શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટમાંથી ઝટકો: ₹60 કરોડ જમા કરાવ્યા વિના વિદેશ પ્રવાસ નહીં!
- બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુન્દ્ર કેસમાં વધુ ઘટસ્ફોટ (Shilpa Raj Kundra Case )
- દીપક કોઠારી નામના વ્યક્તિએ દંપતી પર લગાવ્યો હતો આરોપ
- બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં 60 કરોડની રકમ જમા કરાવવાનો કર્યો આદેશ
- 60 કરોડ જમા ન થાય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ન કરવા કર્યો આદેશ
Shilpa Raj Kundra Case : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા રૂ.60 કરોડના કથિત છેતરપિંડી કેસને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. વેપારી દીપક કોઠારી નામના વ્યક્તિએ દંપતી પર આરોપ લગાવ્યો છે કે તેમણે બિઝનેસના નામ પર આ રકમ લીધી હતી, પરંતુ તેનો ઉપયોગ અંગત ખર્ચમાં કર્યો હતો.
આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં સુનાવણી હાથ ધરી હતી અને દંપતીને રૂ.60 કરોડની રકમ જમા કરાવવા માટે નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ રકમ જમા કરાવ્યા બાદ જ તેમની અરજી પર વિચારણા થઈ શકે છે.
LOC રદ કરવા અરજી, પણ કોર્ટે ફગાવી (Shilpa Raj Kundra Case )
આ આદેશ ત્યારે આવ્યો જ્યારે શિલ્પા શેટ્ટીએ પોતાની વિરુદ્ધ જારી કરાયેલા લુકઆઉટ સર્ક્યુલર (LOC) ને રદ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, જે કથિત છેતરપિંડી સંબંધિત FIRના આધારે જારી કરાયો હતો. શિલ્પા શેટ્ટીને 25 ઑક્ટોબરથી 29 ઑક્ટોબર દરમિયાન એક ઇવેન્ટ માટે કોલંબો જવાનું હતું. જોકે, કોર્ટે તેમને વિદેશ પ્રવાસની પરવાનગી આપી ન હતી.
કોર્ટમાં આમંત્રણ અંગે સવાલ (Shilpa Raj Kundra Case )
સુનાવણી દરમિયાન, કોર્ટે શિલ્પા શેટ્ટીના વકીલને પૂછ્યું કે શું તેમની પાસે ઇવેન્ટનું કોઈ સત્તાવાર આમંત્રણ (Invitation) છે? વકીલે જવાબ આપ્યો કે જ્યાં સુધી મુસાફરી માટે મંજૂરી નહીં મળે, ત્યાં સુધી તેમને કોઈ આમંત્રણ મળશે નહીં, આ અંગે માત્ર ફોન પર જ વાત થઈ છે. વકીલના આ જવાબ પર કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, પહેલા રૂ.60 કરોડની છેતરપિંડીના આરોપો સંબંધિત રકમ જમા કરાવો, ત્યારબાદ જ વિદેશ પ્રવાસની મંજૂરી અંગે વિચારણા કરવામાં આવશે.
EOW દ્વારા 5 કલાકની પૂછપરછ
આર્થિક ગુના શાખા (EOW) દ્વારા જારી કરાયેલા LOCને કારણે હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બંને તપાસ એજન્સી અથવા કોર્ટની પૂર્વ મંજૂરી વિના દેશની બહાર જઈ શકશે નહીં. આ કેસની આગામી સુનાવણી 14 ઑક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે. આ પહેલા સોમવારે EOWની એક ટીમે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચીને રૂ.60 કરોડના કથિત છેતરપિંડી કેસમાં લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી અને કેટલાક દસ્તાવેજોની ચકાસણી કરી હતી.
તમામ માંગેલા દસ્તાવેજો પૂરા પાડ્યાનો દાવો
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ તપાસ એજન્સીને સંપૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે કંપની ડિસેમ્બર 2016માં લિક્વિડેશન (લિક્વિડેશન)માં ગયા પછી પણ તેમણે અધિકારીઓ સાથે સહકાર જાળવી રાખ્યો હતો અને તમામ માંગેલા દસ્તાવેજો પૂરા પાડ્યા હતા.
આ પણ વાંચો : લગ્નના બે મહિનામાં જ ચિટિંગ અંગેના ધનશ્રીના આરોપ અંગે ચહલનો જવાબ, જાણો શું કહ્યું?