Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Salim Khan Hospitalized: સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ, સલમાન ખાન સહિત સમગ્ર પરિવાર લીલાવતી પહોંચ્યો

બોલિવૂડના સિતારા સલમાન ખાનના પિતા અને દિગ્ગજ પટકથા લેખક સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચિંતાજનક અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. અચાનક તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં સલમાન ખાન સહિત સમગ્ર પરિવાર તેમની પડખે છે. શું આ ઉંમર સંબંધી તકલીફ છે કે અન્ય કોઈ ગંભીર સમસ્યા? તે જાણવા ચાહકો અત્યારે આતુર છે.
salim khan hospitalized  સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ  સલમાન ખાન સહિત સમગ્ર પરિવાર લીલાવતી પહોંચ્યો
Advertisement
  • દિગ્ગજ લેખક સલીમ ખાનની તબિયત લથડતા મુંબઈની લીલાવતીમાં દાખલ
  • 90 વર્ષીય સલીમ ખાનને ઘરે જ અચાનક સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ
  • સલમાન, અરબાઝ, સોહેલ અને અતુલ અગ્નિહોત્રી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા
  • હોસ્પિટલ કે પરિવાર તરફથી બીમારી અંગે હજુ કોઈ સત્તાવાર ખુલાસો નહીં
  • સોશિયલ મીડિયા પર ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સલીમ ખાન માટે કરી રહી છે પ્રાર્થના

Salim Khan Hospitalized: મુંબઈ (Mumbai): હિન્દી સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ અંકિત કરનાર દિગ્ગજ પટકથા લેખક અને અભિનેતા સલીમ ખાનના (Salim Khan) સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 90 વર્ષીય સલીમ ખાનની તબિયત અચાનક બગડતા તેમને મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં (Lilavati Hospital) સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ બોલિવૂડ જગત અને તેમના લાખો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Salim Khan Hospitalized:  અચાનક લથડી તબિયત

મળતી માહિતી મુજબ, સલીમ ખાનને તેમના નિવાસસ્થાને જ અચાનક સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ઊભી થઈ હતી. વધતી જતી ઉંમર અને સ્વાસ્થ્યની નાજુકતાને ધ્યાનમાં રાખીને પરિવાર દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, તેમને કઈ ચોક્કસ બીમારી અથવા સમસ્યા થઈ છે તે અંગે હજુ સુધી હોસ્પિટલ તંત્ર કે ખાન પરિવાર દ્વારા કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન (Medical Bulletin) જાહેર કરવામાં આવ્યું નથી.

Advertisement

Advertisement

પરિવાર હોસ્પિટલ પહોંચ્યો

પિતાની તબિયત બગડ્યાના સમાચાર મળતા જ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) શૂટિંગ અધવચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચ્યો હતો. સલમાનની સાથે તેના ભાઈઓ અરબાઝ ખાન (Arbaaz Khan), સોહેલ ખાન (Sohail Khan) અને જમાઈ અતુલ અગ્નિહોત્રી (Atul Agnihotri) પણ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. પરિવારના સભ્યોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે સલીમ ખાનની હાલત ગંભીર હોવાની અટકળોને વેગ આપી રહી છે.

હિન્દી સિનેમાના 'એંગ્રી યંગ મેન'ના જનક

સલીમ ખાન માત્ર એક અભિનેતા કે લેખક નથી, પરંતુ તેઓ હિન્દી સિનેમાની એક સંસ્થા સમાન છે. તેમણે જાવેદ અખ્તર (Javer Akhtar) સાથે મળીને 'સલીમ-જાવેદ'ની જોડી તરીકે 'શોલે' (Sholay), 'દીવાર' (Deewaar), 'ઝંજીર' (Zanjeer), 'ડોન' (Don) અને 'મિસ્ટર ઈન્ડિયા' (Mr. India) જેવી અનેક ક્રાંતિકારી ફિલ્મો આપી છે. અમિતાભ બચ્ચનની 'એંગ્રી યંગ મેન'ની ઈમેજ પાછળ સલીમ ખાનની કલમનો જ જાદુ હતો. ફિલ્મ ઉદ્યોગમાં લેખકોને પોસ્ટર પર સ્થાન અને યોગ્ય માન-સન્માન અપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.

અત્યારે આખું બોલિવૂડ અને સલમાન ખાનના ફેન્સ સોશિયલ મીડિયા (Social Media) પર સલીમ ખાનના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rohit Shetty Firing Case : USA માં પ્લાનિંગ, મુંબઇમાં ગોળીબાર !

Tags :
Advertisement

.

×