Samay Raina ના શો ને લઇને Mukesh Khanna ના તીખા પ્રહાર, કહ્યું 'આખો દેશ....!'
- Samay Raina, ના વીડિયોમાં ઉલ્લેખ કરવાથી શક્તિમાન લાલઘૂમ
- વિવાદીત શો ફરી શરૂ કરવાના સંકેતો આપતા સમયનો વિરોધ
- સ્ટેન્ડઅપ કોમેડીના નામે અશ્લીલતા પીરસાતી હોવાનો આરોપ
Samay Raina : હાસ્ય કલાકાર સમય રૈના (Comedian - Samay Raina) ફરી એકવાર તેમના સ્ટેન્ડ-અપ સ્પેશિયલ "સ્ટિલ અલાઇવ" ને (Stand Up Special - Still Alive) લઈને વિવાદમાં ફસાયા છે. તેમણે તેમના શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" ને લગતા વિવાદ (India's Got Latent - Controversy) વિશે ખુલ્લેઆમ વાત કરી અને શોની નવી સીઝનની જાહેરાત પણ કરી. જો કે, સમયના આ નિવેદનનો મુકેશ ખન્ના તરફથી તીખી પ્રતિક્રિયા મળી છે. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેને ગઘેડા પર બેસાડી, કાળું મોઢું કરીને આખા દેશના શહેરોમાં ફેરવવો જોઇએ, અને ગલીઓમાં પરેડ કરાવવી જોઇએ.
Samay Raina, હેડલાઇન્સ મેળવવાનો પ્રયાસ
"સ્ટિલ અલાઇવ" માં ભૂતકાળના વિવાદને યાદ કરતાં, સમય રૈનાએ કહ્યું કે, તે સમયે, બધા તેમને નિશાન બનાવી રહ્યા હતા, પછી ભલે તે રાજકારણીઓ હોય, સેલિબ્રિટી હોય કે સુનિલ પાલ (Sunil Pal) હોય. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, મુકેશ ખન્ના (Mukesh Khanna - Shaktimaan) અને બી. પ્રાકે (B. Praak) આ વિવાદ દ્વારા હેડલાઇન્સ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
कुत्ते की दुम टेढ़ी रहती है।
उसे लाख शीशियों में रखो।
बाहर निकालो।
फिर टेढ़ी की टेढ़ी !!
समय रैना की भी एक दुम है।
कितना भी मारो। सीधा करो। वो वापस टेढ़ी हो जाती है।
क्योंकि वो सीधा सादा प्राणी नहीं है।
वो रोस्टेड प्राणी है।
गंदगी की आग में जलाया हुआ।पकाया हुआ।
पूरे देश… pic.twitter.com/SMo4AnA2Is— Mukesh Khanna (@actmukeshkhanna) April 8, 2026
આ પણ વાંચો ---------------- સંગીત જગતની ‘આશા’ અમર થઈ: Sachin Tendulkar ના આક્રંદે સૌને રડાવ્યા, જાણો બંને વચ્ચેનો અતૂટ નાતો
Samay Raina, ફોન છીનવી લેવાશે
સમયે "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" ની બીજી સીઝનની પણ જાહેરાત કરી છે, અને કહ્યું કે તેઓ શોને વધુ જંગલી બનાવવા માંગે છે. તેમણે સંકેત આપ્યો કે, શો દરમિયાન દર્શકોના ફોન છીનવી લેવામાં આવશે, અને સોશિયલ મીડિયા પર ફક્ત કન્ટેન્ટનું ટોન-ડાઉન વર્ઝન બતાવવામાં આવશે.
મનોરંજનના નામે ખોટું છે
મુકેશે (Mukesh Khanna - Shaktimaan) સમય રૈનાની જાહેરાત સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આવા શો પાછા ન આવવા જોઈએ, અને પ્રશ્ન કર્યો કે પ્લેટફોર્મ આવી કન્ટેન્ટને કેવી રીતે મંજૂરી આપી રહ્યા છે. મુકેશ ખન્નાએ કહ્યું કે, આવા કાર્યક્રમોમાં અશ્લીલતા અને અપમાનજનક ભાષાનો ઉપયોગ થાય છે, જે મનોરંજનના નામે ખોટું છે. તેમણે દર્શકોને પણ પ્રશ્ન કર્યો કે, લોકો આવી બાબતોનો પ્રચાર કેમ કરી રહ્યા છે.
શક્તિમાનનું અપમાન કર્યું
તેમણે વધુમાં કહ્યું કે જો આ શો બીજી સીઝન માટે પાછો ફરે છે, તો તેને ફરીથી દેશભરમાં વિરોધનો સામનો કરવો પડશે. રણવીર અલ્હાબાદિયાનો (Ranveer Allahbadia) ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, લોકોએ અગાઉ આવા કન્ટેન્ટ પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, મુકેશ ખન્નાએ સમય રૈનાના નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે તેમણે 'શક્તિમાન' જેવા પાત્રનું અપમાન કર્યું છે, અને આવું વર્તન અસ્વીકાર્ય છે.
નકલ કરવાનો શિકાર બન્યા
હકીકતમાં, સમય રૈનાએ તેમના સ્ટિલ અલાઇવમાં કહ્યું હતું કે, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની સામગ્રી બાળકોને ગેરમાર્ગે દોરતી નથી. તેમણે મુકેશ ખન્નાને યાદ અપાવ્યું કે 90 અને 2000 ના દાયકામાં ઘણા બાળકો શક્તિમાનની નકલ કરવાનો શિકાર બન્યા હતા.
આ પણ વાંચો ---------------- Trisha Krishnan Bomb Threat: મશહૂર અભિનેત્રીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી


