ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salman Khan : દુર્લભ અને પીડાદાયક બીમારીનો સામનો કરી રહ્યો છે

સલમાનખાનને ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા નામે એક ખૂબ ગંભીર બીમારી
11:31 AM Apr 09, 2025 IST | Kanu Jani
સલમાનખાનને ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા નામે એક ખૂબ ગંભીર બીમારી

Salman Khan : બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન એક સુપરસ્ટાર. આ બૉલિવૂડ સુપરસ્ટારની એક અજાણી હકીકત છે. તે ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા (Trigeminal neuralgia)નામે એક ખૂબ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે.

આ બૉલિવૂડ સુપરસ્ટારની એક અજાણી હકીકત છે. સલમાન ખાન એક એવી દુર્લભ અને પીડાદાયક બીમારીનો સામનો કરી રહ્યો છે, આ રોગને `સુસાઇડ ડિસીઝ` તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારી વ્યક્તિ માટે અસહ્ય દુખાવાનું કારણ બની શકે છે.

ટ્રાઇજેમિનલ ન્યુરલજીયાથી પીડાઈ રહ્યો છે સુપરસ્ટાર

સલમાન ખાન-Salman Khan ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા નામની ન્યુરોલોજીકલ (નસોથી સંબંધિત) બીમારીથી પીડિત છે, જે મોઢા અને ચહેરા પર અત્યંત પીડા ઉપજાવે છે. આ ક્રોનિક (લાંબા ગાળાની) સમસ્યા ટ્રાઇજેમિનલ નર્વને અસર કરે છે, જે ચહેરા પરથી મગજમાં સંવેદનાત્મક માહિતી મોકલવા માટે જવાબદાર છે.

આ બીમારીમાં દર્દીને ચહેરા પર તીવ્ર દુખાવો થાય છે, જે સામાન્ય રીતે ખાવા-પીવા, બોલવા, કે ચહેરા પર સ્પર્શ થતાં જ શરુ થઈ શકે છે. આ પીડા શાર્પ, ઇલેક્ટ્રિક શૉક જેવી કે શૂટિંગ પેઇન હોય છે અને વધુ પડતી અસહ્ય બની શકે છે.

ઘણા દર્દીઓ માટે, આ દુખાવો સેકન્ડો સુધી રહે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તે મિનિટો સુધી ચાલે છે અને વારંવાર થઈ શકે છે.

ટ્રાઇજેમિનલ ન્યુરલજીયાનું કારણ અને સારવાર

આ બીમારી સામાન્ય રીતે trigeminal nerve પર વધારાના દબાણ, રક્તવાહિનીઓ દ્વારા થયેલી સપર્શ, નસોના નુકસાન, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, કે ફેશિયલ ઇન્જરીના કારણે થઈ શકે છે.

ટ્રીટમેન્ટ માટે પ્રાથમિક રીતે દર્દીને દુખાવા રોકવાના માટે એન્ટિકોનવલ્સન્ટ્સ અને સ્નાયુ આરામ આપનારી દવાઓ આપવામાં આવે છે. જો દવાઓ અસરકારક સાબિત ન થાય, તો ડૉક્ટર સર્જિકલ વિકલ્પોની ભલામણ કરી શકે છે.

સલમાન ખાને અનેક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.આ દુખાવો એટલો અસહ્ય બની ગયો હતો કે તે જાણે ચેહરા પર સતત કોઈ સોય મારતો હોય તેવી પીડા થતી હતી.

સલમાન ખાને આ દુર્લભ બીમારી પર ધ્યાન દોર્યું

આ બીમારી બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, અને તે લાંબા સમય સુધી વ્યક્તિના જીવન પર અસર કરી શકે છે. ફૅન્સ માટે જાણવું જરૂરી છે કે સુપરસ્ટાર હોવા છતા, સલમાન ખાન પણ એવી અસહ્ય પીડાથી પસાર થયો છે, જેને સહન કરવું સહેલું નથી. આજની પેઢી માટે, તેણે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને યોગ્ય સારવારથી કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે.

આ પણ વાંચો: શું તમે Manoj Kumarની ક્રાંતિ ફિલ્મ વિશેની આ બાબતો જાણો છો ???

Tags :
salman khanTrigeminal neuralgia
Next Article