ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બૉલીવુડનો બાદશાહ vs ફૂટબૉલનો GOAT: શાહરૂખ અને મેસ્સીની ઐતિહાસિક મુલાકાત, જુઓ આખો Video!

એક્ટિંગના 'બાદશાહ' શાહરૂખ ખાન અને ફૂટબોલના 'કિંગ' લિયોનેલ મેસ્સી કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા. G.O.A.T ઈન્ડિયા ટૂર પર આવેલા મેસ્સીએ શાહરૂખ ખાન અને તેમના પુત્ર અબરામ સાથે ઉષ્માભેર મુલાકાત કરી. મેસ્સીએ 70 ફૂટ ઊંચી પોતાની પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ પણ કર્યું હતું. મેસ્સી મુંબઈ અને હૈદરાબાદની મુલાકાત લીધા બાદ દિલ્હીમાં PM નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે.
01:08 PM Dec 13, 2025 IST | Mihirr Solanki
એક્ટિંગના 'બાદશાહ' શાહરૂખ ખાન અને ફૂટબોલના 'કિંગ' લિયોનેલ મેસ્સી કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા. G.O.A.T ઈન્ડિયા ટૂર પર આવેલા મેસ્સીએ શાહરૂખ ખાન અને તેમના પુત્ર અબરામ સાથે ઉષ્માભેર મુલાકાત કરી. મેસ્સીએ 70 ફૂટ ઊંચી પોતાની પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ પણ કર્યું હતું. મેસ્સી મુંબઈ અને હૈદરાબાદની મુલાકાત લીધા બાદ દિલ્હીમાં PM નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે.

Shahrukh Khan Meets Messi : ભારતીય ચાહકો માટે એ ક્ષણ યાદગાર બની ગઈ, જ્યારે એક્ટિંગની દુનિયાના 'બાદશાહ' શાહરૂખ ખાન અને ફૂટબોલ જગતના 'કિંગ' લિયોનેલ મેસ્સીની મુલાકાત થઈ. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન આ બંને દિગ્ગજો એકસાથે જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન બંનેએ સ્મિત સાથે એકબીજાને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

મેસ્સીએ સાલ્ટ લેક સ્ટેડિયમ ખાતે પોતાની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ પણ કર્યું હતું.

Shahrukh Khan Meets Messi : સ્મિત સાથે મળ્યા મેસ્સી અને શાહરૂખ

સામે આવેલા વિડિયોમાં દેખાય છે કે જ્યારે શાહરૂખ ખાન તેમના પુત્ર અબરામ સાથે ત્યાં પહોંચે છે, ત્યારે ફૂટબોલ આઇકન મેસ્સી ખૂબ જ ઉષ્માપૂર્વક શાહરૂખને મળે છે. બંને દિગ્ગજો પહેલા હાથ મિલાવે છે અને પછી વાતચીત પણ કરે છે.

આ પછી શાહરૂખ પોતાના પુત્ર અબરામને પણ મેસ્સી સાથે મળાવે છે. મેસ્સી પણ અબરામ સાથે સ્મિત સાથે મળે છે. આ દરમિયાન મેસ્સીની સાથે તેમના મિત્ર અને ઉરુગ્વેના ફૂટબોલર લુઈસ સુઆરેઝ (Luis Suárez) અને આર્જેન્ટિનામાં મેસ્સીના ટીમના સાથી અને વર્લ્ડ કપ વિજેતા મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલ (Rodrigo De Paul) પણ જોવા મળ્યા હતા.

મેસ્સી G.O.A.T ઇન્ડિયા ટૂર 2025 હેઠળ ભારતમાં

લિયોનેલ મેસ્સી પોતાના G.O.A.T ઇન્ડિયા ટૂર 2025ના ભાગરૂપે આ દિવસોમાં ભારતમાં છે. આજે મેસ્સી કોલકાતા પહોંચ્યા છે. આ પછી તેઓ આજે જ હૈદરાબાદ પણ જશે, જ્યાં તેઓ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચ પણ રમશે. આ કાર્યક્રમમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ ભાગ લેશે.

આ ઉપરાંત, સાંજે મેસ્સી સાથે એક મ્યુઝિકલ કોન્સર્ટનું પણ આયોજન છે. આ પછી, 14 ડિસેમ્બરે ફૂટબોલર મુંબઈમાં રોકાશે અને 15 ડિસેમ્બરે તેમની ટૂર દિલ્હીમાં સમાપ્ત થશે. દિલ્હીમાં મેસ્સી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે પણ મુલાકાત કરી શકે છે.

મેસ્સીની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

કોલકાતાના સાલ્ટ લેક સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન લિયોનેલ મેસ્સીએ વર્ચ્યુઅલ રીતે પોતાની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જે ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટી ભેટ સમાન છે. આ પ્રતિમા દર્શાવે છે કે ભારતમાં પણ ફૂટબોલ અને ખાસ કરીને મેસ્સી પ્રત્યે કેટલો પ્રેમ છે.

આ પણ વાંચો : Messi India Tour : ₹10 લાખની ટિકિટ: મેસ્સીને મળો, જાણો VIP 'મીટ એન્ડ ગ્રીટ'માં શું છે

Next Article