Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"60 વર્ષનો થયો છું પણ લડવાનું નથી ભૂલ્યો..." Paparazzi પર કેમ આટલા ભડક્યા Salman Khan?

હોસ્પિટલની બહાર પીછો કરવા અને અટેન્શન માટે બૂમો પાડવા બદલ સુપરસ્ટાર સલમાન ખાને પેપરાજી પર ભારે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ઉપરાઉપરી ૪ આક્રમક પોસ્ટ્સ શેર કરીને મીડિયા કર્મીઓને પોતાના દુઃખમાંથી પૈસા ન કમાવવાની ખુલ્લી ચેતવણી આપી છે. 60 વર્ષની ઉંમરે પણ લડવાનું નથી ભૂલ્યો તેમ કહી ભાઈજાને કડક શબ્દોમાં વોર્નિંગ આપી છે.
 60 વર્ષનો થયો છું પણ લડવાનું નથી ભૂલ્યો     paparazzi પર કેમ આટલા ભડક્યા salman khan
Advertisement
  • સલમાન ખાનનો હોસ્પિટલ બહાર પેપરાજી પર જોરદાર ગુસ્સો!
  • હોસ્પિટલની બહાર પીછો કરતા કેમેરામેન પર ભડક્યા ભાઈજાન
  • ઇન્સ્ટાગ્રામ પર ઉપરાઉપરી ૪ પોસ્ટ શેર કરીને આપી ખુલ્લી ચેતવણી
  • "મારા દુઃખ અને પીડામાંથી પૈસા કમાવવાનું બંધ કરો, શાંત થઈ જાઓ"
  • "60 વર્ષનો થયો છું પણ લડવાનું નથી ભૂલ્યો, આ યાદ રાખજો"

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સામાન્ય રીતે સોશિયલ મીડિયા (Social Media) પર બહુ સક્રિય નથી રહેતા, પરંતુ તાજેતરમાં હોસ્પિટલની બહાર બનેલી એક ઘટનાએ તેમનો પિત્તો હલાવી દીધો છે. હોસ્પિટલ પરિસરની બહાર અટેન્શન મેળવવા માટે બૂમો પાડતા અને તેમનો પીછો કરતા કેમેરામેનની હરકત જોઈને સલમાન ખાને લાઈવ ક્લાસ લગાવી દીધી હતી. આ ઘટના બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પછી એક ૪ ધમાકેદાર સ્ટેટસ શેર કરીને સલમાન ખાને પેપરાજી પર આક્રોશ (Salman Khan Warns Paparazzi) ઠાલવ્યો છે અને કડક શબ્દોમાં વોર્નિંગ આપી છે.

Advertisement

ઇન્સ્ટાગ્રામ પર ઉપરાઉપરી પોસ્ટ્સ

ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાની એક હસતી સેલ્ફી શેર કરીને સલમાન ખાને કેપ્શનમાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું, "જો મને હોસ્પિટલમાં હવે એવો કોઈ પ્રેસવાળો દેખાયો જે મારી પીડાની મજા માણી રહ્યો હોય, તો યાદ રાખજો. આ એ જ પ્રેસ છે જેના માટે હું હંમેશાં ઊભો રહ્યો, જેમની રોજીરોટીનો મેં ખ્યાલ રાખ્યો." અન્ય એક પોસ્ટમાં બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood Superstar Angry) એ વધુમાં લખ્યું કે, "જો તેઓ મારા નુકસાનમાંથી પૈસા કમાવવા માંગતા હોય તો ચૂપ થઈ જાઓ. એન્જોય ન કરો... ફોટો જરૂરી છે કે લાઈફ?"

Advertisement

લડવાનું નથી ભૂલ્યો: ભાઈજાન

સલમાન ખાનનો ગુસ્સો અહીં જ ન અટક્યો, તેમણે ત્રીજી પોસ્ટમાં સણસણતો સવાલ પૂછતા લખ્યું, "જ્યારે તમારું કોઈ હોસ્પિટલમાં હશે ત્યારે શું હું આ રીતે રિએક્ટ કરીશ? ભાઈના દુઃખ પર આગામી વખતે મારી સાથે આવું ટ્રાય કરી જોજો, બસ એકવાર ટ્રાય કરી જોજો." છેલ્લી અને સૌથી આક્રમક પોસ્ટમાં ભાઈજાને ખુલ્લો પડકાર ફેંકતા લખ્યું કે, "૬૦ વર્ષનો થઈ ગયો છું, પરંતુ લડવાનું નથી ભૂલ્યો, આ વાત બરાબર યાદ રાખી લેજો. જેલમાં નાખશો? હા હા હા." સલમાન ખાનની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ (Instagram Posts Warning) હાલ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ પણ વાંચો :  Jr NTR ની આગામી ફિલ્મની વીડિયો ક્લિપ સામે આવી, ફેન્સ બન્યા ક્રેઝી !

Tags :
Advertisement

.

×