Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધર્મેન્દ્રનો છેલ્લો વીડિયો જોઈ સલમાનના આંસુ રોકાયા નહીં: જુઓ બિગ બોસ ફિનાલેનો સૌથી ઇમોશનલ મોમેન્ટ.

'બિગ બોસ 19'ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ દરમિયાન હોસ્ટ સલમાન ખાન તેમને યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ ગયો અને આંસુ રોકી શક્યો નહીં. સલમાને કહ્યું કે ધર્મેન્દ્ર જેવા મહાન વ્યક્તિને ગુમાવ્યા છે અને તેણે પોતાના કરિયરમાં ધરમજીને જ ફોલો કર્યા છે. સલમાને સની અને બોબી દેઓલ દ્વારા અંતિમ સંસ્કારની ગરિમા જાળવવા બદલ પ્રશંસા પણ કરી.
ધર્મેન્દ્રનો છેલ્લો વીડિયો જોઈ સલમાનના આંસુ રોકાયા નહીં  જુઓ બિગ બોસ ફિનાલેનો સૌથી ઇમોશનલ મોમેન્ટ
Advertisement
  • બિગ બોસ 19'ના ફિનાલેમાં 'હી-મેન' ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અપાઈ (Salman Khan Dharmendra Emotional)
  • ધર્મેન્દ્રને યાદ કરીને હોસ્ટ સલમાન ખાન સ્ટેજ પર રડી પડ્યો
  • સલમાને કહ્યું: "અમે એક શ્રેષ્ઠ વ્યક્તિને ગુમાવ્યા, મેં ધરમજીને ફોલો કર્યા છે"
  • સલમાને સની-બોબી દેઓલ દ્વારા રખાયેલી અંતિમ સંસ્કારની ગરિમાની પ્રશંસા કરી
  • ધર્મેન્દ્રનું 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે નિધન થયું હતું

Salman Khan Dharmendra Emotional : 'બિગ બોસ 19'નો ગ્રાન્ડ ફિનાલે ગૌરવ ખન્ના ટ્રોફી લઈને ઘરે જાય એની સાથે સમાપ્ત થયો, અને સ્ટેજ પર ઉત્સવનો માહોલ હતો. જોકે, ફિનાલે દરમિયાન એક ક્ષણ એવી આવી જ્યારે બોલિવૂડના "હી-મેન" ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમનું તાજેતરમાં 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે નિધન થયું હતું.

બોલિવૂડના સુવર્ણ યુગને ફરીથી વ્યાખ્યાયિત કરનાર આ મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપતી વખતે, હંમેશા લાગણીશીલ રહેતા સલમાન ખાન તેમને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.

Advertisement

ગઈકાલે મોડી રાત્રે 'બિગ બોસ 19'ના ફિનાલે દરમિયાન, સલમાન ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થયા. તેમણે સની દેઓલ અને બોબી દેઓલ દ્વારા કરવામાં આવેલા તેમના અંતિમ સંસ્કાર અને પ્રાર્થના સભાના વખાણ કર્યા અને 'બિગ બોસ'ના સેટ પર ધર્મેન્દ્ર સાથે વિતાવેલી ક્ષણોની એક ક્લિપ પણ ચલાવી.

Advertisement

સલમાન ખાન ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક (Salman Khan Dharmendra Emotional)

વીડિયો સમાપ્ત થયા પછી, સલમાને આંખમાંથી આંસુ રોકતા કહ્યું:

"અમે હી-મેનને ગુમાવ્યા. અમે એક શ્રેષ્ઠ વ્યક્તિને ગુમાવ્યા. મને નથી લાગતું કે ધરમજી કરતાં વધુ સારો કોઈ વ્યક્તિ હોઈ શકે, તેમણે જે રીતે જીવન જીવ્યું, તે કમાલનું હતું. તેમણે અમને સની, બોબી અને ઈશા આપ્યા."

સલમાને કહ્યું, "તેમણે જે દિવસથી ઇન્ડસ્ટ્રી જોઈન કરી, તે માત્ર કામ જ કરવા માંગતા હતા. તેમણે ઢગલાબંધ રોલ કર્યા. મારા કરિયરનો ગ્રાફ... મેં તો બસ ધરમજીને જ ફોલો કર્યા છે."

તેમણે ઉમેર્યું, "તેઓ માસૂમ ચહેરા અને હી-મેન જેવી બોડી સાથે આવ્યા હતા, તેમનો એ ચાર્મ છેલ્લે સુધી તેમની સાથે રહ્યો. લવ યુ, ધરમજી. હંમેશા તમારી યાદ આવશે."

સની-બોબીની સલમાને કરી પ્રશંસા

સલમાને કહ્યું કે પહેલીવાર ચાહકોને સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર પર આટલો પ્રેમ વરસાવતા જોયા છે. સલમાન વધુ ભાવુક થઈને બોલ્યા:

"સૌથી મોટી વાત એ છે કે... તેમનું નિધન 24 નવેમ્બરના રોજ થયું, તે દિવસે મારા પિતાનો જન્મદિવસ હતો અને આવતીકાલે તેમનો જન્મદિવસ છે, સાથે જ મારી માતાનો પણ. જો મને આવું લાગી રહ્યું છે, તો વિચારો સની અને તેમના પરિવાર પર શું વીતી રહી હશે."

સલમાને ધર્મેન્દ્રના પુત્રોની પ્રશંસા કરતાં કહ્યું કે, "બે અંતિમ સંસ્કાર ખૂબ જ ગરિમા સાથે કરવામાં આવ્યા. સૂરજ બડજાત્યાની માતાના અને ધરમજીના. તેમની પ્રાર્થના સભા ખૂબ જ શાલીનતા અને સન્માન સાથે યોજવામાં આવી હતી. દરેક વ્યક્તિ રડી રહ્યા હતા, પણ એક મર્યાદા હતી. જીવનનો ઉત્સવ... સલમાન ખાન તરફથી બોબી અને સનીને સલામ. દરેક અંતિમ સંસ્કાર અને પ્રાર્થના સભા આટલી જ સુંદરતાથી યોજાવવી જોઈએ."

આ પણ વાંચો : આજે ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ, પુત્ર સની અને પુત્રી ઈશાએ 'હીમેન'ને આપી આ રીતે શ્રદ્ધાંજલિ

Tags :
Advertisement

.

×