Raksha Bandhan 2025: 25 વર્ષ પહેલા Aishwarya Raiનો ભાઈ બનાવાનો હતો Salman Khan, પછી થયો આવો કાંડ
- Salman Khanને મળી હતી Aishwarya Raiના ભાઈ બનવાની ઓફર
- ફિલ્મ જોશમાં ઐશ્વર્યા રાયના ભાઈ બનવાના રોલની થઈ હતી ઓફર
- સલમાન ખાને તરત જ આ રોલને ફગાવી દીધો હતો
- સલમાન ખાને ના પાડતા શાહરુખ ખાનને ઓફર કરાયો હતો રોલ
Salman Khan Aishwarya Rai Josh: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan) અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય (Aishwarya Rai) વચ્ચે એક સમયે ઊંડો પ્રેમ સંબંધ હતો. 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી સુપરહિટ ફિલ્મથી શરૂ થયેલી તેમની લવ સ્ટોરીનો અંત અત્યંત દુઃખદ હતો. આજે ભલે તેઓ પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા હોય, પણ તેમની સાથે જોડાયેલી વાર્તાઓ આજે પણ ચર્ચામાં રહે છે.
જ્યારે Salman Khanને Aishwarya Raiનો ભાઈ બનવાની ઓફર મળી
તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સમયે સલમાન ખાન(Salman Khan)ને એક ફિલ્મમાં ઐશ્વર્યા રાય(Aishwarya Rai)ના ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ હતી વર્ષ 2000માં રિલીઝ થયેલી 'જોશ'. ફિલ્મના મેકર્સની પહેલી પસંદ સલમાન ખાન હતા. જોકે, સલમાન ખાને આ ઓફર તરત જ ફગાવી દીધી. આ ઓફર રિજેક્ટ થયા બાદ આખરે શાહરૂખ ખાને ફિલ્મમાં ઐશ્વર્યાના ભાઈનું પાત્ર ભજવ્યું. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં ઐશ્વર્યાના બોયફ્રેન્ડના રોલ માટે પણ આમિર ખાન મેકર્સની પ્રથમ પસંદ હતા, પરંતુ તે પણ શક્ય બન્યું ન હતું.
Salman Khan Aishwarya Rai
Salman Khanને Aishwarya Raiના ભાઈઓફર કેમ ઠુકરાવી?
'હમ દિલ દે ચૂકે સનમ'ની સફળતા પછી સલમાન અને ઐશ્વર્યાની જોડી દર્શકોમાં ખૂબ લોકપ્રિય બની હતી. તેઓને રોમેન્ટિક પાત્રોમાં જોવાનું જ ફેન્સ પસંદ કરતા હતા. તેથી, ભાઈ-બહેનના રોલમાં તેમને જોવું દર્શકો માટે અસામાન્ય લાગ્યું હોત. આ એક મુખ્ય કારણ હતું.
બીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે, સલમાન ખાન રિયલ લાઈફમાં જેને પ્રેમ કરતા હતા, તેને તેઓ રિલ લાઈફમાં પોતાની બહેન તરીકે જોવા તૈયાર નહોતા. તેઓ ઐશ્વર્યા રાય સાથે ભાઈ-બહેનનું કોઈ પાત્ર ભજવવા માંગતા ન હતા.
'જોશ' ફિલ્મની સફળતા
સલમાનના ઇનકાર બાદ આખરે શાહરૂખ ખાને ઐશ્વર્યાના ભાઈનો રોલ કર્યો. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. માત્ર રૂ16 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ35 કરોડથી વધુનો વકરો કર્યો હતો.
આ પણ વાંચો: Operation Sindoor અંગે પ્રથમવાર એર ચીફ માર્શલ એપી સિંહનો ખુલાસો