Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સલમાન ખાનનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક કેમ થયું બંધ, ચાહકો થયા નિરાશ

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા સુપરસ્ટાર સલમાન ખાનના લાખો ચાહકો સોમવારે ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે તેમનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક જ ગાયબ થઈ ગયું. સ્ક્રીન પર 'યુઝર નોટ ફાઉન્ડ' મેસેજ આવતા હેકિંગની અટકળો તેજ બની હતી. જોકે, થોડા સમય બાદ બધું સામાન્ય થઈ ગયું, પરંતુ આ અચાનક બનેલી ઘટના પાછળનું સાચું કારણ હજુ પણ એક રહસ્ય બનીને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
સલમાન ખાનનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક કેમ થયું બંધ  ચાહકો થયા નિરાશ
Advertisement
  • સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોવા મળી ટેકનિકલ ખામી (Salman Insta Deactivate)
  • એકાઉન્ટ ઓપન કરતા 'યુઝર નોટ ફાઉન્ડ'નો મેસેજ આવતા ફેન્ડસની ચિંતા વધી
  • થોડા સમય પછી એકાઉન્ટ રિસ્ટોર થતા ચાહકોએ લીધો રાહતનો શ્વાસ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ના ચાહકો માટે સોમવારનો દિવસ થોડો ચિંતાજનક રહ્યો હતો. સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહેતા 'ભાઈજાન'ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) સાથે જોડાયેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.

Salman Insta Deactivate : અચાનક  એકાઉન્ટ બંધ થતા ચાહકો થયા નિરાશ

સોમવારે જ્યારે ચાહકોએ સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ '@beingsalmankhan' ને ઓપન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને એકાઉન્ટ મળ્યું ન હતું. સ્ક્રીન પર 'યુઝર નોટ ફાઉન્ડ' (User Not Found) નો મેસેજ જોવા મળતા ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર જ્યારે એકાઉન્ટ ડિએક્ટિવેટ (Deactivate) કરવામાં આવે અથવા ટેકનિકલ ખામી સર્જાય ત્યારે જ આવા મેસેજ જોવા મળે છે. જોકે, થોડા સમય બાદ આ એકાઉન્ટ ફરીથી પૂર્વવત થઈ ગયું હતું.

Advertisement

Advertisement

શું કોઈ મોટો વિવાદ જવાબદાર છે?

સલમાન ખાન તાજેતરના સમયમાં પાપારાઝી (Paparazzi) સાથેના વિવાદને કારણે સતત ચર્ચામાં રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતી કેટલીક પોસ્ટ પણ મૂકી હતી. ત્યારબાદ પાપારાઝીએ માફી માંગતા મામલો શાંત થયો હતો. આ ઘટનાક્રમ બાદ એકાઉન્ટ ગાયબ થતા ચાહકોમાં શંકા જન્મી હતી કે, શું આ કોઈ હેકિંગનો પ્રયાસ છે કે પછી સલમાન પોતે સોશિયલ મીડિયાથી દૂર થવા માંગે છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્થિતિ

ઇન્સ્ટાગ્રામ પર સર્જાયેલી આ અંધાધૂંધીની અસર સલમાન ખાનના અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જોવા મળી ન હતી. ટ્વિટર (Twitter) અને ફેસબુક (Facebook) પર સલમાન ખાનના એકાઉન્ટ્સ સંપૂર્ણપણે સામાન્ય રીતે કાર્યરત હતા. સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ પર 72 મિલિયનથી વધુ ફોલોઅર્સ (Followers) છે, જે આ ઘટના પ્રત્યે લોકોની ઉત્સુકતાનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો:  Dhurandhar 2 : 67 દિવસ અને રૂ.1800 કરોડની કમાણી, ફિલ્મે ફરી સાબિત કરી બોક્સ ઓફિસ પર બાદશાહત

Tags :
Advertisement

.

×