Salman Khan Kala Hiran:'કાલા હિરન' ફિલ્મ સામે સલમાન ખાનનો વિરોધ, દિલ્હી હાઈકોર્ટમાં રિલિઝ અટકાવવા ‘ભાઈજાન’ની માગ!
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયો હોય તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. તેની સાથે જોડાયેલી એક વિવાદાસ્પદ ઘટનાને લઈને બની રહેલી ફિલ્મને અટકાવવા માટે અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ આખરે શું થઈ રહ્યું છે, અને શા માટે અભિનેતા આ ફિલ્મની રિલીઝ અટકાવવા માંગે છે? ચાલો જાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતા.
Advertisement
Salman Khan Kala Hiran: બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાને 'કાળા હરણ' નામની આગામી ફિલ્મ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અભિનેતાનું માનવું છે કે આ ફિલ્મ તેના જીવન અને છબી સાથે સીધી રીતે જોડાયેલી છે. અભિનેતાએ કોર્ટમાં અપીલ કરી છે કે, ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવે. આ ઉપરાંત ફિલ્મનું ટીઝર કે અન્ય પ્રમોશનલ સામગ્રી પણ પ્રસારિત ન થવી જોઈએ તેવી માગ કરી છે.

