Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Salman Khan Birthday : સલમાન ખાને 60મા જન્મદિવસે ચાહકોને આપી આ ખાસ ગિફ્ટ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાના 60મા જન્મદિવસે ચાહકોને 'બેટલ ઓફ ગલવાન'નું ટીઝર રિલીઝ કરી શાનદાર રિટર્ન ગિફ્ટ આપી છે. અપૂર્વ લાખિયા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન શહીદ કર્નલ બી. સંતોષ બાબુના રોલમાં જોવા મળશે. આર્મી ઓફિસર તરીકે દમદાર તાલીમ અને બર્ફીલા પહાડોમાં શૂટિંગ કરી સલમાને આ પાત્રમાં જીવ રેડ્યો છે. ભારત-ચીન સંઘર્ષની આ વાસ્તવિક ગાથા 17 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
salman khan birthday   સલમાન ખાને 60મા જન્મદિવસે ચાહકોને આપી આ ખાસ ગિફ્ટ
Advertisement
  • સલમાન ખાન ઉજવી રહ્યો છે આજે 60મો જન્મદિવસ (Salman Khan Birthday) 
  • સલમાને ચાહકોને આપી છે ખાસ બર્થ-ડે ગિફ્ટ
  • સલમાને 'બેટલ ઓફ ગલવાન'નું ટીઝર રિલીઝ કરીને ગિફ્ટ આપી

ભાઈજાન સલમાન ખાનના જન્મદિવસે (Salman Khan Birthday) ચાહકો માટે કોઈ મોટું સરપ્રાઈઝ ન હોય, એવું તો કેવી રીતે બની શકે? બોલીવુડના ભાઈજાન આજે 27 ડિસેમ્બરે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે દુનિયાભરના ચાહકો તેમને સોશિયલ મીડિયા દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જોકે, આ વખતે સલમાન ખાને પોતે જ પોતાના ચાહકોને એક અદભૂત રીટર્ન ગિફ્ટ આપીને આ દિવસને યાદગાર બનાવી દીધો છે. શરૂઆતમાં એવી ચર્ચાઓ હતી કે 'કિક 2' ની જાહેરાત થશે, પરંતુ સલમાને તેની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું ટીઝર રિલીઝ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Advertisement

Advertisement

Salman Khan Birthday : સલમાન ખાને બર્થ-ડે પર આપી ચાહકોને ગિફ્ટ

નોંધનીય છે કે આર્મી ઓફિસર તરીકે સલમાનનો દમદાર અવતાર ફિલ્મ 'સિકંદર' પછી સલમાન ખાન 'બેટલ ઓફ ગલવાન' માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. આ રોલ માટે તેમણે પ્રોફેશનલ આર્મી ઓફિસર જેવી તાલીમ લીધી છે. લદ્દાખની કડકડતી ઠંડી, બર્ફીલા પાણી અને પહાડોની ઊંચાઈઓ પર શૂટિંગ કરીને સલમાને આ પાત્રમાં જીવ રેડ્યો છે. ફિલ્મના પોસ્ટરથી જે ઉત્સુકતા જગી હતી, તે ટીઝર જોયા પછી અનેકગણી વધી ગઈ છે. સલમાન ખાનનો આ રિયલ અને રો પોટેન્શિયલ અવતાર લાંબા સમય પછી પડદા પર જોવા મળશે.

Salman Khan Birthday :  સલમાન ખાને ટીઝર રિલીઝ કર્યો

ઉલ્લેખનીય છે કે ટીઝરમાં જોવા મળી હિંમતની અનોખી વાર્તા સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું સત્તાવાર ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં તે એક નીડર આર્મી ઓફિસર તરીકે દેખાય છે, જે દુશ્મનો સામે લડવા માટે બંદૂકને બદલે લાકડીનો ઉપયોગ કરે છે. તેના ચહેરાના આક્રમક હાવભાવ, પ્રભાવશાળી આંખો અને પોતાની ટીમને દુશ્મન સામે ચેતવણી આપતા દ્રશ્યો પ્રેક્ષકોના રૂંવાડા ઉભા કરી દે તેવા છે. આ ફિલ્મ 2020માં ભારત અને ચીન વચ્ચે થયેલા વાસ્તવિક સંઘર્ષની ગાથા રજૂ કરે છે.

ચાહકોનો પ્રતિસાદ અને શહીદોને શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયા પર સલમાનના આ નવા લુકને જોઈને ચાહકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, "આખરે સફળતાનું રણશિંગું વાગી ગયું છે", તો બીજાએ આ ફિલ્મને શહીદ કર્નલ બી. સંતોષ બાબુ અને ભારતીય સૈનિકો માટે શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ ગણાવી છે. અપૂર્વ લાખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા એ ઐતિહાસિક યુદ્ધને દર્શાવવામાં આવ્યું છે, જેમાં સૈનિકો પથ્થરો અને લાકડીઓથી લડ્યા હતા. સલમાન ખાન આ ફિલ્મમાં શહીદ કર્નલ બી. સંતોષ બાબુની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

'બેટલ ઓફ ગલવાન' ફિલ્મ આ દિવસે રિલીઝ થશે

સ્ટાર કાસ્ટ અને રિલીઝની વિગતો આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પહેલીવાર ચિત્રાંગદા સિંહ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ જોડીને પડદા પર જોવી પ્રેક્ષકો માટે એક નવો અનુભવ હશે. દેશભક્તિના જુસ્સાથી ભરેલી આ ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' 17 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. સલમાનના 60મા જન્મદિવસની આ ભેટ ખરેખર તેના ચાહકો માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

આ પણ વાંચો: Birthday: "આજ ભાઈ કા બર્થડે હૈ..." બોલીવૂડના ભાઈજાનનો આજે જન્મદિવસ, પનવેલ ફાર્મહાઉસમાં કેક કટિંગ કર્યું

Tags :
Advertisement

.

×