Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Sharmila Tagore Supreme Court : રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટની શર્મિલા ટાગોરને લગાવી ફટકાર, અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનના મુદ્દે અભિનેત્રી શર્મિલા ટાગોરના સૂચનોને 'અવાસ્તવિક' ગણાવી સખત ઠપકો આપ્યો છે. એઈમ્સ (AIIMS) હોસ્પિટલના શ્વાનનું ઉદાહરણ આપતા ટાગોરના વકીલે નિષ્ણાત સમિતિની માંગ કરી હતી. તેના પર કોર્ટે આકરા સવાલો કર્યા કે, શું આવા કીડાગ્રસ્ત શ્વાનોને ઓપરેશન થિયેટરમાં જવા દેવાય? હોસ્પિટલમાં શ્વાનની હાજરી ભયાનક હોઈ શકે છે તેમ કહી કોર્ટે વાસ્તવિકતા સમજવા ટકોર કરી હતી
sharmila tagore supreme court    રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટની શર્મિલા ટાગોરને લગાવી ફટકાર  અરજી ફગાવી
Advertisement
  • સુપ્રીમ કોર્ટે અભિનેત્રી શર્મીલા ટાગોરને લગાવી ફટકાર (Sharmila Tagore Supreme Court)
  • રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
  • શર્મિલા ટાગોરે રખડતા શ્વાન મામલે કર્યા હતા સૂચન

સુપ્રીમ કોર્ટે (Supreme Court) રખડતા શ્વાનના (Stray Dogs Issue)  મુદ્દા પર સુનાવણી દરમિયાન અભિનેત્રી શર્મિલા ટાગોરને (Sharmila Tagore)  કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. કોર્ટે રખડતા શ્વાનો અંગે શર્મિલા ટાગોર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોને સંપૂર્ણપણે અવાસ્તવિક ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ જાહેર સ્થળોએ રખડતા શ્વાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલાક સૂચનો કર્યા હતા, જેને કોર્ટે ગ્રાહ્ય રાખવાને બદલે ફગાવી દીધા હતા.

Advertisement

Advertisement

Sharmila Tagore Supreme Court : કોર્ટમાં શર્મિલા ટાગોરે કરી હતી આ દલીલ

શર્મિલા ટાગોરના વકીલે કોર્ટમાં દલીલ કરતા AIIMS (એઈમ્સ) કેમ્પસમાં ઘણા વર્ષોથી રહેતા એક શ્વાનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "કેટલાક શ્વાનને કાયમી ધોરણે સૂવડાવવા (Culling) જરૂરી હોઈ શકે છે, પરંતુ તે પહેલાં એક યોગ્ય સમિતિ દ્વારા તેમની ઓળખ થવી જોઈએ." આ સાથે જ ટાગોરના વકીલે શ્વાનના વર્તન પર વિચાર કરવા અને તેનો અભ્યાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિ બનાવવાનું સૂચન પણ કર્યું હતું.
કોર્ટે ફટકાર લગાવીને અરજી ફગાવી

Sharmila Tagore Supreme Court : કોર્ટે અરજી ફગાવી

જોકે, AIIMSના આ ઉદાહરણ સામે સુપ્રીમ કોર્ટે સખત વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે વળતો સવાલ પૂછતા કહ્યું કે, "શું તેમને હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પણ લઈ જવામાં આવી રહ્યા હતા?" કોર્ટે વધુમાં ટિપ્પણી કરી હતી કે, રસ્તા પરના શ્વાનમાં કીડા હોવું એ એક સ્વાભાવિક બાબત છે, અને હોસ્પિટલ જેવા સ્થળોએ આવા કીડાગ્રસ્ત શ્વાનની હાજરી અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે. કોર્ટે અભિનેત્રીના પક્ષને પૂછ્યું હતું કે, "શું તમે અમારી સમક્ષ જે દલીલો રજૂ કરી રહ્યા છો, તેની વાસ્તવિકતા અને ગંભીરતા સમજો છો?

આ પણ વાંચો : 'પુરુષોને સ્ટ્રૉંગ વુમન પસંદ હોતી નથી', નીના ગુપ્તાએ મર્દોની માનસિકતા પર ઉઠાવ્યો સવાલ

Tags :
Advertisement

.

×