Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

shaktimaan : હવે મુકેશ ખન્ના શક્તિમાનના રોમાંચક કિસ્સાઓ રેડિયો પર સંભળાવશે

shaktimaan આંશિક રીતે પરત ફરી રહ્યું છે કારણ કે શક્તિમાનના રોમાંચક કિસ્સા દ્રશ્યમાન થવાને બદલે હવે સાંભળવા મળશે. મુકેશ ખન્ના (Mukesh Khanna) રેડિયો પર શક્તિમાનના રોમાંચક કિસ્સા સંભળાવશે. વાંચો વિગતવાર
shaktimaan   હવે મુકેશ ખન્ના શક્તિમાનના રોમાંચક કિસ્સાઓ રેડિયો પર સંભળાવશે
Advertisement
  • shaktimaan ના રોમાંચક કિસ્સા દ્રશ્યમાન થવાને બદલે હવે સાંભળવા મળશે
  • Mukesh Khanna રેડિયો પર શક્તિમાનના રોમાંચક કિસ્સા સંભળાવશે
  • પોકેટ એફએમ અને ભીષ્મ ઈન્ટરનેશનલનું આ જોઈન્ટ વેન્ચર છે

shaktimaan : શક્તિમાન રીટર્ન્સ અંગે અનેક અફવાઓ ફેલાઈ હતી અને ફેલાઈ રહી છે. આ સ્થિતિમાં હવે મુકેશ ખન્ના (Mukesh Khanna) એ એક ખુલાસો કર્યો છે. તેઓ હવે શક્તિમાનના રોમાંચક કિસ્સા રેડિયો પર સંભળાવવાના છે. હાલ શક્તિમાન પર ફિલ્મ બનવાનો પ્રોજેક્ટ ખોરંભે ચઢી ગયો છે. તેથી મુકેશ ખન્નાએ નવી પેઢીને શક્તિમાન અને તેના રોમાંચકારી વિશ્વથી પરિચીત કરવા માટે રેડિયોનો સહારો લીધો છે.

shaktimaan એક લેગસી

અંદાજિત 2 દાયકા અગાઉ Mukesh Khanna એ ટીવી સીરિયલ 'શક્તિમાન'માં શક્તિમાન અને ગંગાધરની ભૂમિકાઓ ભજવી હતી. તે સમયે શક્તિમાન અને મુકેશ ખન્નાને ખૂબ લોકપ્રિયતા મળી હતી. શક્તિમાન જ્યારે દૂરદર્શન પર આવતી હતી ત્યારે બાળકોની એક આખી પેઢી તેને જોઈને મોટી થઈ છે. હવે shaktimaan અને તેના રોમાંચકારી વિશ્વથી નવી પેઢીને પરિચીત કરાવવા માટે મુકેશ ખન્ના તેને એક નવા ફોર્મેટમાં પરત લાવી રહ્યા છે. જેમાં મુકેશ ફરી એકવાર શક્તિમાનના પાત્રને અવાજ આપતા સંભળાશે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Hera Pheri-3 : ફિલ્મમાં નહિ પણ હકીકતમાં અક્ષય કુમારે પરેશ રાવલ પર 25 કરોડનો દાવો ઠોક્યો

પોકેટ એફએમની ઓડિયો સિરીઝ

Mukesh Khanna પોકેટ એફએમની નવી ઓરિજિનલ ઓડિયો સિરીઝ શક્તિમાનમાં પોતાનો અવાજ આપશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, શક્તિમાન માત્ર એક શો નથી, તે એક એવી લાગણી છે જે લાખો લોકોના હૃદયમાં વસે છે. મને લોકપ્રિય સુપર હીરોના અવાજ તરીકે પાછા આવવાનો અને સમગ્ર ભારતમાં પોકેટ એફએમની વિશાળ પહોંચ દ્વારા શ્રોતાઓની નવી પેઢી સાથે જોડાવાનો ખૂબ જ આનંદ છે. આ પ્લેટફોર્મ શક્તિમાનના મૂલ્યો, શક્તિ અને સુપરપાવર્સને ફરીથી રજૂ કરવાનો એક બેસ્ટ ઓપ્શન છે. મુકેશ ખન્નાની ભીષ્મ ઈન્ટરનેશનલ સાથે પોકેટ એફએમની ભાગીદારીમાં આ પ્રોજેક્ટ આકાર લેશે. મુકેશ ખન્નાએ જણાવ્યું છે કે, 'હું મારી ફરજ બજાવી રહ્યો છું, જે મેં 1997થી 2005 સુધી બજાવી હતી. મને લાગે છે કે આજની પેઢી આંધળી રીતે દોડી રહી છે. તેમણે રોકાઈને કહેવું પડશે કે તેઓ શ્વાસ લે અને રાહતથી જીવન જીવે.

આ પણ વાંચોઃ Mission Impossible : 8 બનાવશે 100 મિલિયન ડોલરની ઓપનિંગનો રેકોર્ડ

Tags :
Advertisement

.

×