Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ડિરેક્ટર Rohit Shetty ના ઘરે ફાયરિંગ મામલે મોટો ધડાકો, જાણો શું સામે આવ્યું

Rohit Shetty House Firing Case માં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપ માત્ર કાવતરાનો ભાગ નહોતો, પરંતુ તેણે અન્ય આરોપીઓ, દીપક, સન્ની અને સોનુને પણ ગોળીબાર ચાલુ રાખવા માટે ઉશ્કેર્યા હતા. વધુમાં, તેણે ઘટનાને અંજામ આપવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી, અને તેમને ભાગવામાં પણ મદદ કરી હતી. આ ધરપકડ મહત્વની કડી મનાય છે.
ડિરેક્ટર rohit shetty ના ઘરે ફાયરિંગ મામલે મોટો ધડાકો  જાણો શું સામે આવ્યું
Advertisement
  • Rohit Shetty House Firing Case માં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
  • પ્રદીપ શૂટરની ધરપકડ કરાઇ, પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે
  • ષડયંત્ર રચવાથી લઇને તેને અંજામ આપવા સુધીમાં તે સ્થળ પર હાજર રહ્યો હતો

Rohit Shetty House Firing Case : ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રોહિત શેટ્ટીના (Bollywood Film Director - Rohit Shetty) ઘરે થયેલા ગોળીબારની (House Firing Case) મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં આગ્રાથી બીજા શૂટર પ્રદીપ કુમારની (Shooter Pradip Kumar Arrested) ધરપકડ કરવામાં આવી હતી જેમાં આ સનસનાટીભર્યા કેસમાં તેની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, પ્રદીપ માત્ર કાવતરું ઘડનાર જ નહોતો, પરંતુ ઘટનાસ્થળે હાજર રહીને તેણે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

Rohit Shetty House Firing Case, કાવતરાથી લઇને અંજામ સુધી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપ માત્ર કાવતરાનો ભાગ નહોતો, પરંતુ તેણે અન્ય આરોપીઓ, દીપક, સન્ની અને સોનુને પણ ગોળીબાર ચાલુ રાખવા માટે ઉશ્કેર્યા હતા. વધુમાં, તેણે ઘટનાને અંજામ આપવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી, અને તેમને ભાગવામાં પણ મદદ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------ Apoorva Mukhija એ કાંડામાંથી નાડાછડી કાપતા વિવાદ, લોકોએ 'હિંદુ વિરોધી' ગણાવી

Rohit Shetty House Firing Case, હરિયાણા-દિલ્હી ભાગ્યા

વધુમાં, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોળીબાર પછી, બધા આરોપીઓ એકસાથે આગ્રા પાછા ફર્યા, અને થોડા દિવસો સુધી ત્યાં છુપાયેલા રહ્યા હતા. જો કે, તેમને ડર હતો કે, પોલીસ તેમને શોધી કાઢશે. ત્યારબાદ દીપક, સન્ની અને સોનુ હરિયાણા ભાગી ગયા, જ્યારે પ્રદીપ અલગ રસ્તો અપનાવીને દિલ્હી ગયો, જ્યાં તે તેની બહેનના ઘરે છુપાયો હતો.

27 એપ્રિલ સુધી કસ્ટડીમાં

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપ ધરપકડથી બચવા માટે સતત સ્થાન બદલતો રહેતો હતો, જેના કારણે તેની ધરપકડમાં વિલંબ થયો હતો. તે તાજેતરમાં જ દિલ્હીથી આગ્રા પાછો ફર્યો હતો. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે, પોલીસ ટીમે તેને પકડી લીધો હતો. ધરપકડ બાદ, તેને શુક્રવારે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 27 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

કોઇ પૈસા મળ્યા નથી

સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન પ્રદીપે અનેક ચોંકાવનારા કબૂલાતો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, તે શુભમ લોંકર ગેંગની (Shubham Lonkar Gang) સોશિયલ મીડિયા પોસ્ટ્સ, ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા વીડિયોથી પ્રભાવિત હતો. ગેંગની જેમ, તે પોતાના વિસ્તારમાં પ્રભુત્વ સ્થાપિત કરવા, ખ્યાતિ મેળવવા અને ઝડપી પૈસા કમાવવાના કાવતરામાં જોડાયો હતો. જો કે, ઘટના પછી તેને બિશ્નોઈ ગેંગ (Lawrance Bishnoi Gang) તરફથી કોઈ પૈસા મળ્યા નથી.

એકસાથે બધા પહોંચ્યા હતા

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, પ્રદીપ, તેના સાથીઓ સની, દીપક અને સોનુ સાથે મળીને સમગ્ર ઘટનાનું આયોજન કરતો હતો અને ઘટનાના દિવસે, બધા આરોપીઓ રોહિત શેટ્ટીના ઘરે એકસાથે પહોંચ્યા હતા. પોલીસ હાલમાં બાકીના ફરાર આરોપીઓની શોધ કરી રહી છે, અને એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા બહાર આવી શકે છે.

આ પણ વાંચો ------------ Hera Pheri 3 ફિલ્મની આતુરતાથી વાટ જોતા ચાહકો માટે આઘાતનજક સમાચાર

Tags :
Advertisement

.

×