Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું Shehnaaz Gill ને મળ્યો છે નવો પ્રેમ? RCBના આ પ્લેયર સાથે Datting Rumors ની જોરદાર ચર્ચા!

ક્રિકેટર દેવદત્ત પડિક્કલ અને અભિનેત્રી શહેનાઝ ગિલ વચ્ચે ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં RCBની મેચમાં શહેનાઝે ટીમની જર્સી પહેરીને સ્ટેડિયમમાં હાજરી આપી હતી અને ટીમની જીતની જોરદાર ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ આ ઉત્સાહ પાછળના કારણો શોધી રહ્યા છે, જોકે બંને તરફથી આ અફવાઓ પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
શું shehnaaz gill ને મળ્યો છે નવો પ્રેમ  rcbના આ પ્લેયર સાથે datting rumors ની જોરદાર ચર્ચા
Advertisement
  • Shehnaaz Gill Datting Rumors : શહેનાઝનું RCB કનેક્શન!
  • શું દેવદત્ત પડિક્કલના પ્રેમમાં છે શહેનાઝ ગિલ?
  • સ્ટેડિયમમાં RCBની જર્સી પહેરી શહેનાઝે કરી જોરદાર ઉજવણી
  • સોશિયલ મીડિયા પર ડેટિંગના દાવાથી ફેન્સ આશ્ચર્યમાં
  • વિરાટની બેટિંગ કરતા શહેનાઝના રિએક્શન વધુ વાયરલ

પંજાબી સિનેમા (Punjabi Cinema) ની લોકપ્રિય અભિનેત્રી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે ચર્ચા તેની કોઈ ફિલ્મની નહીં, પરંતુ તેની પર્સનલ લાઈફ અને ક્રિકેટ કનેક્શનની છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડી રહી છે કે શહેનાઝ આઈપીએલ ટીમ (IPL Team) રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (Royal Challengers Bengaluru) ના સ્ટાર પ્લેયર દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) ને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

Advertisement

Shehnaaz Gill Datting Rumors : સ્ટેડિયમમાં શહેનાઝનો જોરદાર ઉત્સાહ

બુધવારે કોલકાતા સામે રમાયેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલીની શાનદાર ઈનિંગની સાથે સ્ટેડિયમમાં હાજર શહેનાઝ ગિલે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. RCBની જર્સી પહેરીને આવેલી શહેનાઝ ટીમની જીત પર ખુશીથી ઉછળતી જોવા મળી હતી. તેણે પોતે પણ આ જીતની ઉજવણીનો વીડિયો શેર કર્યો હતો, જેના કારણે ફેન્સમાં અનેક સવાલો ઉભા થયા છે. નેટીઝન્સનું માનવું છે કે શહેનાઝની આ ખુશી પાછળ માત્ર ક્રિકેટ પ્રેમ નથી, પરંતુ ટીમનો કોઈ ખાસ ખેલાડી છે.

Advertisement

ડેટિંગની અફવાઓ અને સોશિયલ મીડિયા પર ચર્ચા

રેડિટ (Reddit) અને એક્સ (X) પર વાયરલ થઈ રહેલા દાવા મુજબ, શહેનાઝ ગિલ અને દેવદત્ત પડિક્કલ ડેટિંગ (Shehnaaz Gill Devdutt Padikkal Dating) કરી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે શહેનાઝ ખાસ કરીને દેવદત્તને સપોર્ટ કરવા માટે જ સ્ટેડિયમમાં હાજર રહે છે.

હજુ સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી

જોકે, શહેનાઝના પ્રશંસકો આ વાતોને ફગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે માત્ર એક ક્રિકેટ પ્રેમી તરીકે ટીમને પ્રોત્સાહન આપવા આવી હતી. હજુ સુધી શહેનાઝ કે દેવદત્ત તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. શહેનાઝના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે તાજેતરમાં પંજાબી ફિલ્મ 'ઇક કુડી' (Ik Kudi) પ્રોડ્યુસ કરી હતી અને તે 'બિગ બોસ 19' (Bigg Boss 19) માં પણ જોવા મળી હતી.

આ પણ વાંચો : બોલિવૂડ એક્ટરને કરોડોનો લાગ્યો ચૂનો! Jaaved Jaaferi ની Wife સાથે 17 કરોડથી વધુની Cheating!

Tags :
Advertisement

.

×