Saif Ali Khan Attacked : પોલીસનું નિવેદન આવ્યું સામે, કહ્યું - હુમલાખોર અને અભિનેતા વચ્ચે..!
- બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા અંગે પોલીસનું નિવેદન (Saif Ali Khan Attacked)
- હુમલાખોરે સૈફના ઘરમાં ઘૂસી નોકરાણી સાથે દલીલ કરી હતી : પોલીસ
- સૈફ અલી ખાન ત્યાં પહોંચ્યો ત્યારે હુમલાખોર સાથે ઝપાઝપી થઈ : પોલીસ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલા (Saif Ali Khan Attacked) અંગે મુંબઈ પોલીસે એક નિવેદન બહાર પાડ્યું છે. DCP ક્રાઈમ બ્રાન્ચ દીક્ષિત ગેડામનાં જણાવ્યા અનુસાર, હુમલાખોર ચોરીના ઈરાદાથી બાંદ્રા સ્થિત અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. એક આરોપીની ઓળખ થઈ ગઈ છે. હવે, પોલીસે અન્ય આરોપીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. માહિતી અનુસાર, એક આરોપી ફરાર છે તેની પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસે આ કેસમાં આગળની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે.
DCP દીક્ષિતે મીડિયાને જણાવ્યું કે, આ મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં (Bandra Police Station) કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બનાવની માહિતી મળી હતી કે સૈફ પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રે, લગભગ 2.30 વાગ્યે, હુમલાખોર સૈફના ઘરમાં ઘૂસી ગયો અને નોકરાણી સાથે દલીલ કરવા લાગ્યો હતો. દરમિયાન, તૈમૂર અને જેહની આયા અવાજ સાંભળીને જાગી ગઈ અને તેણે સૈફને જાણ કરી હતી. જ્યારે, સૈફ અલી ખાન (SaifAli Khan) ત્યાં પહોંચ્યો ત્યારે હુમલાખોર સાથે ઝપાઝપી થઈ. દરમિયાન, હુમલાખોરે સૈફ પર 6 વાર છરી વડે હુમલો કર્યો. સૈફને ગરદન, હાથ અને પીઠ પર ઈજાઓ થઈ હતી.
ન
#WATCH | Mumbai | Soha Ali Khan and Kunal Khemu leave from Bandra's Lilavati Hospital, where Saif Ali Khan is admitted following an attack on him pic.twitter.com/kYI03j3BDM
— ANI (@ANI) January 16, 2025
આ પણ વાંચો - Attack On Saif ali Khan: સૈફની કરોડરજ્જુમાંથી તુટી ગયેલો ચાકુનો ટુકડો કઢાયો, ICU માં દાખલ
આરોપી ફાયર એસ્કેપ દ્વારા ઘરમાં પ્રવેશ્યો અને ત્યાંથી બહાર આવ્યો
DCP દીક્ષિતે (Dixit Gedam) વધુમાં જણાવ્યું કે, પ્રાથમિક તપાસ અનુસાર હુમલાખોર ફાયર એસ્કેપ દ્વારા ઘરમાં ઘૂસ્યો અને ઝપાઝપી દરમિયાન સૈફ પર છરી વડે હુમલો કર્યો. આરોપી સીડીઓ દ્વારા ઘરમાં પ્રવેશ્યો અને ત્યાંથી જ ભાગી ગયો હતો. આરોપી ફક્ત એક જ છે, ઘટના સમયે એપાર્ટમેન્ટમાં તેની હિલચાલ જોવા મળી હતી. આરોપી ચોરીના ઇરાદે ઘરમાં ઘુસ્યો હતો.
આ પણ વાંચો - સૈફ અલી ખાન પર હુમલા અંગે કરીના કપુરે કર્યો મોટો ખુલાસો, આ હુમલો નહીં પણ...
સૈફની સર્જરી, કરોડરજ્જુમાંથી છરીનો અઢી ઇંચ લાંબો ટુકડો કઢાયો
હાલમાં, લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાન દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. 6 પૈકી સૌથી ગંભીર ઈજા ગરદન અને કરોડરજ્જુમાં થઈ છે, ત્યારબાદ સર્જરી કરવામાં આવી અને પછી અભિનેતાને ICU માં ખસેડવામાં આવ્યા. સર્જરી દરમિયાન, ડોક્ટરોએ સૈફના કરોડરજ્જુમાંથી 2.5 ઇંચનો છરીનો ટુકડો કાઢ્યો. સૈફ હાલમાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે અને ખતરાથી બહાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને શુક્રવાર, 17 જાન્યુઆરીનાં રોજ રજા આપવામાં (Saif Ali Khan Attacked) આવશે.
આ પણ વાંચો - સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા બાદ અભિનેતાના ઘરે જોવા મળ્યા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક, જાણો કોણ છે તેઓ