Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Salman Khanની 'સક્સેસ ફોર્મ્યુલા' જાણીને તમે પણ ચોંકી જશો, ભાઇજાનની સફળતા પાછળ છે આ કારણ!

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને તાજેતરમાં પોતાની સફળતા અને કામ કરવાની શૈલી વિશે મોટો ધડાકો કર્યો છે. સ્ક્રિપ્ટ રીડિંગથી લઈને આજના સમયમાં રાજકીય રીતે સજાગ રહેવા સુધીના મુદ્દાઓ પર ભાઈજાને જે વાતો કરી છે તે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે.
salman khanની  સક્સેસ ફોર્મ્યુલા  જાણીને તમે પણ ચોંકી જશો  ભાઇજાનની સફળતા પાછળ છે આ કારણ
Advertisement
  • સફળતાનું રહસ્ય પોતે પણ નથી જાણતા હોવાનું સલમાનનું નિવેદન (Salman Khan Success)
  • આખી કારકિર્દીમાં ક્યારેય સ્ક્રિપ્ટ ન વાંચી હોવાનો ચોંકાવનારો સ્વીકાર
  • આજના સમયમાં રાજકીય રીતે યોગ્ય રહેવું અનિવાર્ય
  • ગલવાન વિષય પર આધારિત ફિલ્મ 'માતૃભૂમિ' ની રિલીઝમાં વિલંબ

ભારતીય સિનેમા (Indian Cinema) ના ઈતિહાસમાં જ્યારે પણ સુપરસ્ટારડમનો ઉલ્લેખ થાય છે, ત્યારે સલમાન ખાન (Salman Khan) નું નામ મોખરે હોય છે. છેલ્લા ત્રણ દાયકાથી બોક્સ ઓફિસ પર એકહથ્થુ શાસન ભોગવતા સલમાને તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં તેની કારકિર્દી અને ફિલ્મોની પસંદગી વિશે અત્યંત નિખાલસ અને રાજકીય રીતે સૂચક નિવેદનો આપ્યા છે.

Salman Khan Success : સફળતાનું કોઈ નિશ્ચિત ગણિત નથી

પોતાની સતત સફળતાના રહસ્ય અંગે પૂછવામાં આવતા સલમાને અત્યંત સાદગીથી જણાવ્યું કે, આ સફળતા માટે કોઈ સેટ ફોર્મ્યુલા નથી. તેમણે કબૂલ્યું હતું કે તેમને પોતાની સફળતાના રહસ્ય વિશે કોઈ ખ્યાલ નથી. સલમાને આશ્ચર્યજનક ખુલાસો કરતા કહ્યું કે, તેમણે તેમની આખી કારકિર્દીમાં ક્યારેય સંપૂર્ણ સ્ક્રિપ્ટ વાંચી નથી (Never Read Scripts). તેમના મતે, ચાહકોની પસંદગી અગાઉથી જાણવી અશક્ય છે.

Advertisement

Advertisement

રાજકીય સજ્જતા અને નૈતિકતા

વર્તમાન સામાજિક-રાજકીય માહોલમાં સલમાન ખાનનું વલણ હવે વધુ પરિપક્વ જણાય છે. સલમાને ભારપૂર્વક જણાવ્યું કે, આજના સમયમાં કામ કરતી વખતે માત્ર નૈતિકતા જ નહીં, પરંતુ રાજકીય રીતે યોગ્ય (Politically Correct) રહેવું પણ એટલું જ અનિવાર્ય છે. સલમાનના મતે, હૃદયના અવાજને સાંભળીને આગળ વધવું જોઈએ, પરંતુ તે દરમિયાન તમારી નૈતિક અને રાજકીય સમજ સાચી દિશામાં હોવી જરૂરી છે.

આગામી પ્રોજેક્ટ્સ અને 'ગલવાન' વિવાદ

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન તેની યુદ્ધ આધારિત ફિલ્મ "માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ" (Matrubhoomi: May War Rest In Peace) ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' (Battle of Galwan) ના નામે ઓળખાતી હતી. ચીન સાથેના સરહદી વિવાદના સંવેદનશીલ વિષયને કારણે ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત, સલમાને દક્ષિણના દિગ્દર્શક વામશી પૈદિપલ્લી (Vamshi Paidipally) અને લેડી સુપરસ્ટાર નયનતારા (Nayanthara) સાથે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે.

આ પણ વાંચો:  પાકિસ્તાનમાં 'Dhurandhar 2' નો દબદબો: પ્રતિબંધ છતાં રણવીર સિંહ છવાયો, નેટફ્લિક્સ થયું ક્રેશ

Tags :
Advertisement

.

×