ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Spotify Global Top 50 માં સૈયારાનું ટાઈટલ સોન્ગ સામેલ થયું, બોલિવૂડની પહેલી ફિલ્મ બની

મોહિત સૂરીના રોમેન્ટિક ડ્રામા 'સૈયારા' (Saiyaara) નું ટાઈટલ સોન્ગ સ્પોટીફાઈ ટોપ 50 (Spotify Global Top 50) ગ્લોબલ ચાર્ટમાં સામેલ થનાર પહેલું બોલિવૂડ ગીત બન્યું છે. વાંચો વિગતવાર.
12:00 PM Jul 24, 2025 IST | Hardik Prajapati
મોહિત સૂરીના રોમેન્ટિક ડ્રામા 'સૈયારા' (Saiyaara) નું ટાઈટલ સોન્ગ સ્પોટીફાઈ ટોપ 50 (Spotify Global Top 50) ગ્લોબલ ચાર્ટમાં સામેલ થનાર પહેલું બોલિવૂડ ગીત બન્યું છે. વાંચો વિગતવાર.
Saiyaraa Gujarat First--

Spotify Global Top 50 : સૈયારા (Saiyaara) ફિલ્મે સફળતાનો વધુ એક માઈલ સ્ટોન હાંસલ કર્યો છે. આ ફિલ્મનું ટાઈટલ સોન્ગ Spotify Global Top 50 માં સામેલ કરવામાં આવ્યું છે. Spotify Global Top 50 માં સોન્ગ સામેલ થયું હોય તેવી Saiyaara બોલિવૂડની પ્રથમ ફિલ્મ બની છે. યશ રાજ ફિલ્મ્સની સૈયારા બોક્સ ઓફિસ ટંકશાળ તો પાડી જ રહી છે સાથે સાથે મ્યુઝિકલ હિટ પણ બની રહી છે.

ટોપ 5 માં મળ્યું સ્થાન

Saiyaara નું ટાઈટલ સોંગ બિલી આઈલિશ અને લેડી ગાગાના ગીતોને પાછળ રાખીને Spotify Global Top 50 ગ્લોબલ ચાર્ટમાં ટોપ 5 મા પહોંચી ગયું છે. યશ રાજ ફિલ્મ્સે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્પોટાઈફના ગ્લોબલ ચાર્ટનો સ્ક્રીન શોર્ટ શેર કર્યો છે જેમાં સંગીતકાર તનિષ્કે તેમને ટેગ કર્યા છે. આ સ્ક્રીન શોર્ટમાં જોઈ શકાય છે કે સૈયારાનું ટાઈટલ સોન્ગ હવે સ્પોટિફાઇના ટોચના 5 વૈશ્વિક ચાર્ટમાં પ્રવેશી ગયું છે. બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટી સિદ્ધિ છે કારણ કે Saiyaara નું ટાઈટલ સોન્ગ આ સિદ્ધિ મેળવનાર પહેલું બોલિવૂડ સોન્ગ બન્યું છે.  જો કે  અગાઉ હનુમાનકાઈન્ડના 'બિગ ડોગ્સ' જેવા ભારતીય ગીતો પણ આ યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.

Saiyaraa Gujarat First--

આ પણ વાંચોઃ  સૈયારાએ ગુજરાતને કર્યું ગાંડુ, ફિલ્મમાં એવું શું છે કે બધાને ચોંકાવી દીધા

કયા ગીતોને પાછળ રાખી દીધા ?

Saiyaara ના  ટાઈટલ ટ્રેકે ટાયલરના બિગ પો, સોમ્બરના બેક ટુ ફ્રેન્ડ્સ, જસ્ટિન બીબરના ડેઝીઝ, એલેક્સ વોરેનનું ઓર્ડિનરી, ટાયલરના સુગર ઓન માય ટંગ અને બ્લેકપિંકના જમ્પને પાછળ છોડી દીધા છે. તેણે બિલી આઈલિશ (બર્ડ્સ ઓફ અ ફેધર), લેડી ગાગા, બ્રુનો માર્સ (ડાય વિથ અ સ્માઈલ), સબરીના કાર્પેન્ટર (મેનચાઈલ્ડ) જેવા મ્યુઝિકલ ખેરખાંના ગીતોને પાછળ રાખી દીધા છે.

સ્પોટીફાઈ ઈન્ડિયા ટોપ 50 માં સ્ટેટસ

આ આલ્બમમાં તનિષ્ક બાગચી, ફહીમ-અરસલાન, જુબિન નૌટિયાલ, શિલ્પા રાવ, વિશાલ મિશ્રા, અરિજીત સિંહ, સચેત-પરંપરા, શ્રેયા ઘોષાલ અને મિથુન જેવા પ્રખ્યાત હસ્તીઓ અને સંગીતકારો છે. ફિલ્મના તમામ 6 ટ્રેક હાલમાં સ્પોટીફાઈ ઈન્ડિયા ટોપ 50 માં પ્રભુત્વ ધરાવે છે. જેમાં ટાઈટલ ટ્રેક સતત 5 દિવસ સુધી નંબર 1 પર રહ્યું છે.

આ પણ વાંચોઃ  Saiyaara એ ધૂમ મચાવી! વીકેન્ડ કરતા મંગળવારે ચાલ્યો ફિલ્મનો જાદુ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSSaiyaraaSpotify Global Top 50the first Bollywood filmtitle songYash Raj Films
Next Article