Shefali Jariwala ના નિધનનું શું છે સાચું કારણ? પતિએ પહેલીવાર રડતા-રડતા કેમેરા સામે ખોલ્યું રહસ્ય
- નિધન બાદ ઉડતી અફવાઓ પર પતિ પરાગ ત્યાગી લાલઘૂમ
- "જવાન દેખાવાના ઇન્જેક્શનની વાત પાયાવિહોણી અને ખોટી"
- ઇન્ટરવ્યુમાં રડતા-રડતા પરાગે જણાવી નિધન પહેલાની રાતની વાત
- કોસ્મેટિક સર્જરીના દાવાઓને પરાગ ત્યાગીએ ફગાવ્યા
- પાલતુ શ્વાન 'સિમ્બા' બન્યો એકલવાયા પરાગનો સહારો
Shefali Jariwala Death Rumors : જૂન 2025માં મનોરંજન જગતે તેની સૌથી ચમકતી સિતારાઓમાંની એક, 'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલાને (Shefali Jariwala) ગુમાવી દીધી હતી. તેમના આકસ્મિક અવસાનથી આખી ઇન્ડસ્ટ્રી આઘાતમાં હતી, પરંતુ તેનાથી પણ વધુ આઘાતજનક હતી સોશિયલ મીડિયા પર ઉડતી અફવાઓ. કોઈએ તેને બ્યુટી ટ્રીટમેન્ટ (Beauty Treatment) સાથે જોડી તો કોઈએ એવો દાવો કર્યો કે તે જવાન દેખાવા માટે ખાસ ઇન્જેક્શન (Injections) લેતી હતી. હવે આ તમામ ચર્ચાઓ પર તેના પતિ પરાગ ત્યાગીએ (Parag Tyagi) મૌન તોડ્યું છે.
Shefali Jariwala Passed Away
"મારી પત્નીને ગોરા થવાની જરૂર નહોતી"
એક ભાવુક ઇન્ટરવ્યુમાં પરાગ ત્યાગીએ આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવી છે. પરાગે સવાલ કર્યો કે, "મારી પત્ની શેફાલીને વધુ ગોરા થવાની કે સુંદર દેખાવાની શું જરૂર હતી? જો ઇન્જેક્શનથી લોકો હંમેશા જવાન રહી શકતા હોત, તો દુનિયાના અબજોપતિઓ આજે જીવતા હોત." પરાગે સ્પષ્ટ કર્યું કે શેફાલી કુદરતી રીતે સુંદર હતી અને તે કોઈ પણ પ્રકારની એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ (Anti-aging Treatment) લેતી નહોતી.
નિધન પહેલા શું થયું હતું?
પરાગે જણાવ્યું કે શેફાલી જરીવાલા (Shefali Jariwala) ખૂબ જ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતી હતી. નિધનના એક દિવસ પહેલા તેણે સામાન્ય રીતે ચાઈનીઝ ફૂડ (Chinese Food) ખાધું હતું અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી. પરાગના મતે, દરેકનું મૃત્યુ નિશ્ચિત હોય છે અને શેફાલીનું જવું કદાચ કિસ્મતમાં લખાયેલું હતું. મુશ્કેલ સમયમાં શેફાલીનો પાલતુ શ્વાન 'સિમ્બા' (Pet Dog Simba) પરાગનો મોટો સહારો બન્યો છે. પરાગે લોકોને વિનંતી કરી છે કે સત્ય જાણ્યા વગર કોઈની અંગત જિંદગી પર ખોટી અફવાઓ (Rumors) ન ફેલાવે અને તેની પત્નીની યાદોનું સન્માન કરે
આ પણ વાંચો : Main Vaapas Aaunga : Diljit Dosanjh ની નવી ફિલ્મ 12 જૂને સિનેમાઘરોમાં થશે રિલીઝ


