શું દીપિકાનો રોલ 'King' માં ઓછો થયો છે? નિર્માતાઓએ અફવાઓ પર આપ્યું મોટું નિવેદન
- 'King' ના સેટ પરથી શાહરૂખ-દીપિકાના ફોટા લીક: સાઉથ આફ્રિકામાં ચાલી રહ્યું છે શૂટિંગ
- ઓરેન્જ ડ્રેસમાં દીપિકાનો ગર્ભાવસ્થાનો ચમક અને SRK નો 'સોલ્ટ એન્ડ પેપર' લુક થયો વાયરલ
- 24 ડિસેમ્બરે રિલીઝ થશે ફિલ્મ, સુહાના ખાન કરશે થિયેટર ડેબ્યૂ
- બ્લોકબસ્ટર જોડી ફરી સાથે: કેપટાઉનમાં હાથ પકડીને ગીતનું શૂટિંગ કરતા જોવા મળ્યા સ્ટાર્સ
King : બોલિવૂડના કિંગ શાહરુખ ખાન આશરે 3 વર્ષ પછી ફરી એક વખત મોટા પડદા પર જોવા મળશે. શાહરુખ ખાન 2023 પછી કિંગ નામની ફિલ્મ બનાવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મની રિલીઝ તારીખ પહેલાથી જ જાહેર થઈ ગઈ છે. સુહાના ખાન 24 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મથી થિયેટરમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મમાંથી શાહરૂખ ખાનનો લુક પહેલાથી જ જાહેર થઈ ગયો છે.
King : કિંગ ખાનનો સોલ્ટ એન્ડ પેપરનો લુક વાયરલ
ઉલ્લેખનીય છે કે કિંગ ખાનનો સોલ્ટ એન્ડ પેપરનો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. તેમની લકી ચાર્મ, દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં કેમિયો કરવાની છે, જેના માટે તેણીએ શૂટિંગ શરૂ કરી દીધું છે. દીપિકાએ તાજેતરમાં જ તેની બીજી પ્રેગ્નેસીની જાહેરાત કરી હતી. જેના કારણે ફિલ્મના શૂટિંગ વધારે ચર્ચામાં આવી રહ્યું છે. હવે દક્ષિણ આફ્રિકામાંથી કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
દીપિકા પાદુકોણ 2024માં પહેલીવાર માતા બની હતી. બોલિવૂડ અભિનેત્રીએ તેની પુત્રીને જન્મ આપ્યા બાદ તેના તમામ પ્રોજેક્ટ પુરા કરવામાં વ્યસ્ત છે. શાહરુખ ખાન ઉપરાંત તે અલ્લુ અર્જુનની રાકામાં મુખ્ય ભૂમિકા પણ ભજવી રહી છે. હા, આ ફિલ્મ એટલી દ્વારા નિર્મિત અને સન પિક્ચર્સ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, એવી અફવાઓ સામે આવી હતી કે અભિનેત્રીની ગર્ભાવસ્થાને કારણે તેનો રોલ ઓછો કરવામાં આવ્યો છે. જોકે, નિર્માતાઓએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કિંગ ફિલ્મના સેટ પરથી દીપિકા અને શાહરૂખ ખાનનો ફોટો લીક
દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન હાલમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મના સેટ પરથી લીક થયેલા ઘણા ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. જે શાહરૂખ અને દીપિકાની કેમિસ્ટ્રીથી ચાહકોને ખુશ કરી રહ્યા છે. હા, 'કિંગ'નું આગામી શેડ્યૂલ દક્ષિણ આફ્રિકામાં સેટ છે, જ્યાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ હાથ પકડીને જોવા મળે છે. એવું લાગે છે કે તેઓ એક ગીતનું શૂટિંગ કરી રહ્યા છે.
#ShahRukhKhan and #DeepikaPadukone bringing the heat to the streets of Cape Town as they shoot for #King. 🔥
Picture Credit: Shadab Ahmed #Celebs pic.twitter.com/d3lt5CohYh
— Filmfare (@filmfare) May 1, 2026
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટા અને વીડિયોમાં દીપિકા પાદુકોણ નારંગી રંગના ડ્રેસમાં જોવા મળે છે. તેમજ તેના ચહેરા પર પ્રેગ્નેસી ગ્લો પર દેખાઈ રહ્યો છે. જ્યારે શાહરૂખ ખાને પટ્ટાવાળો સફેદ શર્ટ અને વાદળી ટ્રાઉઝર પહેર્યો છે. જોકે, કપલની આસપાસ મોટી ભીડ જોવા મળે છે. લોકોએ ટિપ્પણી કરી, "આ જોડી શ્રેષ્ઠ છે, અને હવે આપણે બીજી બ્લોકબસ્ટર સાથે પાછા આવ્યા છીએ."
આ પણ વાંચો - Karishma Kapoor અને તેના સંતાનોને કોર્ટમાંથી મોટી રાહત, જાણો વિગતવાર


