ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salman Khan ને હજુ પણ લોરેન્સ બિશ્નોઈનો ભય! જુઓ Video

Salman Khan Galaxy Apartment : પોલીસે ફાયરિંગ કરનારાઓને પણ પકડી લીધા હતા
04:46 PM Jan 05, 2025 IST | Aviraj Bagda
Salman Khan Galaxy Apartment : પોલીસે ફાયરિંગ કરનારાઓને પણ પકડી લીધા હતા
Salman Khan's Security Stepped Up, New Video From Actor's Galaxy Apartment Goes Viral

Salman Khan Galaxy Apartment : આ દિવસોમાં Salman Khan તેની આગામી ફિલ્મ સિકંદરને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર શેર કરવામાં આવ્યું છે, જેને Salman Khan ના ચાહકોએ ખૂબ પસંદ કર્યું છે. ગત વર્ષ સલમાન માટે ખૂબ જ મુશ્કેલ હતું. ગયા વર્ષે ભાઈજાનના Galaxy Apartment માં Lawrence Bishnoi ના શૂટરો દ્વારા ફાયરિંગ કરાયું હતું. ત્યારે તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Galaxy Apartment પર ગોળીબાર કર્યો હતો

આ વીડિયો Salman Khan ના ઘરનો છે. તો Galaxy Apartment માં આવેલા Salman Khan ના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં મજૂરો કામ કરતા જોવા મળ્યા છે. આ બાલ્કનીને અમુક વસ્તુઓ વડે ઢાંકવામાં આવી રહી છે. આ પરથી લાગી રહ્યું છે કે, સુપરસ્ટાર પોતાના રૂમની બહાર કડક સુરક્ષા કરી રહ્યો છે. કારણ કે... 14 એપ્રિલ, 2024 ના રોજ બે બાઇક સવાર લોકોએ Salman Khan ના Galaxy Apartment પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો: Sky Force Trailer:અક્ષય કુમાર પાકિસ્તાનમાં ઘુસીને દુશ્મનોનો ખાતમો બોલાવશે

પોલીસે ફાયરિંગ કરનારાઓને પણ પકડી લીધા હતા

તેમણે સવારે 5 વાગ્યાની આસપાસ આ ફાયરિંગ કર્યું હતું. તે સમયે Salman Khan ઘરે હાજર હતો. આ સમાચાર સામે આવ્યા બાદ સનસનાટી મચી ગઈ હતી. સલમાનની સુરક્ષા એક મોટો મુદ્દો બની ગયો હતો. પોલીસે ફાયરિંગ કરનારાઓને પણ પકડી લીધા હતા. બીજી તરફ Lawrence Bishnoi ની ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા સલમાનના ઘરે ફાયરિંગની જવાબદારી પણ લીધી હતી.

ઘટના બાદ Bollywood Industry હચમચી ગઈ હતી

આ ઘટના બાદ Salman Khanને લાંબા સમય સુધી અલગ-અલગ રીતે ધમકીઓ મળતી રહી. સુપરસ્ટારને વારંવાર મળતી ધમકીઓને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પરંતુ મામલો ત્યારે ખૂબ જ ગંભીર બની ગયો જ્યારે Salman Khanના નજીકના સાથી અને નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ Bollywood Industry હચમચી ગઈ હતી. તો Lawrence Bishnoi ગેંગે પોસ્ટ દ્વારા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી પણ લીધી હતી.

આ પણ વાંચો: Uyi Amma : રવિના ટંડનની દીકરી RashaThadani નાં ડાન્સે મચાવી ધૂમ, લોકોએ કર્યા વખાણ

Tags :
Gujarat FirstLawrence Bishnoisalman khanSalman Khan Galaxy ApartmentSalman Khan HouseSalman Khan Newssalman khan sikandarvideosviral video
Next Article