સલમાન ખાનનો મહારાષ્ટ્રના Dy.CM. એકનાથ શિંદે સાથેનો વીડિયો થયો વાયરલ, ફેન્સે ભાઈજાનને ગણાવ્યા ફ્રેશ એન્ડ ફિટ
- ટીબી અવેરનેસ માટેની મેચમાં સલમાન રહ્યો હતો હાજર
- ફેન્સે ભાઈજાનને ગણાવ્યા ફ્રેશ એન્ડ ફિટ
- સલમાન બ્લુ ટી શર્ટમાં જોવા મળ્યો માચો મેનના અવતારમાં
Mumbai: સલમાન ખાને ફરી એકવાર પોતાના નવા લુકથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ લૂકમાં સલમાન ખાનના બાયસેપ્સ યોગ્ય રીતે ટ્રીમ અપ થયેલા જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેના લુકને જોઈને ચાહકો નારાજ થયા હતા. ઘણા યુઝર્સે તેમને વૃદ્ધ કહેવાનું શરૂ કર્યું. પરંતુ હવે સલમાન ખાનની હેલ્થનું ક્રિટિસિસમ કરતા લોકોને યોગ્ય જવાબ મળ્યો છે.
ટીબી અવેરનેસ માટેની મેચમાં સલમાન રહ્યો હતો હાજર
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન શનિવારે એક ક્રિકેટ મેચમાં હાજરી આપી હતી. ટીબીના દર્દીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. મેચ દરમિયાન સલમાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે બેઠો જોવા મળ્યો હતો. તેના નવા લુકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને જ્યારે, થોડા દિવસ પહેલા, એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 'વૃદ્ધ' છે.
આ પણ વાંચોઃ Sushant Singh Rajput Case : CBI એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જણાવ્યું મૃત્યું પાછળનું સાચું કારણ
સલમાન નવા લૂકમાં લાગે છે ફ્રેશ એન્ડ ફિટ
ખરેખર, સલમાન ખાનના કેટલાક ફોટા અને વીડિયો તાજેતરમાં વાયરલ થયા હતા. 'સિકંદર'નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી અભિનેતાને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થયા કે તે પડદા પર ખૂબ જ યુવાન દેખાય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે વૃદ્ધ થઈ રહ્યો છે. તેના ચહેરા પરની કરચલીઓ અને ફિટનેસના અભાવ અંગે ઘણી ચર્ચા થઈ. ચિંતા વ્યક્ત કરતા એક ચાહકે લખ્યું, 'બાળપણનો હીરો વૃદ્ધ થઈ રહ્યો છે.' પરંતુ હવે ચાહકો સલમાનનો નવો લુક જોઈને ખૂબ ખુશ છે. ફેન્સ સલમાન ખાનને ફ્રેશ એન્ડ ફિટ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ARDH SATYA 1983: ભારતીય ફિલ્મ ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ફિલ્મ
યુઝર્સના રંગ બે રંગી કોમેન્ટ્સ
સલમાન ખાન કેપ્ટન અમેરિકા પ્રિન્ટવાળા બ્લુ ટી-શર્ટમાં સ્ટાઈલિશ દેખાતો હતો. તેણે પોતાની બાંય ઉપર કરી, પોતાના બાઈસેપ્સ બતાવ્યા અને આકર્ષક વાળથી પોતાનો લુક સવાર્યો હતો. તેને જોઈને એક યુઝરે લખ્યું કે, ભાઈજાન ફ્રેશ દેખાઈ રહ્યા છે, બીજા યુઝરે કોમેન્ટ કરી કે, તેમના બાઈસેપ્સ (અગ્નિ ઇમોજી). અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, '60 વર્ષમાં સૌથી સુંદર પુરુષો પૈકી એક.'