ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સતીશ શાહના અંતિમ સંસ્કાર: 'સારાભાઈ' પરિવાર સહિત કલાકારોએ આપી વિદાય

ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે કિડનીની બીમારીને કારણે નિધન થયું. શનિવારે ભોજન લેતી વખતે તેઓ ઢળી પડ્યા હતા. રવિવારે મુંબઈની પવન હંસ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર થયા. 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ના કલાકારો, જેમાં સુમીત રાઘવન (કાંધ આપી) અને રૂપાલી ગાંગુલીનો સમાવેશ થાય છે, તેમણે ભાવુક થઈને વિદાય આપી.
02:09 PM Oct 26, 2025 IST | Mihirr Solanki
ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે કિડનીની બીમારીને કારણે નિધન થયું. શનિવારે ભોજન લેતી વખતે તેઓ ઢળી પડ્યા હતા. રવિવારે મુંબઈની પવન હંસ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર થયા. 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ના કલાકારો, જેમાં સુમીત રાઘવન (કાંધ આપી) અને રૂપાલી ગાંગુલીનો સમાવેશ થાય છે, તેમણે ભાવુક થઈને વિદાય આપી.
Satish Shah Funeral

 Satish Shah Funeral : બોલીવુડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા સતીશ શાહનું (Satish Shah Passes Away) શનિવાર, 25 ઑક્ટોબરના રોજ બપોરે 74 વર્ષની વયે નિધન થયું છે. સતીશ શાહ (Satish Shah) લાંબા સમયથી કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓ (Satish Shah Kidney Disease) થી પીડિત હતા.

સતીશ શાહના અંતિમ સંસ્કાર સંપન્ન – Satish Shah Last Rites

શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે ભોજન લેતી વખતે તેઓ અચાનક બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હિન્દુજા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર (Satish Shah Death News) કર્યા. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે (વેસ્ટ) સ્થિત પવન હંસ સ્મશાન ભૂમિ (Pawan Hans Crematorium) માં કરવામાં આવ્યા.

શ્રદ્ધાંજલિ આપવા કલાકારો ઉમટ્યા – Celebs at Satish Shah Funeral

શનિવારે સવારથી જ સતીશ શાહનો પાર્થિવ દેહ હિન્દુજા હોસ્પિટલથી તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફિલ્મ અને ટીવી જગતની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ (Satish Shah Funeral) અર્પણ કરી. 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં તેમના ઑન-સ્ક્રીન પુત્રનું પાત્ર ભજવનાર સુમીત રાઘવન (Sumeet Raghavan Satish Shah), દિગ્દર્શક અશોક પંડિત (Ashok Pandit), નીલ નીતિન મુકેશ, નસીરુદ્દીન શાહ, ફરાહ ખાન, જેકી શ્રોફ અને દિલીપ જોશી સહિતના કલાકારોએ તેમના અંતિમ દર્શન કર્યા. સુમીત રાઘવને તેમના ઑન-સ્ક્રીન પિતાને કાંધ આપી (Sumeet Raghavan Gave Shoulder) હતી. જોકે, તેમને મુખાગ્નિ કોણે આપી તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

અભિનેતાના યાદગાર પાત્રો અને કરિયર – Satish Shah Acting Career

સતીશ શાહે 1970માં ફિલ્મ 'ભગવાન પરશુરામ' (Bhagwan Parshuram First Movie) થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 250 થી વધુ ફિલ્મો અને અનેક ટીવી શોમાં યાદગાર અભિનય કર્યો છે. ટીવી પર તેમને વર્ષ 1984માં આવેલી સિરિયલ 'યે જો હૈ જિંદગી' (Yeh Jo Hai Zindagi) માં 55 એપિસોડમાં 55 અલગ-અલગ પાત્રો ભજવવા બદલ વિશેષ ઓળખ મળી હતી. જોકે, તેમને ઘર-ઘરમાં લોકપ્રિયતા અપાવનારું પાત્ર 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' (Sarabhai Vs Sarabhai) માં 'ઇન્દ્રવદન સારાભાઈ'નું હતું. આ ઉપરાંત, તેમણે 'કલ હો ના હો', 'મૈં હૂં ના', 'ફના', 'ઓમ શાંતિ ઓમ' અને 'હમ સાથ સાથ હૈં' જેવી મોટી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી.

'સારાભાઈ' ટીમના સભ્યો ભાવુક – Sarabhai Vs Sarabhai Cast

સુમીત રાઘવન (ઑન-સ્ક્રીન પુત્ર) એ ભાવુક થઈને કહ્યું કે, "સતીશ કાકા અમારા પરિવારના સ્તંભ હતા, તેમણે અમને હસતા અને જીવતા શીખવ્યું." અભિનેતા જ્હોની લીવરે (Johnny Lever Satish Shah) જણાવ્યું કે, "સતીશ મારા 40 વર્ષ જૂના મિત્ર હતા. કોલકાતામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી તેઓ સ્વસ્થ હતા, પણ અચાનક ભોજન લેતી વખતે ઢળી પડ્યા." રાજેશ કુમારે (ઑન-સ્ક્રીન પુત્ર) તેમને "પિતા સમાન વ્યક્તિ" ગણાવ્યા. રાજેશ બેદીએ કહ્યું કે, "આજે મેં મારો સૌથી પ્રિય મિત્ર ગુમાવી દીધો." મુંબઈના માંડવીમાં જન્મેલા સતીશ શાહે જેવિયર કૉલેજ અને FTII પૂણેથી અભ્યાસ કર્યો હતો. તેઓ તેમની પત્ની મધુ શાહ (ફેશન ડિઝાઇનર) સાથે રહેતા હતા. તેમનું નિધન માત્ર ઇન્ડસ્ટ્રી માટે નહીં, પરંતુ લાખો દર્શકો માટે એક ભાવનાત્મક ક્ષણ છે.

આ પણ વાંચો : Ad Man Piyush Pandey : એક સર્જક, જેણે જાહેરાતને જીવનની કવિતા બનાવી

Tags :
Indravadan Sarabhai DeathSarabhai vs SarabhaiSatish Shah DeathSatish Shah FuneralSumeet Raghavan
Next Article