A.R.Rehman: સાયરા બાનોએ કરી અપીલ: મને એક્સ વાઈફ કહેશો નહીં
A.R.Rehman એટલે બોલીવુડના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક, થોડા સમય પહેલાં જ એમની પત્ની સાયરા બાનુએ એઆર રહેમાન સાથે બ્રેકઅપ કર્યું. રહેમાનને તબિયત લાથડતાં હોસ્પટલાઇઝ્ડ કરવા પડ્યા ત્યારે સાયરા બાનુએ એક નિવેદન આપ્યું છે. એઆર રહેમાનની પત્ની સાયરા બાનોએ કહ્યું કે, મહેરબાની કરીને કોઈ તેને રહેમાનની એક્સ પત્ની કહીને બોલાવે નહીં. તેણે કહ્યું હતું કે હજી સુધી અમારા તલાક થયા નથી.
મીડિયાને પણ વિનંતી કરતા કહ્યું હતું કે, તેને રહેમાનની એક્સ વાઈફ કહેવામાં આવે નહીં. એઆર રહેમાનની તબિયત ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિંગરને છાતીમાં દુઃખાવો શરૂ થયો હોવાના કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ કેટલાક પરિક્ષણ કર્યા હતાં. જો કે, રિપોર્ટ નોર્મલ આવતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ દરમિયાન સાયરા બાનોએ મીડિયાને અપીલ કરી હતી.
અચાનક એ.આર. રહેમાનની તબિયત લથડતા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ
પોતાના પતિની તબિયત ખરાબ હોવાના સમાચાર સાંભળ્યાં બાદ સાયરા બાનોએ મીડિયાને અપીલ કરી છે કે, હું દુઆ કરૂ છું કે, A.R.Rehman- એઆર રહેમાનની તબિયત વહેલી તકે સારી થઈ જાય. મને સમાચાર મળ્યા હતાં કે, તેમને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો અને તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવી પડી છે. અલ્લાહની દયાથી હવે બધું બરાબર છે.’ સાયરા બાનોએ પણ પોતાના પતિના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરી છે. આ સાથે સાથે મીડિયા સામે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો-A. R. Rahman ની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા


