Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Samantha Ruth Prabhu Incident: અભિનેત્રી નિધિ અગ્રવાલ બાદ હવે સામંથા સાથે ભીડની ગેરવર્તણૂક, જુઓ વાયરલ વીડિયો

હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન સાઉથ સુપરસ્ટાર સામંથા રુથ પ્રભુ સાથે ભીડ દ્વારા અભદ્ર વ્યવહારની આઘાતજનક ઘટના બની છે. વાયરલ વીડિયોમાં બેકાબૂ ભીડ સામંથાને ઘેરી લેતી અને કેટલાક શખ્સો તેની સાડીનો પલ્લુ ખેંચતા જોવા મળે છે. સુરક્ષાકર્મીઓની હાજરી છતાં અભિનેત્રી અત્યંત અસહજ બની ગઈ હતી. આ ઘટનાએ સાર્વજનિક કાર્યક્રમોમાં સેલેબ્રિટીઝની સુરક્ષા અને ઈવેન્ટ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે.
samantha ruth prabhu incident  અભિનેત્રી નિધિ અગ્રવાલ બાદ હવે સામંથા સાથે ભીડની ગેરવર્તણૂક  જુઓ વાયરલ વીડિયો
Advertisement
  • હૈદરાબાદમાં અભિનેત્રી સામંથા સાથે ભીડની ગેરવર્તણૂક (Samantha Ruth Prabhu harassed)
  • ઇવેન્ટ દરમિયાન સામંથાને બેકાબૂ ભીડે ચારેબાજુથી ઘેરી લીધી
  • અંધાધૂંધીમાં કેટલાક લોકોએ અભિનેત્રીની સાડીનો પલ્લુ ખેંચ્યો
  • ઘટનાના વાયરલ વીડિયોથી સેલેબ્રિટી સુરક્ષા પર ઉઠ્યા સવાલો
  • ભારે ધક્કામુક્કી બાદ સુરક્ષાકર્મીઓ માંડ ગાડી સુધી લઈ ગયા

Samantha Ruth Prabhu harassed : ફિલ્મી સિતારાઓ માટે સાર્વજનિક સ્થળોએ સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. હાલમાં જ સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુ સાથે હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન અત્યંત શરમજનક ઘટના બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ સેલેબ્રિટીઝની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સોનેરી રંગની સાડીમાં સજ્જ સામંથા જ્યારે કાર્યક્રમ પૂરો કરીને પોતાની કાર તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક બેકાબૂ ભીડે તેને ઘેરી લીધી હતી.

Samantha Ruth Prabhu harassed : ભીડ બેકાબૂ બની

સામંથાના અંગત સુરક્ષાકર્મીઓ ભીડને રોકવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ લોકોની સંખ્યા એટલી વધારે હતી કે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. આ અંધાધૂંધી વચ્ચે કેટલાક અસામાજિક તત્વોએ હદ વટાવી દીધી અને સામંથાની સાડીનો પલ્લુ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સામંથા અત્યંત અસહજ અને ડરેલી જોવા મળી હતી. ભારે જહેમત અને ધક્કામુક્કી બાદ સુરક્ષાકર્મીઓ તેને સુરક્ષિત રીતે ગાડી સુધી પહોંચાડી શક્યા હતા.

Advertisement

Why fans in south don't understand boundaries even after rajasaab incident
byu/Hungry_Business592 inBollyBlindsNGossip

Advertisement

Samantha Ruth Prabhu harassed : સુરક્ષા પર સવાલ 

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને નેટીઝન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો ઇવેન્ટ મેનેજમેન્ટની બેદરકારીની ટીકા કરી રહ્યા છે. અગાઉ અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે પણ 'દ રાજા સાબ'ના મ્યુઝિક લોન્ચ દરમિયાન આવી જ ગેરવર્તણૂક થઈ હતી. સતત બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે મોટા સ્ટાર્સના કાર્યક્રમોમાં ભીડને નિયંત્રિત કરવાના આયોજનો પૂરતા હોતા નથી.

સામંથાના આગામી પ્રોજેક્ટ્સ

સામંથા હાલમાં જ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં હતી, તેણે નિર્દેશક રાજ નિદિમોરુ સાથે બીજી વાર લગ્ન કર્યા છે. કામની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં રાજ અને ડીકેની મહત્વાકાંક્ષી વેબ સીરીઝ 'રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ' માં જોવા મળશે. આ સીરીઝમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અલી ફઝલ અને વામિકા ગબ્બી જેવા સ્ટાર્સ છે, જે 2026માં રિલીઝ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Nora Fatehi Accident: મુંબઈમાં નોરા ફતેહીની કારને નશામાં ધૂત ચાલકે મારી ટક્કર, માથાના ભાગમાં સામાન્ય ઇજા

Advertisement

.

×