર એન્થોની (Amar Akabar Anthony) માં જ્યારે ઋષિ કપૂરને સાઈન કરવામાં આવ્યા ત્યારે એક રમૂજી કિસ્સો બન્યો હતો. મનમોહન દેસાઈ (Manmohan Desai) ના સેક્રેટરીએ ઋષિ કપૂરને ફોન જોડ્યો અને મનમોહન દેસાઈ સાથે વાત કરાવી. હવે ફોનમાં ઋષિ કપૂરને મનમોહન દેસાઈએ જણાવ્યું કે, હું તને અકબરનો રોલ આપવા માંગું છું. ઋષિ કપૂર સમજ્યા કે અકબર રાજાના રોલની વાત કરે છે. ઋષિ કપૂરે કહ્યું કે, મારા દાદા પૃથ્વીરાજ કપૂર (Pruthviraj Kapoor) જેવા કલાકાર અકબરનો રોલ કરી શકે મારા જેવો કલાકાર નહીં. મનમોહન દેસાઈ ગુસ્સે થયા અને કંઈપણ બોલ્યા વિના ફિલ્મ સાઈન કરી લેવાનું જણાવ્યું.

આ પણ વાંચોઃ  Atul Kulkarni : આંતકવાદી હુમલા બાદ પહેલગામ ફરવા પહોંચ્યો આ અભિનેતા…

Tags :
Advertisement

.

×